સુરત(Surat) : શહેરના નવાગામ ડીંડોલી વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં ધો. 11માં ભણતા વિદ્યાર્થીએ અગમ્ય કારણસર આપઘાત (Suicide) કરી લીધો છે. પાડોશમાં રહેતો મિત્ર કેક (Cake) ખવડાવવા માટે આવ્યો ત્યારે વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હોવાની પરિવારને જાણ થઈ હતી.
- નવાગામ ડીંડોલીમાં ધોરણ-11 માં ભણતા વિદ્યાર્થીનો આપઘાત
- પાડોશી મિત્ર કેક ખવડાવવા આવ્યો ત્યારે મીત પંખા પર લટકતો મળી આવ્યો
- મૃતકના પિતાએ કહ્યું એક નો એક દીકરો હતો, ઓગસ્ટમાં નવી મોપેડ પણ અપાવી હતી
- દરેક ઈચ્છા પૂરી કરી છતાં આપઘાત કરી ગયો, આપઘાતનું કોઈ કારણ મળતું નથી
નવાગામ ડીંડોલીમાં ધોરણ-11 ના વિદ્યાર્થી એ રૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. એક નો એક પુત્ર ગુમાવનાર પીડિત મનોજભાઈ મોર્યા એ જણાવ્યું હતું કે દરેક ઈચ્છાઓ પૂરી કરતો હતો. ઓગસ્ટમાં નવી મોપેડ પણ અપાવી હતી. રાત્રીના ભોજન બાદ રૂમમાં જાઉં છું કહી ને ગયેલો દીકરો પંખા પર લટકતી હાલતમાં જોઈ હૃદય બેસી ગયું હતું. આપઘાતનું કોઈ કારણ મળતું નથી. પાડોશીના દીકરાના જન્મ દિવસની કેક માટે દરવાજો ન ખખડાવ્યો હોત તો આજે સવારે જ દીકરા ના આપઘાતની ખબર પડી હોત.
મનોજ મોર્યા (પીડિત પિતા) એ જણાવ્યું હતું કે તેઓ યુપીના રહેવાસી છે. સુરતમાં વર્ષોથી પરિવાર સાથે રહે છે. કાપડ માર્કેટમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. ચાર રૂમના ઘરના એક રૂમમાં એક નો એક દીકરો મીત રહે છે. રાત્રીના ભોજન બાદ રૂમમાં અભ્યાસ માટે જાઉં છું કહી ને ગયેલો દીકરી 20 મિનિટ બાદ દરવાજો ખખડાવતા પણ ન ખોલતા બારીમાંથી ડોક્યુ કરતા પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈ હૃદય બેસી ગયું હતું.
વધુમાં જણાવ્યું હતું કે મીત ધોરણ-11 નો વિદ્યાર્થી હતો. 10 માં બે વાર નાપાસ થયા બાદ પણ એને ક્યારેય ઠપકો આપ્યો નથી. જે માંગતો તે અપાવતો હતો. એની દરેક ઈચ્છા પૂરી કરવા રાત-દિવસ મહેનત કરતો હતો. ઓગસ્ટ મહિનામાં નવું મોપેડ પણ અપાવ્યું હતું. સોમવારની રાત્રે ભોજન કર્યા બાદ રૂમમાં ગયો હતો. પાડોશી મિત્ર ના જન્મ દિવસની કેક ખવડાવવા દરવાજો ખખડાવ્યો હતો. જોકે દરવાજો નહીં ખોલતા બારી તોડી અંદર ડોક્યુ કર્યું તો મીત પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. આખું પરિવાર પત્ની-દીકરી આ જોઈ લોહીના આંસુએ રડી રહ્યા હતા. એક નો એક દીકરો અને બહેને એક નો એક ભાઈ ગુમાવ્યો હતો. મીતના આપઘાત નું કોઈ કારણ જાણી શકાયું નથી. હાલ પોલીસ તપાસ કરી રહી છે.