ડાકોર: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જલઝીલણી એકાદશી નિમિતે ડાકોર સત્યનારાયણ મંદિર બેતીયાપીઠાધીશ્વર આચાર્ય મહંત ગોપાલદાસજી મહારાજ (હોડીવાળા મહારાજ) હસ્તે નારાયણ ભગવાન પૂજન કરી ગોમતી મૈયામાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી. કાકડીની પ્રસાદી ગોમતીના કિનારે વધામણા કરે છે. જલઝીલણી એકાદશીનું વિશેષ મહત્વ ડાકોર ખાતે આવેલ શ્રી સત્યનારાયણ મંદિર જે ડુંગરા ભાગોળ વિસ્તારમાં હોડીવાળા મહારાજ તરીકે વિશ્વવિખ્યાત જાણીતો મંદિર છે તેમના વૈષ્ણવો સુરત નવસારી વાપી મુંબઈ, દીવ, દમણ, ગોવા જેવા તમામ સ્થળોએ તેમના વૈષ્ણવો આવેલા છે.
વિશેષ જલઝીલણી એકાદશી પર્વ પર સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવે છે બાદમાં સત્યનારાયણ ભગવાનને હોડીમાં બિરાજમાન કરી ગોમતી પ્રદક્ષિણા કરવામાં આવે છે. ડાકોર શ્રી રણછોડરાય મંદિર સામે આવેલ ગોમતી તળાવની કાકડીનો મનોરથ કરવામાં આવે છે. મંદિરના મહંત ગોપાલદાસજી મહારાજ તેમના ભાવિક ભક્તો આ હોડી દ્વારા ગોમતીની ચારે કોર પ્રદક્ષિણા કરે છે ત્યાં કાકડી ઉછાળી પ્રસાદ રૂપે વધામણાં કરે છે તેમનો લહાવો લેવા વૈષ્ણવો ગોમતી કિનારે ચારે તરફ ભાવિક ભક્તો ઊભા રહે છે કાકડી પ્રસાદની રાહ જોતા હોય છે કહેવાય છે કે આ પ્રદક્ષિણા કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિને પ્રાપ્ત થાય છે. જેની પરંપરા 500 વર્ષ જૂની છે. હોડીવાળા મહારાજ ગોપાલદાસ મહારાજ વર્ષોની પરંપરા પ્રમાણે દર વર્ષે આ રીતે કાકડી મનોરથ ઉત્સવ ઉજવવામાં આવે છે.