સુરત કામરેજ (Surat Kamrej) તાલુકાના ધોરણ પારડી ગામ નજીક ટ્રક અને ડંપર વચ્ચે વિચિત્ર અકસમાત (Accident) સર્જાયો હતો. અકસ્માત સર્જાતા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. અસ્માત બાદ ટ્રક નજીકમાં આવેલી હોટેલના (Hotel) પાર્કિંગમાં ઘૂસી ગયો હતો જેને કારણે ગ્રાહકો અને માલિકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ નોંધાય ન હતી. આખી ઘટનામાં CCTV ફૂટેજ સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. નજરે જોનારાઓએ કહ્યું હતું કે ભગવાને બચાવ્યા નહિંતર મોટી દુર્ઘટના થઈ ગઈ હોત.
- ધોરણ પારડી હાઇવે પર ટ્રક અને ડંપર વચ્ચે વિચિત્ર અકસ્માત : ટ્રક નજીકની હોટેલમાં ઘુસી ગયો : CCTV સામે આવ્યા
- હોટેલ ના ગ્રાહક અને કર્મચારીઓએ કહ્યું જીવનનો કોઈ સમય નક્કી નથી, ચમત્કાર જ આવા અકસ્માતમાં બચાવી જાય છે
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ધોરણ-પારડી પાસે ટ્રકે ડમ્પરને ધડાકાભેર અડફેટે લેતા નેશનલ હાઇવે પર ચક્કાજામ થઈ ગયો હતો. સતત વધતા જતા અકસ્માતના બનાવોને લઈ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આજ રોજ કામરેજ તાલુકાના ધોરણ-પારડી ગામ નજીક ઘલા ગામ તરફથી આવી રહેલુ બમ્પર નેશનલ હાઇવે ક્રોસ કરી રહ્યું હતુ. દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલા ટ્રકે ધડાકાભેર ડમ્પરને ટક્કર મારી દીધી હતી. જે જોઈને રાહદારીઓના હોશ ઊંડી ગયા હતા. અસ્માતગ્રસ્ત ટ્રક સીધું નજીકમાં આવેલી એક હોટેલના પાર્કિંગમાં ઘૂસી ગયું હતું. સદનસીબે કોઇ જાનહાનિ નોંધાય ન હતી. પરંતુ હોટેલમાં કામ કરતા કર્મચારીઓ અને ગ્રાહકોના જીવ તળિયે ચોંટી ગયા હતા. એટલું જ નહીં પણ અકસ્માતને નજરે જોનારાઓએ કહ્યું હતું કે જીવનનો કઈ સમય નક્કી હોતો નથી. બસ ચમત્કાર થવો જોઈએ તો જ આવા અકસ્માતમાં જીવ બચી શકે છે.
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. હોટેલ નજીક અસ્માત સર્જાતા થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી. સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. પોલીસ દ્વારા હાઇવે પર ટ્રાફિક હળવો થાય એ દિશામાં કામગીરી હાથ ધરી હતી. ત્યારે અકસ્માતની ઘટના એક CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રસ્તો ક્રોસ કરતા ડંપરને ટ્રકે ટક્કર મારતા ડમ્પર સ્હેજે ઉંધુ વળતા બચી ગયું હતું. જોકે ડંપરમાં નુકસાન થયું હતું જ્યારે ટ્રકનો આગળનો ભાગ પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો.