સુરત: સુરતમાં એક હોટેલ માલિક(restaurant owner) ગ્રાહક (Customer) સાથે થયેલી તકરાર બાદ હાથમાં ચપ્પુ-છરો લઈ ગ્રાહકને મારવા દોડી રહ્યો હોવાનો વીડિયો વાઇરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ ન નહિ પણ આ વાઇરલ વીડિયો ચોક બજાર (Chowk Bazar) વિસ્તારનો હોવાનું અને વેસ્ટર્ન સીક પરાઠા સેન્ટરની બહારનો હોવાનું દેખાય રહ્યું છે.
જોકે, નવાઈની વાત એ છે કે ગલી હોય કે મેઈન રોડ આવા તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોવાનું સ્પષ્ટ રીતે દેખાય રહ્યું છે. જો આ વાઇરલ વીડિયો ચોક બજાર વિસ્તારનો હોય તો ચોક બજાર પોલીસ સ્ટેશન, DCB અથવા પોલીસ સ્ટેશન માત્ર 500 મીટરમાં આવેલા છે. હાલ આ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
- ચોક બજાર વિસ્તારનો વાઈરલ વીડિયો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો
- લોકોએ કહ્યું, આવા તત્વો જ હોટેલ વ્યવસાયને બદનામ કરે છે, ગ્રાહક સાથે ચકમક એ રોજનું છે પણ આવુ કૃત્ય…
લોકો કહી રહ્યા છે તપાસ થવી જોઈએ અને હાથમાં છરો લઈ ગ્રાહકને ઓપરેટ કરતાં આવા તત્વોની દુકાન બંધ થવી જોઈએ નહિતર કોઈના પરિવારમાં માતમ છવાઈ જશે.
સ્થાનિક લોકોએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું હતું કે, આવું ક્યારેય કરાઈ નહિ અને કરતા હોય એને છોડાય નહિ, ગ્રાહક સાથે રોજની કચ કચ થતી જ હોય છે એટલે છરા લઈ ગળા કાપવા રોડ પર ઉતરી પડવું એ વેપારી નહિ કસાઈ જ કહેવાય.
આવા કેટલાક વેપારીઓને કારણે બીજા નાના-મોટા વેપારીઓ બદનામ થાય છે અને ગ્રાહક આવતા બંધ થઈ જાય એટલે આર્થિક નુકશાનમાં ગરી જતા હોય છે. હોટેલ માલિકની ગુંડાગીરી અને કાઉન્ટરની નીચેથી તિક્ષ્ણ હત્યાર એટલે કે ચપ્પુ-છરો લઈ ગ્રાહક પર તુટી પડતો સ્પષ્ટ દેખાય છે. કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે દાખલો બેસાડવો જોઈએ.