શ્રીહરિકોટા(Shri Harikota): આદિત્ય એલ-1ના (Aditya-L1) સફળ લોન્ચિંગ (Launch) બાદ ચંદ્રયાન-3 (Chandrayan3) તરફથી સારા સમાચાર મળ્યા છે. આદિત્ય એલ 1ના લોન્ચિંગ બાદ ઈસરોના (ISRO) પ્રમુખ ડો. એસ. સોમનાથે (DrSSomnath) કહ્યું કે, ચંદ્રયાન 3નું રોવર પ્રજ્ઞાન (PragyanRover) અત્યાર સુધીમાં ચંદ્રની (Moon) સપાટી પર 101 મીટર ચાલી ચુક્યું છે. લેન્ડર વિક્રમ (VikramLander) અને રોવર પ્રજ્ઞાન બંને સારી સ્થિતિમાં છે. બંનેના તમામ પેલોડ્સ કામ કરી રહ્યાં છે.
આ અગાઉ રોવર પ્રજ્ઞાને વિક્રમ લેન્ડરની સુંદર ફોટો ખેંચ્યો હતો. રસ્તામાં આવતા ખાડાથી બચવા માટે તેણે દિશા પણ બદલી હતી. નેવિગેશન કેમેરાથી (NavCam) તે તસવીર લઈ રહ્યો છે. આ કેમેરાને લેબોરેટરી ફોર ઈલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS)એ બનાવ્યો છે. પ્રજ્ઞાન રોવરમાં એક તરફ આ બંને નેવકેમ ફીટ કરાયા છે. રોવરનું કુલ વજન 26 કિ.ગ્રામ છે. તે ત્રણ ફૂટ લાંબુ, અઢી ફૂટ પહોળું અને 2.8 ફૂટ ઊંચું છે. તે 6 વ્હીલ પર ચાલે છે.
ઈસરોએ 50×50 સ્કેલના આધારે ગ્રાફ તૈયાર કર્યો છે, આ ગ્રાફ ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. જેમાં દર્શાવે છે કે પ્રજ્ઞાન રોવર 101.4 મીટરનું અંતર ચાલ્યું છે. જણાવી દઈએ કે વિક્રમ લેન્ડર 23 સપ્ટેમ્બરે ચંદ્ર પર ઊતર્યું હતું. આ અંતર કાપવામાં રોવરને 10 દિવસનો સમય લાગ્યો હતો.
રોવરનું લક્ષ્ય એક ચંદ્ર દિવસ પૂરો થાય તે પહેલા 500 મીટરની મુસાફરી કરવાનું છે. તે સતત એક સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધી રહ્યું છે. જ્યાં સુધી તેને સૂર્યમાંથી ઊર્જા મળશે ત્યાં સુધી તે ચંદ્રની સપાટી પર સારી રીતે કામ કરશે. આગામી 5-6 દિવસ સુધી કામ કરે તેવી શક્યતાછે. ત્યાં સુધી રોવરનો કેમેરો ચંદ્રની સપાટી અને વિક્રમના ફોટોગ્રાફ્સ લેતો રહેશે.
સૂર્ય તરફ આદિત્ય L1નું સફળ લોન્ચિંગ
ISROનું સૂર્ય મિશન (SunMission) આદિત્ય-L1 (Aditya L1) આજે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના (AndhraPradesh) શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી (Shri Harikota Space Station) સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આદિત્ય એલ1 નું વજન 1480.7 કિલોગ્રામ છે. આદિત્ય અવકાશયાન લગભગ 4 મહિના બાદ લેગેન્જ પોઈન્ટ 1 (L1) પર પહોંચશે. તે લોન્ચ થયાના બરાબર 127 દિવસમાં તેના પોઈન્ટ L1 પર પહોંચી જશે. આ પોઈન્ટ પર પહોંચ્યા પછી આદિત્ય-એલ1 ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા મોકલવાનું શરૂ કરશે. આ પોઈન્ટ ગ્રહણથી પ્રભાવિત નથી, જેના લીધે અહીંથી સૂર્યનો સરળતાથી અભ્યાસ કરી શકાશે. આ મિશનનો અંદાજિત ખર્ચ 378 કરોડ છે.