SURAT

સુરતના અમરોલીમાં 60 વર્ષના વૃદ્ધે 17 વર્ષની કીશોરી સાથે અડપલા કરી છેડતી કરી

સુરત: (Surat) અમરોલી ખાતે રહેતા 60 વર્ષીય વૃદ્ધે જે હોટલમાં (Hotel) જમવા જતો ત્યાં ઓળખીતી મહિલાની 17 વર્ષની દિકરીને ફોન (Phone) કરીને પરેશાન કરતો હતો. બે દિવસ પહેલા હોટલમાં આ કીશોરી સાથે શારીરિક અડપલા (Abuse) કરતા તેની સામે અમરોલી પોલીસે છેડતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

  • અમરોલીમાં 60 વર્ષના વૃદ્ધે 17 વર્ષની કીશોરી સાથે શારિરીક અડપલા કરી છેડતી કરી
  • વૃદ્ધ જે હોટલમાં જમવા જતો ત્યાં કીશોરીની માતા સાથે પરીચયમાં હતો

અમરોલી પોલીસે કોસાડ અલખ ટેક્ષટાઇલ્સ વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા 60 વર્ષીય મંજીભાઇ ઉર્ફે ભાભા રામજીભાઇ નાવડીયાની સામે 17 વર્ષીય કીશોરીની છેડતીની ફરિયાદ નોંધી છે. મળતી માહિતી મુજબ કીશોરીની માતા અંજલી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી એક નાની હોટલમાં કામ કરે છે. આ કીશોરી તેની માતાને મદદરૂપ થાય છે. આ વૃદ્ધ હોટલમાં જમવા માટે આવે છે. જેથી કીશોરીની માતાનો નંબર તેની પાસે છે. દરમિયાન છેલ્લા દોઢેક મહિનાથી વૃદ્ધ કિશોરીને ફોન કરીને પરેશાન કરતો હતો.

કીશોરીને ચલની મારી સાથે ફરવા જઈએ, મારી સાથે ફરવા ક્યાં આવે છે તેમ પુછતો હતો. દરમિયાન બે દિવસ પહેલા કીશોરીના છાતીના ભાગે, જાંગના ભાગે તથા પગની પાનીના ભાગે હાથ ફેરવી શારીરીક અડપલા કર્યા હતા. કીશોરીએ આ અંગે તેની માતાને જાણ કરતા અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વૃદ્ધની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

આંજણા ફાર્મમાં બાંધકામ નહી તોડાવાના બદલામાં બિલ્ડર પાસે પાંચ લાખની ખંડણી માંગી
સુરત: આંજણા ફાર્મ શાંતીનગર ખાતે આવેલા લુમ્સના ખાતાનું બાંધકામ નહી તોડવાના બદલામાં બિલ્ડર પાસેથી રૂપિયા 5 લાખની ખંડણીની માંગી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર કથીત પત્રકાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પૂણા સંજયનગર સોસાયટીમાં રહેતા 34 વર્ષીય ઈસ્લામ જમીલ પઠાણ કન્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઈસ્લામભાઈની ભાગીદારીમાં આંજણા ફાર્મ શાંતીનગર ખાતે ખાતા નં-૧૩૧માં બાંધકામ ચાલે છે. આ બાંધકામની સાઈટ અંગે પરેશ કવાલી નામના યુવકે ઓગસ્ટ મહિનામાં મનપામાં આર,ટી.આઈ કરી પોતાની મનપાના અધિકારીઓ સાથે સારા સંબંધ હોવાનુ કહી ચીમકી આપી હતી. અને બાંધકામ નહી તોડાવવાના બદલામાં રૂપિયા 5 લાખની ખંડણીની માંગણી કરી હતી. અને આ પૈસા માટે અવાર નવાર ભારે દબાણ કરતો હતો. ઈસ્લામ પઠાણના ભાગીદારને ગાળો આપતો હતો. પૈસા નહી આપે તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપતો હતો. આખરે ઈસ્લામ પઠાણે ગઈકાલે પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top