Sports

IND vs AUS Live: ઓસ્ટ્રેલિયાએ ભારતને આપ્યો 353 રનનો વિશાળ લક્ષ્ય

રાજકોટ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI સિરીઝની છેલ્લી મેચ આજે રાજકોટના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 352 રન બનાવ્યા. કાંગારૂ ટીમે ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેનનાં બેટથી અડધી સદીની ઇનિંગ્સ જોઈ. બોલિંગમાં ભારત તરફથી જસપ્રિત બુમરાહે 2 જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી.

ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી અને ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની જોડી ઇનિંગની શરૂઆત કરવા મેદાન પર આવી. બંનેએ પ્રથમ 2 ઓવરમાં માત્ર 7 રન બનાવ્યા હતા. આ પછી માર્શે ઈનિંગની ત્રીજી ઓવરમાં બુમરાહ સામે 14 રન બનાવીને સ્કોરને ઝડપી બનાવવાની શરૂઆત કરી હતી. ચોથી ઓવરમાં વોર્નરે સિરાજ સામે 16 રન બનાવ્યા અને બંને છેડેથી આક્રમણ શરૂ કર્યું.

ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની ઓપનિંગ જોડીએ 7મી ઓવરના અંતે કોઈ પણ નુકશાન વિના સ્કોર 65 રન સુધી પહોંચાડ્યો હતો. કાંગારુ ટીમને પહેલો ફટકો નવમી ઓવરના પહેલા બોલ પર વોર્નરના રૂપમાં લાગ્યો હતો. વોર્નરે પ્રસિદ્ધ કૃષ્ણના બોલ પર પાછળની તરફ મોટો શોટ રમવાનો પ્રયાસ કરતાં તેનો કેચ વિકેટકીપર કેએલ રાહુલને આપ્યો. વોર્નર 34 બોલમાં 56 રનની આક્રમક ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ 10 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયન ટીમ 1 વિકેટના નુકસાને 90 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.

ઓસ્ટ્રેલિયન ટીમની વિકેટ ઝડપી પડવાના કારણે રન રેટ પર પણ તેની અસર જોવા મળી હતી. એક છેડે રહેલા માર્નસ લાબુશેનને કેપ્ટન પેટ કમિન્સનો ટેકો મળ્યો અને તેઓએ સાથે મળીને પડતી વિકેટો પર બ્રેક લગાવી. અહીંથી બંને વચ્ચે 39 બોલમાં 46 રનની મહત્વપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી. જસપ્રીત બુમરાહે 49મી ઓવરના છેલ્લા બોલ પર મારંશ લાબુશેનને પોતાનો શિકાર બનાવ્યો અને તેને 72ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલી દીધો. ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયન ટીમ 50 ઓવરની રમત પૂરી થયા બાદ 7 વિકેટના નુકસાન પર 352 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. ભારત તરફથી બોલિંગમાં જસપ્રિત બુમરાહે 3, કુલદીપ યાદવે 2 જ્યારે સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1-1 વિકેટ લીધી હતી.

Most Popular

To Top