સાવલી: સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિની શોભાયાત્રા પર બે જૂથો વચ્ચે થયેલા પથ્થર મારાના પ્રકરણમાં મંજુસર પોલીસે 18 ઈસમો સામે નામ જોગ અને 30 ના ટોળા સામે ગુનો નોધી હાલ પાંચ ઇસમોને અટક કરીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ગત રોજ મંજુસર ગામે સાંજના સમયે ગણપતિ વિસર્જન માટે જઈ રહેલ શોભાયાત્રા ગરાસીયા ફળિયા નજીક પહોંચી હતી ત્યારે કોમી જૂથ અથડામણ સર્જાઈ હતી અને ભારે પથ્થરમારો થયો હતો જેમાં ચાર જેટલા ઈસમો ને ઇજાઓ પણ પહોંચી હતી સાથે સાથે રિક્ષા અને બાઇકોમાં પણ તોડફોડ થઈ હતી અને મકાનોના કાચ પણ તૂટી જવા પામ્યા હતા.
શ્રીજી ની મૂર્તિ ખંડિત થવાના પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ગામના ચોકમાં બેસીને રામધૂન બોલાવીને વિસર્જન ના કરવાની જીદ કરી હતી તેના પગલે ભારે ઉત્તેજના પ્રસરી હતી અને અફવા ઓના બજાર ગરમ થયા હતાઅને આરોપીઓ વિરુદ્ધ કડક સાથે કામગીરી કરવાની માંગ કરી હતી. તેના પગલે પોલીસવિભાગે ખાતરી આપતા મોડી રાતે ગણપતિ વિસર્જન થયું હતું અને ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો અને પોલીસે જિલ્લા પોલીસવડા ના માર્ગદર્શન હેઠળ ગામમાં કોમ્બિંગ અને પેટ્રોલિંગ કર્યું હતું સાથે સાથે અને મંજુસર ગામે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ સામાન્ય કરવા માટે કવાયત હાથ ધરી હતી અને આ ઘટનામાં મોડી રાતે ફરિયાદ નોંધાઈ હતી.
જેમાં મંજુસર પોલીસ મથકે ફરિયાદી ગીરીશભાઈ ચીમનભાઈ પંચાલ રહે મંજુસર તાલુકો સાવલીના એ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે ગતરોજ ગણપતિ વિસર્જન હોય 500 થી વધુ લોકો ટ્રેક્ટર માં ગણપતિ લઈને વિસર્જન માટે જઈ રહ્યા હતા ત્યારે સાંજના છ વાગે ગરાસીયા મોહલ્લા નજીક યાત્રા પહોંચતા આ યાત્રા પર પથ્થરમારો ચાલુ થયો હતો અને ધાબા પર જોતા વિવિધ ઈસમો પથ્થરમારો કરી રહ્યા હતા આ પથ્થર મારામાં ગણપતિની મૂર્તિ પણ ખંડિત થયેલ હતી અને ચારથી વધુ ઈસમોને ઈજા પણ થઈ હતી જેમાં અરવિંદ નામના યુવકને કપાળે પાંચ ટકા આવ્યા છે.
આ પથ્થરમારો કરી મૂર્તિ ખંડિત કરી ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કરવા ના પ્રકરણમાં ૧૮ ઈસમો સામેં નામજોગ ફરિયાદ નોંધાવી છે ૧ વસીમ જસભાઈ વાઘેલા ૨ જશભાઈ નરસંગ વાઘેલા ૩ રણજીત લક્ષ્મણ ૪યાસીન વાઘેલા ૫મહંમદ વાઘેલા ૬લાલા રાયસંગ વાઘેલા ૭ નજીર અબ્બાસ વાઘેલા ૮જીગર અબ્બાસ વાઘેલા ૯ અબ્બાસ વાઘેલા૧૦ સચિન વાઘેલા ૧૧ સાહિલ વાઘેલા ૧૨ કિરણ રિક્ષાવાળો ૧૩ સાગર વાઘેલા ૧૪ સહજાન વાઘેલા ૧૫ નસીર ચંદુ ડીલક્ષ ૧૬ તોસિફ વાઘેલા ૧૭ ફરીદ વાઘેલા ૧૮ વિક્રમ ચીમન વાઘેલા અને અન્ય ત્રીસ માણસોનું ટોળું તમામ રહે મંજુસર તાલુકો સાવલી વિરુદ્ધ મંજુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ વિભાગ દ્વારા વાયરલ વિડીયોની ચકાસણી
સાવલી તાલુકાના મંજુસર ખાતે જિલ્લા પોલીસવડા નાયબ પોલીસવડા એસ.ઓ.જી એલસીબી અને સ્થાનિક પોલીસ નાચુસ્ત બંદોબસ્ત ના પગલે પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ છે અને સમગ્ર ગામમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી ને પરિસ્થિતિ સામાન્ય કરી દીધી છે જ્યારે આજે દિવસ ભર ગઈકાલની ઘટનાના વિડીયો વાયરલ થયા હતા પોલીસ વિભાગ તમામ વિડિયો પર અને તમામ ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખી રહી છે અને વીડિયોનો સંપૂર્ણ અભ્યાસ કરીને આરોપીઓને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે.