વડોદરા : લઘુમિત કોમની યુવતીઓના અન્ય ધર્મના યુવક સાથે સંબંધ હોય તેમની શોધીને આર્મી ઓફ મહેંદીના મેમ્બરો દ્વારા હેરાન પરેશાન કરાતા હતા. ત્યારે બંને કોમના યુવક યુવતીઓના સાથે વીડિયો વાઇરલ કરી શહેરમાં વૈમનસ્ય ફેલાવનાર પૈકી ઝડપાયેલા ત્રણને સેન્ટ્રલ જેમલમાં મોકલી અપાયા છે જ્યારે અન્ય પાંચના રિમાન્ડ ચાલી રહ્યા છે. અકોટા બ્રિજ નીચે ઉશ્કેરણીજનક વીડિયો બનાવી વાઇરલ કરનાર નવાપુરા જુુનેદ બાવરચીની ધરપકપડ કરાઇ છે. અન્ય ધર્મના યુવકો સાથે સંબંધ રાખતી હોય તેવી લઘુમતિ કોમની યુવતીઓને શોધીને આર્મી ઓફ મહેંદી અને લશ્કરે આદમ ગ્રૂપના સભ્યો દ્વારા હેરાન કરવામાં આવતી હતી.
તેમના અન્યધર્મના યુવક સાથે વીડિયો વાઇરલ કરીને બે કોમ વચ્ચે વર્ગવિગ્રહ ફેલાવાનો પ્રયાસ કરાયો હતો.જેમાં ગોત્રી પોલીસે અત્યાર સુધીમાં ગ્રૂપના આઠ જેટલા શખ્સોની ધરપકડ કરી મેળવવામાં આવ્યા છે. ઘટના પહેલા દિવસે પકડાયેલા ત્રણ આરોપીના રિમાન્ડ પૂરા થયા હતા. જેથી આરોપીઓએ નામદાર કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જોકે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી દ્વારા કરાયેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.
જેથી ત્રણેયની જ્યુડિશિયલ કસ્ટડીમાં વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે અન્ય પાંચ આરોપીઓ રિમાન્ડ પર હોય તપાસ ચાલૂ છે. આ કેસમાં નવ લોકો સામે અટકાયતી પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે અન્ય 35 લોકોની પૂછપરછ કરાઇ છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા શહેરના અકોટા બ્રિજ પાસે વીડિયો ઉતારી વાઇરલ કરનાર જુનેદ જાફર બાવરચી (ઉં.વ.20 રહે. નવાપુરા મહેબુબપુરા વડોદરા તથા કબીર કોમ્પલેક્ષ ખાટકીવાડ વડોદરા) ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા ગ્રૂપમાં 610 ગ્રૂપ મેમ્બરો જણાયાં
બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા ઇરાદા સાથે ગ્રૂપ બનાવી તેમાં વીડિયો અને ચેટ વાઇરલ કરાયા હતા. ક્રાઇમ બ્રાન્ય દ્વારા આ ગ્રૂપમાંથી લેફ્ટ થયેલા મેમ્બરો બાબતે ટેકનિકલ ઇન્ટિલજન્સની મદદથી તપાસ કરતા ગ્રૂપમાં 610 જેટલા મેમ્બરો હોવાનું જણાયું છે. હાલમાં ગ્રૂપમાં ટેક્ષચેટ તથા વીડિયો અંગે કોમેન્ટ કરતા એક્ટિવ ગ્રૂપ મેમ્બરોને શોધવાની તજવીજ ચાલુ છે.