સુરત: (Surat) મરીન પોલીસ સ્ટેશનના (Police Station) એએસઆઈ સુરેશભાઈએ દારૂના (Alcohol) નશામાં રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા બાબતે હોબાળો કરી સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું હતું. રાંદેર પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.
- રાંદેર પોલીસ સ્ટેશનને મરીન પોલીસ સ્ટેશનના એએસઆઈ સુરેશભાઈએ દારૂ પીને માથે લીધું
- તેમનો પુત્ર મિત્રની બાઈક ચોરીની ફરિયાદ આપવા જતા ઉદ્ધટ વર્તન કર્યુ
- તારાથી થાય તે કેસ કરી લે તેમ કહીને અભદ્ર વર્તન કર્યું
રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ લીલાબેને સુરેશભાઈ ગોમાનભાઈ ચૌહાણે (ઉ.વ.52, રહે.શ્રીજીનગરી સોસાયટી, જહાંગીરાબાદ, રાંદેર) ની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે તેઓ ફરજ પર હાજર હતા ત્યારે 3 પુખ્ત વયના છોકરાઓ તેમના ટેબલ પાસે આવ્યા હતા. જે પૈકી એક છોકરાએ મારા પપ્પા સુરેશભાઈ પોલીસમાં નોકરી કરે છે. તમે મારી ફરિયાદ કેમ લેતા નથી તેમ કહ્યું હતું. લીલાબેને ફરિયાદ બાબતે પુછતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેના મોબાઈલથી વીડીયો ઉતારવા લાગ્યો હતો.
તેને વીડીયો ઉતારવાની ના પાડતા લીલાબેન અને બીજા મહિલા લોકરક્ષક કાજલબેન સાથે ગેરવર્તન કરી હતી. થોડીવાર પછી એક ભાઈ ઘાટા પાડતો આવ્યો હતો. તેને પીએસઆઈ એચ.એન.પરમારે સમજાવવા છતા તે માનવા રાજી નહોતા. અને હુ પોલીસવાળો છુ તમને બધાને જોઈ લઈશ તેમ ઘાટા પાડતા હતા. તેમની સાથે પત્ની અને દિકરી પણ આવી પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. પીઆઈ અને પીએસઆઈ બીએસ પરમારે તેમને સમજાવવા જતા તેમની સામે બુમો પાડીને તારાથી થાય તે કેસ કરી લે તેમ કહીને અભદ્ર વર્તન કર્યું હતું. રાંદેર પોલીસે મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ સુરેશભાઈ સામે દારૂ પીધેલાનો કેસ કરી કાર્યવાહી કરી હતી.