પારડી: (Pardi) પારડી તાલુકામાં પુત્રએ (Son) પિતાને (Father) પેટમાં ચાકુ મારવાની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ઘાયલ પિતાએ પારડી પોલીસ મથકે (Police Station) પિતાએ તેના પુત્ર વિરુદ્ધ ફરિયાદ કરી પિતાને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
- પારડીના ડુમલાવ ગામમાં પુત્રએ પિતાને ચપ્પુના ઘા ઝીંકી દીધા
- અલગ રહેતા માતા-પિતા વચ્ચે સમાધાનની બેઠકની જાણ થતા પુત્રએ ઝઘડો કરી પિતાનું ગળું દબાવી માર માર્યો
આ સમગ્ર ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વધુ વિગતો મુજબ, પારડી તાલુકાના ડુમલાવ ગામે પારસી ફળિયામાં રહેતા બિપીનભાઈ ગુલાબભાઈ પટેલની પત્ની સરોજબેન સાથેની તકરારના કારણે કંટાળીને છેલ્લા 1 વર્ષથી અલગ રહેતા હતા. જેને લઈને ગતરોજ તેમના સંબંધીઓએ બંને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવા માટે એક બેઠક રાખી હતી. જે બાબતે બિપીનભાઈના પુત્ર જયદીપને આ બાબતે જાણ થતા તેણે તેના પિતા બિપીનભાઈ સાથે ઝઘડો કર્યો હતો. પિતાનું ગળું દબાવી, મોઢાના ભાગે ધક્કામુક્કીનો માર માર્યો હતો.
જયદીપ એકદમ ઉશ્કેરાઈ જઇ રસોડામાંથી ચાકુ લાવી પિતા બિપીનભાઈના પેટના ભાગે મારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ બિપીનભાઈના મિત્રોએ તાત્કાલિક પારડીની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ બાદ બિપીનભાઈએ તેના પુત્ર જયદીપ વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ પોલીસે હાથ ધરી છે.
વાંસકુઈ ગામના ખેતરોમાંથી મોટરના કેબલો ચોરાયા
વાંસદા : વાંસદા તાલુકાના વાંસકુઈ ગામના કેટલાક ખેડૂતોના ખેતરોમાંથી સબમર્સીબલ મોટરના કિંમતી કેબલો કાંપી નાખી અજાણ્યા ઇસમો ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે. વાંસકુઈ ગામે ડુંગરી નજીક આવેલા ખેતરોમાં ખેડુતોએ પોતાના પાણીના બોર માટે લગાવેલા કિંમતી કેબલ રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાપી નાખી ચોરી જતાં ગરીબ પરિવારના ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાની નોબત આવી હતી. તેમજ અન્ય ખેડૂતોને પણ પોતાના ખેતરોમાંથી મોટરના કેબલો ચોરી થવાની ચિંતાઓ ઊભી થતા તેઓ ગામના સરપંચ સહિત ખેડૂતોએ વાંસદા પોલીસ મથકે કેબલ ચોર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. વાંસદાના ઢોલુંબર, લિંબારપાડા, કંસારિયા ગામેથી પણ કેબલ ચોરી થઈ હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું હતું. વાંસદા પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી આવા ચોરટાઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે એવી સરપંચ સહિત ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.