ભારત ભૂમિમાં ગઇ કાલથી ગણેશોત્સવ શરૂ થઈ ગયો છે. આનંદનું વાતાવરણ બધે જ શેરીએ શેરીએ પાંડાળોમાં દેખાઈ રહ્યું છે.અને શ્રદ્ધા અને ભક્તિથી શ્રી ગણેશજીની પૂજા પાઠ આરતી થઈ રહ્યાં છે. મારો આનંદ પણ ભળ્યો છે.અને એક વાત યાદ આવી ગઈ. બેત્રણ વર્ષો પહેલાં રત્નાગીરી જવાનું થયું. ત્યાં ગયા એટલે મને બાળગંગાધર ટિળકજી યાદ આવી ગયા. રાષ્ટ્રપ્રેમથી ભરેલા શિક્ષિત અને સંસ્કારી અને એવા લોકમાન્ય ટિળકને નજીકથી માણવા હતાં. ૧૮૫૬ 23મી જુલાઇએ ૨૮ રત્નાગીરીમાં જન્મેલા અમે તો રિક્ષા કરી એમના ઘરને જોવા ઉપડી ગયા આજે તો ફક્ત યાદ રૂપી સ્મારક ઊભું છે.
તથા દ્વાર પર એમની મોટી મૂર્તિ ઊભી છે. આઝાદીના લડવૈયા અને .અંગ્રેજોની જે હુકમી સામે લડનાર અને ભારતની પ્રજાને અંગ્રેજો સામે લડવા માટે પ્રેરણાબળ પૂરું પાડનાર એવા લોકમાન્યટિળકે જાહેર ગણપતિ મહોત્વ શરૂ કર્યો.એ બહાને બધાને એકત્રિત કરી સભા ભરીને જાહેરમાં ભાષણો કરી પ્રજા ને જગાડવા નો પ્રયત્ન કર્યો એક સૂત્ર આપ્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે. એલઇને જ રહીશ. લોકો એ ગાંઠે બાંધી આગનતીની ચળવળમાં હિંમતભર જોડાઇ ગયા. આખા ભારતમાં આ ગુંજનના નાદ ગુંજી ઊઠ્યા.
આખરે ૧૯૪૭માં આઝાદી મળી, આજે પણ ચાર ઘણી રીતે સાર્વજનિક ગણ્ પતિ ઉત્સવ ઉજવાય છે. મોટા મોટા દેશ પ્રેમને લગતા થીમ ના દર્શન થાય છે. ચંદ્રયાન-૩નું થીમ ઠેર ઠેર દેખાઈ રહ્યું છે. રકતદાન કેમ્પ યોજાય છે. યોગાના દર્શન થાય છે. સૈનિકોને પ્રેરિત કરતાં થીમ પર આધારિત પાંડાળો-મંડપો સજાવાય છે. તથા અનેક સમાજ ઉપયોગી પ્રવૃતિઓ મંડપોમાં યોજાય છે. આ બધો યશ લોકમાન્ય ટિળકજીને જાય છે આખું ઘર મે ફરી ફરીને રત્નાગીરીમાં જોયું તેનો આનંદ પણ ખરો. દેશપ્રેમી રાષ્ટ્ર નેતાને મારા શત શત પ્રણામ
સુરત – જ્યા રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.