SURAT

પાંચ વર્ષ બાદ સુરતના આ ઓવારા પર બાપ્પાની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે

સુરત(Surat): શહેરમાં ગણેશોત્સવની (Ganesh Utsav) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. બાપ્પાના આગમનની ખુશી ભક્તો મનાવી રહ્યાં છે ત્યારે તેમના વિદાયની ઘડી પણ નજીક આવી ગઈ છે. બે દિવસ પછી ગુરુવારે તા. 28મીના રોજ અનંત ચૌદશ નિમત્તે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) કરવામાં આવશે. છેલ્લાં કેટલાંય વર્ષોથી મોટી પ્રતિમાઓના વિસર્જન માટે ભક્તોને ડુમસ અને હજીરાના દરિયા સુધી લાંબા થવું પડતું હતું, પરંતુ આ વર્ષે શહેરના મગદલ્લા ઓવારા પર પણ ગણેશજીની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે.

અંદાજે 5 વર્ષ પછી મગદલ્લા ઓવારે પણ મોટી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે તંત્ર તરફથી મંજૂરી મળી છે. ધારાસભ્ય સંદીપ દેસાઈની રજુઆત પછી તંત્રએ મગદલ્લા ઓવારા પર વિસર્જનની મંજૂરી આપી છે. 2017 પછી હવે 2023માં મગદલ્લા ઓવારા પર મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવા મંજૂરી મળી છે.

મગદલ્લા ઓવારા પર 2 ફોર કલીપ 1 ક્રેઈનની સુવિધા ઉપલ્બ્ધ કરાવી દેવાઈ છે. મગદલ્લા ઓવારા ઉપરાંત મોટી પ્રતિમાઓનું હજીરા અને ડુમસનાં દરિયા કિનારે પણ વિસર્જન કરાશે. હજીરામાં 12 ક્રેન 24 ફોર ક્લિપની સુવિધા અપાશે.અહીંની કંપનીઓ 12 ક્રેન, 24 ફોર કલીપ લિફ્ટ બોટ ફ્રી આપશે મગદલ્લા 2 ક્રેન 12 તજી13 બોટ લિફ્ટ લાઈટ સ્ટેન્ડની સુવિધા પણ આપશે. જણાવી દઈએ કે ગયા વર્ષે ડુમસમાં 2400 અને હજીરામાં 4000 મોટી પ્રતિમાઓનું વિસર્જન થયું હતું.

ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે 20 કૃત્રિમ ઓવારા બનાવાયા
દર વર્ષની જેમ ચાલુ વર્ષે તંત્ર દ્વારા ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે વિવિધ ઝોનમાં કૃત્રિમ ઓવારા બનાવ્યા છે. તંત્ર દ્વારા શહેરના વિવિધ ઝોનમાં 20 કૃત્રિમ ઓવારા બનાવવામાં આવ્યા છે. અઠવા ઝોનમાં ડુમસ ગામના કાંદી ફળિયામાં 2, મગદલ્લામાં 1, સેન્ટ્રલ ઝોનમાં ડક્કા ઓવારા પર 1, વરાછા ઝોન-એમાં પુણામાં 1, વરાછા ઝોન-બીમાં સરથાણા વીટી સર્કલ નજીક અને મોટા વરછા રામચોક પાસે 1-1, લિંબાયત ઝોનમાં નંદનવન રો હાઉસ તરફ જતા રોડ પર 1 અને મગોબમાં રાજ ટેક્સટાઈલ્સની બાજુમાં 1, જ્યારે ઉધના ઝોન-એમાં ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે 1, ખરવનગર જંકશન પાસે 1, ઉધના ઝોન-બીમાં શ્રી હરિ કોમ્પલેક્સની સામે 1 જ્યારે રાંદેર ઝોનમાં પાલ હજીરા રોડ પર નવી આરટીઓ ઓફિસની પાછળ 1, જહાંગીરપુરા 1, રામજી મંદિર ઓવારા 1, બાપુનગર ઓવારા 1 પર વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત કતારગામ ઝોનમાં કોસાડ ફાયર સ્ટેશનની પાછળ 1, સિંગણપોર રોડ કોઝવે પાસે 1, વણઝારાઆવાસ ઓવારા 1 અને અમરોલી બ્રિજ પાસે લંકા વિજય ઓવારા પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Most Popular

To Top