Charchapatra

મોદી-વિરોધીઓએ પણ સ્વીકારવું પડે

નરેન્દ્રભાઇ મોદી હાલમાં આપણા દેશના વડાપ્રધાન છે. તેમના વિરોધીઓ તેમના અથવા તેમની સરકાર દ્વારા લેવાયેલા ખોટા નિર્ણયોનો વિરોધ કરે તે વ્યાજબી ગણાય કારણ ખોટા નિર્ણયો કે પગલાંનો યોગ્ય વિરોધ થવો જ જોઇએ પણ તેની સાથે તેમના સારા નિર્ણયો કે પગલાંનો સ્વીકાર ન કરો તો તે બરાબર ન કહેવાય. હાલમાં આપણા દેશમાં મહત્ત્વના બે જ રાષ્ટ્રીય પક્ષો છે. ભાજપ અને કોંગ્રેસ. હવે જો ઇતિહાસ જોશો તો સમજાશે કે કોંગ્રેસ પક્ષ પર નહેરુ કુટુંબ અને ગાંધી કુટુંબનું જ વર્ચસ્વ રહ્યું છે. એ બધું વારસાગત ચાલ્યું આવે છે, જ્યારે  નરેન્દ્ર મોદીની બાબતમાં તેમના વિરોધીઓએ પણ એ વાત સ્વીકારવી જ પડે કે તેમનાં કોઈ સગાં તેમના વડા પ્રધાનપદનો ગેરલાભ ઉઠાવતા નથી અને નરેન્દ્ર મોદીની નિવૃત્તિ પછી તેમનો કોઈ વારસદાર સત્તા પર આવવાનો નથી કે કોંગ્રેસની જેમ પક્ષને સંભાળવાનો નથી.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top