નવી દિલ્હી(NewDelhi) : સંસદના (Parliament) વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ છે. લોકસભામાં (Loksabha) આજે સવારથી નારી શક્તિ વંદન બિલ (NariShaktiVandanBill) પર ચર્ચા થઈ રહી છે. આ બિલને મોડો રજૂ કરવા મામલે કોંગ્રેસ (Congress) અને ભાજપ (BJP) વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે તો બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ (SoniaGandhi) બિલ પર પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે, આ બિલ સૌથી પહેલાં તેમના પતિ દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી લાવ્યા હતા.
સોનિયા ગાંધીએ કહ્યું કે, “રાજીવ ગાંધીનું (RajivGandhi) સપનું અત્યાર સુધી માત્ર અડધું જ પૂરું થયું છે, આ બિલ પાસ થવાથી તે પૂરું થશે. કોંગ્રેસ પાર્ટી આ બિલને સમર્થન આપે છે… હું દેશની મહિલાઓ વિશે એક પ્રશ્ન પૂછવા માંગુ છું. તેઓ રાજકીય જવાબદારીની રાહ જોઈ રહ્યા છે પરંતુ આ માટે કેટલા વર્ષ રાહ જોવી પડશે? કોંગ્રેસ માંગ કરે છે કે આ બિલ તાત્કાલિક લાગુ કરવામાં આવે અને તેની સાથે જાતિની વસ્તી ગણતરી પણ કરવામાં આવે.
લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું, મારા જીવનની આ એક કરુણ ક્ષણ છે. પ્રથમ વખત, સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી નક્કી કરતો બંધારણીય સુધારો મારા સ્વર્ગસ્થ પતિ અને દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી દ્વારા લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ પૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહા દ્વારા પણ બિલ પ્રસ્તુત કરાયો હતો. રાવની સરકાર દરમિયાન કોંગ્રેસ દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું હતું, જેનું પરિણામ એ છે કે આજે દેશભરની સ્થાનિક સંસ્થાઓમાં આપણી પાસે 15 લાખ ચૂંટાયેલી મહિલા નેતાઓ છે.
કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથીઃ જાવડેકર
બીજેપી સાંસદ પ્રકાશ જાવડેકરે મહિલા આરક્ષણ બિલને લઈને કહ્યું કે તેના પર ક્રાંતિ થઈ હોવાનો કોઈ પ્રશ્ન નથી. 2010માં કોંગ્રેસ પાર્ટી મહિલા આરક્ષણ બિલ લાવી હતી, ભાજપે પણ તેનું સમર્થન કર્યું હતું પરંતુ લોકસભામાં આ બિલ પાસ કરાવવાની તેમની હિંમત નહોતી. હવે જે મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે તે દર્શાવે છે કે અન્ય કોઈ મુદ્દો નથી.
50 ટકા રાજ્યોમાંથી મંજૂરી લેવી પડશે
સંસદ દ્વારા પસાર કરવામાં આવે અને કાયદાનું સ્વરૂપ લે તે પહેલાં આ બિલ માટે 50 ટકા રાજ્યોની એસેમ્બલીમાંથી મંજૂરીની જરૂર પડશે. બંધારણ સંશોધન બિલ હોવાને કારણે કલમ 368 હેઠળ આવું કરવું ફરજિયાત છે.