National

કેનેડાથી નારાજ મોદી સરકારની કડક કાર્યવાહી, વિઝા સર્વિસ અંગે લીધો ચોંકાવનારો નિર્ણય

નવી દિલ્હી: કેનેડાના (Canada) વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ (PMJustinTrudo) ભારત (India) પર ખાલિસ્તાની (Khalistani) આતંકવાદી (Terrorist) હરદીપ નિજ્જરની હત્યામાં (HardeepNijjarMurder) સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો, ત્યાર બાદથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આ રાજદ્વારી વિવાદ વચ્ચે ભારત સરકારે હવે કેનેડિયનો માટે વિઝા સર્વિસ સ્થગિત (Visa Service Suspend) કરી દીધી છે.

રિપોર્ટ અનુસાર, BLS ઈન્ડિયા વિઝા એપ્લિકેશન સેન્ટરે ભારતીય મિશન દ્વારા જારી કરાયેલી નોટિસને ટાંકીને કહ્યું છે કે કેનેડામાં ભારતીય વિઝા સંબંધિત સર્વિસને આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. કેનેડામાં ભારત માટે વિઝા ફક્ત BLS ભારત દ્વારા ઈશ્યુ કરવામાં આવે છે. નોટિસમાં વધુમાં જણાવાયું છે કે ઓપરેશનલ કારણોસર ભારતીય વિઝા સર્વિસ 21 સપ્ટેમ્બર 2023 થી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. વધુ અપડેટ્સ માટે BLS ઇન્ડિયાની વેબસાઇટની મુલાકાત લેતા રહો.

છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે ભારતે કેનેડા સામે કડક કાર્યવાહી કરી છે. આ અગાઉ સોમવારે કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવી સિનીયર ભારતીય રાજદ્વારીને કેનેડામાંથી હાંકી કાઢવાનો આદેશ આપ્યો હતો, ત્યારે ભારતે પણ ‘ટિટ ફોર ટેટ’ની નીતિ હેઠળ સિનીયર કેનેડિયન રાજદ્વારીને પાંચ દિવસમાં ભારત છોડી જવા આદેશ આપ્યો હતો.

ત્યાર બાદ મંગળવારે કેનેડાની સરકારે એક એડવાઈઝરી જારી કરીને કેનેડિયન નાગરિકો માટે ભારતને અસુરક્ષિત જાહેર કર્યું હતું અને તેના નાગરિકોને સાવચેતી રાખવા જણાવ્યું હતું. જેનો જવાબ આપતા મોદી સરકારે કેનેડામાં રહેતા અથવા જવાનું વિચારતા ભારતીય નાગરિકો માટે પણ એડવાઈઝરી જારી કરી હતી. બુધવારે ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી કેનેડામાં ભારતીય નાગરિકોને સાવધાન રહેવા ચેતવણી આપી હતી.

Most Popular

To Top