ભરૂચથી સુરત અને સુરતથી ભરૂચ તરફ જતી મોટા ભાગની ટ્રેનના હજારો મુસાફરો અટવાયા
રતલામ પાસે અમરગઢ અને પાંચ પિપલિયા વચ્ચે એક તરફનો રેલ વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે
સુરત: મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસેલા અતિ ભારે વરસાદને પગલે નર્મદા નદી તેનું ભયજનક લેવલ વટાવી ચૂકી છે, જેના પગલે ભરૂચથી અંકલેશ્વર વચ્ચે આવેલા નર્મદા નદી ઉપરના રેલવે બ્રિજ પર રેલ વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. મોડી રાત સુધી રેલ વ્યવહાર બંધ થવાને કારણે હજારો મુસાફરો અટવાઈ પડ્યા હતા. જેને કારણે ભરૂચથી સુરત તરફ અને સુરતથી ભરૂચ તરફ જતી અનેક ટ્રેન થંભી જવા પામી છે. ઉત્તર ભારત અને અમદાવાદ તરફ જતી અને વડોદરા તરફથી આવતી ટ્રેનો જ્યાં છે ત્યાં જ થોભાવી દેવામાં આવી છે.
રતલામ પાસે અમરગઢ અને પાંચ પિપલિયા રેલવે સ્ટેશન પાસે ભારે વરસાદના કારણે એક ટ્રેક પર ટ્રેનોની અવર-જવર બંધ કરાઈ છે. જેના કારણે સુરતથી પસાર થતી અનેક ટ્રેનોને અસર પહોંચી હતી જ્યારે કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી.
રેલવે વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર 16 સપ્ટેમ્બરે બરૌનીથી નીકળેલી બરૌની-બાંદ્રા એક્સપ્રેસ રતલામ-અજમેર, પાલનપુર, અમદાવાદ-વડોદરા થઈને જશે, 17 મી સપ્ટેમ્બરે મિરજથી નીકળેલી મિરજ-હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ કલ્યાણ, ભુસાવલ, ઇટારસી, ભોપાલ, ગ્વાલિયર થઈને જશે. 16 સપ્ટેમ્બરે બિકાનેરથી નીકળેલી અમદાવાદ-બાંદ્રા વચ્ચે રદ કરી દેવામાં આવી છે. 17 મી સપ્ટેમ્બરે ઉદયપુરથી નીકળેલી ઉદયપુર-બાંદ્રા એક્સપ્રેસ હિંમતનગર, અસારવા, અમદાવાદ-વડોદરા થઈને જશે.
17 સપ્ટેમ્બરે વેરાવળથી રવાના થયેલી વેરાવળ-જબલપુર એક્સપ્રેસ વડોદરા, સુરત, જલગાંવ, ભુસાવલ, ઇટારસી થઈને જશે. 17 મી સપ્ટેમ્બરના રોજ બાંદ્રાથી રવાના થયેલી બાંદ્રા-હરીદ્વાર એક્સપ્રેસ વડોદરા, અમદાવાદ, ભરતપુર, મથુરા થઈને જશે. 17 મી સપ્ટેમ્બરે મુંબઈથી નીકળેલી મુંબઈ-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ ભેસ્તાન, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઇટારસી, ભોપાલ, ગ્વાલિયર આગ્રા થઈને જશે. 17 મી તારીખે બાંદ્રાથી રવાના થયેલી બાંદ્રા-વૈષ્ણોદેવી કટરા સ્વરાજ એક્સપ્રેસ ભેસ્તાન, નંદુરબાર ભુસાવલ, ખંડવા, ઇટારસી,ભોપાલ,ગ્વાલિયર આગ્રા થઈને જશે. 17 મી તારીખને બરૌનીથી નીકળેલી બરૌની-બાંદ્રા અવધ એક્સપ્રેસ રતલામ, ચિત્તૌડગઢ, અજમેર, પાલનપુર, વડોદરા થઈને જશે. 17 મી તારીખની જયપુર-મુંબઈ એક્સપ્રેસ જયપુર, અજમેર, પાલનપુર, અમદાવાદ,વડોદરા થઈને જશે.
17 મી તારીખની અમૃતસર-કોચુવેલી એક્સપ્રેસ નાગદા, ભોપાલ, ઇટાસરી, જલગાંવ, કલ્યાણ, પનવેલ, રોહા થઈને જશે. 16 મી તારીખે કોચુવેલીથી રવાના થયેલી કોચુવેલી-ચંદીગઢ એક્સપ્રેસ ભેસ્તાન, નંદુરબાર,ભુસાવલ, ગ્વાલિયર, આગ્રા થઈને જશે. 16 મી તારીખે અમૃતસરથી રવના થયેલી અમૃતસર-મુંબઈ ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ નાગદા, ઉજ્જૈન, ભોપાલ, જલગાંવ, ભેસ્તાન થઈને મુંબઈ જશે.
16 મી તારીખે જયપુરથી નીકળેલી જયપુર-યશવંતપુર એક્સપ્રેસ વાયા રતલામ, ચિત્તોડગઢ, ઉદયપુર, અમદાવાદ, વડોદરા થઈને જશે. 16 મી તારીખે અમદાવાદથી નીકળેલી અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ વડોદરા, સુરત, જલગાંવ, ઇટાસરી, ભોપાલ, બીના થઈને જશે. 17 સપ્ટેમ્બરે રવાના અમદાવાદથી રવાના થયેલી 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ વડોદરા, સુરત, જલગાંવ, ઇટારસી, ભોપાલ,બીના થઈને જશે. 16 મી તારીખે ગાંધીધામથી રવાના થયેલી ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ વડોદરા, સુરત, જલગાંવ, ભુસાવલ, ઇટારસી, ભોપાલ, બીના થઈને જશે. 16 મી સપ્ટેમ્બરે રવાના થયેલી ટ્રેનનંબર હઝરત નિઝામુદ્દીન, એર્નાકુલમ એક્સપ્રેસ નાગદા, ભોપાલ, ઇટારસી, જલગાંવ, પનવેલ થઈને જશે. 16 મી સપ્ટેમ્બરે અમૃતસરથી રવાના થયેલી અમૃતસર-મુંબઈ એક્સપ્રેસ નાગદા, ભોપાલ, ઇટારસી, જલગાંવ, સુરત થઈને જશે. 16 મી સપ્ટેમ્બરે શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થયેલી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ નાગદા, ભોપાલ, ઇટારસી, જલગાંવ, સુરત થઈને જશે.