સાગર(Sagar) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMNarendraModi) આજે મધ્યપ્રદેશના (MP) સાગરના બીનામાં બીપીસીએલ (BPCL) રિફાઈનરીમાં (Refinery) રૂપિયા 50 હજાર કરોડના ખર્ચે નિર્માણ પામનારા પેટ્રોકેમિકલ પ્લાન્ટનો (Petrochemical) શિલાન્યાસ કર્યો હતો.
રિફાઈનરીથી 3 કિ.મી. દૂર હડકલખાટી ગામમાં એક સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ વિપક્ષના ગઠબંધનને ઘમંડીઓની ટોળકી કહી હતી. તેમણે કહ્યું, અહંકારી ગઠબંધન સનાતનનો નાશ કરવા ઈચ્છે, પરંતુ તેઓ ભુલી ગયા કે ગાંધીજીના (Gandhiji) છેલ્લા શબ્દો હતા ‘હૈ રામ..’ ગાંધીજી જીવનભર સનાતનના પક્ષમાં રહ્યા હતા.
મોદીએ સભા સ્થળેથી જ 1800 કરોડ રૂપિયાના ઔદ્યોગિક પ્રોજેક્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. જેમાં નર્મદાપુરમનો એનર્જી અને રિન્યુએબલ એનર્જી પ્રોડક્શન ઝોન, આઈટી પાર્ક-3 અને 4 ઈન્દોર, મેગા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક રતલામ અને 6 ઈન્ડસ્ટ્રીયલ પાર્ક્સ (નર્મદાપુરમ, ગુના, શાજાપુર, મૌગંજ, અગર-માલવા અને મકસી)નો સમાવેશ થાય છે.
6 મહિનામાં વડાપ્રધાનની મધ્યપ્રદેશની આ છઠ્ઠી મુલાકાત છે. આ પહેલા 12 ઓગસ્ટે તેઓ સાગર આવ્યા હતા અને સંત રવિદાસ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. મોદીએ કહ્યું, આઝાદીના આ સુવર્ણકાળમાં દરેક દેશવાસીએ ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ લીધો છે. આ સંકલ્પને હાંસલ કરવા માટે ભારત આત્મનિર્ભર બને તે જરૂરી છે. વિદેશમાંથી ઓછામાં ઓછી વસ્તુઓ આયાત કરવી પડે છે. આજે ભારત માત્ર બહારથી પેટ્રોલ અને ડીઝલની આયાત કરતું નથી, પેટ્રોકેમિકલ ઉત્પાદનો માટે પણ આપણે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડે છે.
આજે બીના રિફાઈનરીમાં પેટ્રો કેમિકલ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ ભારતને આવી વસ્તુઓના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે કામ કરશે. ઘણા લોકોને ખબર નથી કે પ્લાસ્ટિકની પાઇપ, ડોલ-મગ, ખુરશી-ટેબલ, પેઇન્ટ, પેકિંગ મટિરિયલ, મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવવામાં પેટ્રોકેમિકલ્સ મોટી ભૂમિકા ભજવે છે.