Vadodara

શ્રાવણના ત્રીજા સોમવારે શહેરમાં મહાદેવના મંદિરો બમ… બમ… ભોલેના નાદથી ગૂંજ્યા

વડોદરા: શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર સાથે નાગ પંચમીનું પણ સમન્વય હોઈ મહાદેવના મંદિરોમાં આજે ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને તેના અંતિમ ચારણ તરફ જઈ રહ્યો છે. ત્યારે આજે ત્રીજા સોમવાર અને નાગ પંચમીનો સંયોગ યોજાયો હતો. આજે સવારથી વિવિધ દેવાલયોમાં ભગવાન ભોળા શંભુ અને શિવલિંગ ઉપર ચઢાવેલ નાગનુ પૂજન કરવામાં આવ્યું હતું.
કેટલાક દેવાલયોમાં અલગ નાગની માટીની પ્રતિમા બનાવવામાં આવી હતી અને તેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સવારથી જ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી. અને ભોળાનાથ ઉપર જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. દેવાલય બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શ્રદ્ધાળુઓએ આસ્થાના પુષ્પો પ્રગટ કર્યા હતા.

ગણપતિ-નાગદેવતા સાથેનું ઘીના કમળ બનાવાયા
પવિત્ર શ્રાવણ માસમાં ઘીના કમળના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે. શિવાલયોમાં શ્રાવણ માસમાં ઘીના કમળ દર્શન માટે મુકવામાં આવતા હોય છે. દાંડિયા બજારમાં આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિર પરિસર માં વિજયગિરી ગોસ્વામી દ્વારા ઘી ના કમળ બનાવામાં આવે છે, દર વર્ષે શ્રાવણ માસમાં વડોદરા શહેરના વિવિધ મંદિરે મહાદેવ, પાર્વતી, ગણપતિ અને નાગદેવતા સાથેનું ઘીના કમળ બનાવાયા છે. ઘીના કમળ વનસ્પતિ ઘી થી બનાવવામાં આવે છે, આ શ્રાવણ માસ દરમિયાન 80થી ઉપર અલગ અલગ પ્રકારના મહાદેવ ના કમળ તૈયાર કરવામાં આવ્યા છે. વર્ષોથી ઘી ના કમળ ચઢાવવાની આ પ્રથાને જાળવવી જરૂરી છે કારણકે ભક્તોની લાગણીઓ પણ તેની સાથે જોડાયેલી છે. ઘીના કમળના દર્શન કરી ભક્તોએ .ધન્યતા અનુભવી હતી.

Most Popular

To Top