World

ખાલિસ્તાનીઓએ કેનેડામાં તિરંગાને ફાડી ભારતનું અપમાન કર્યું

નવી દિલ્હી: ખાલિસ્તાની (Khalistan) લીડર હરદીપ નિજ્જરની હત્યા (HardipNijjarMurder) બાદથી કેનેડામાં (Canada) ભારત (India) વિરોધી વાતાવરણ ઉભું થયું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાની શંકા વ્યક્ત કર્યા બાદ માહોલ વધુ બગડ્યો છે. હવે ખાલિસ્તાની સમર્થકો રસ્તા પર ઉતરી ભારતનો વિરોધ (Protest) કરી રહ્યા છે.

સોમવારે કેનેડાના વાનકુંવરમાં આવા જ એક વિરોધ પ્રદર્શનમાં ભારતીય તિરંગાનું અપમાન કરવામાં આવ્યું છે. એલાન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ બોલાવેલા વિરોધ પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓએ ભારતીય ધ્વજ તિરંગાને ફાડી તેનું અપમાન કર્યું હતું.

ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા ભારત વિરોધ પ્રદર્શનો કરવા હાંકલ કરાઈ છે તેના ભાગરૂપે સોમવારે વાનકુંવર ખાતે પહેવું વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં કેટલાંક ખાલિસ્તાની સમર્થકો ભારતીય દુતાવાસની બહાર બેગા થયા હતા. તેઓએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ખાલિસ્તાનના સમર્થનમાં દેખાવો કર્યા હતા અને ભારતીય તિરંગાને ફાડી તેનું અપમાન કર્યું હતું.

પ્રદર્શનકારીઓ તિરંગાનું એક મોટું બેનર લાવ્યા હતા, જેને ખાલિસ્તાની સમર્થકોએ જમીન પર પાથર્યું હતું અને તેના પર ચાલ્યા હતા. તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર લગાવી તેમનું પણ અપમાન કરાયું હતું.

ખાલિસ્તાનીઓનું વિરોધ પ્રદર્શન ફ્લોપ રહ્યું, માત્ર 30 લોકો જ સામેલ થયા
પન્નુએ કેનેડામાં ભારત વિરોધી પ્રદર્શનો કરવા ખાલિસ્તાની સમર્થકોને હાંકલ કરી હતી. પન્નુએ જ ભારતીય દૂતાવાસની બહાર દેખાવો કરવા એલાન કર્યું હતું. આ પ્રદર્શનમાં સેંકડો લોકો પહોંચશે તેવી ધારણા હતી પરંતુ એવું થયું નહીં. માત્ર 30 લોકો જ વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. એક રીતે આ વિરોધ પ્રદર્શન નિષ્ફળ રહ્યું હતું. પ્રદર્શનકારીઓએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પર જૂતા મારી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

પ્રદર્શનકારીઓના ચહેરા ઓળખી ભારત સરકાર તેમના કાર્ડ રદ કરશે
જાણકારોના મત મુજબ ભારત સરકારના કેનેડા તરફના કડક વલણ બાદ ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાની સમર્થકોની ભીડ ઘટી રહી છે. ભારત સરકાર દ્વારા લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયના લીધે આમ બન્યું છે. વાત એમ છે કે, ભારત સરકારે હાલમાં વિરોધ કરી રહેલા ખાલિસ્તાની સમર્થકોની ભીડમાં ચહેરાઓને ઓળખવાનું કામ શરૂ કર્યું છે. ભારત સરકાર આ તમામ દેખાવકારોના OCI કાર્ડ રદ કરવા જઈ રહી છે. OCI એટલે ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા, જે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને બેવડી નાગરિકતા પ્રદાન કરે છે. હવે વિદેશમાં સ્થાયી થયેલા ખાલિસ્તાની સમર્થકો ભારત પરત નહીં આવી શકે તેવા ડરથી ખુલ્લેઆમ આગળ આવવાનું ટાળી રહ્યા છે.

Most Popular

To Top