સુરત: ડુમસ (Dumas) અવધ ઉટોપિયા (Avadh Utopia) ખાતે સુરત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ઉપક્રમે IMACON SURAT-2023 કોન્ફરન્સનું (Conference) આયોજન કરવામાં આવ્યું છે. રવિવારના રોજ આયોજિત આ કૉન્ફરન્સમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતનામ ડૉક્ટરો પ્રેઝન્ટેશન આપશે, જેમાં મુંબઈ, દિલ્હીથી દસ જેટલા નિષ્ણાત તબીબો સહિત 28 તબીબો પોતાનું જ્ઞાન પીરસશે. તબીબોના જ્ઞાનમાં વૃધ્ધિ થઈ દર્દીને સારવાર ઉચ્ચત્તમ કક્ષાની મળી રહે તે હેતુથી આ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
ડો. વીનેશ શાહ (IMA સુરતના જનરલ સેક્રેટરી) એ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સમાં સુરતના 600થી વધુ તબીબો ભાગ લેશે. 27 વર્ષ બાદ પછી આ કૉન્ફરન્સમાં કોઈપણ જાતના ઝાકઝમાળ વગર ફકત એકેડેમિક મહત્વ આપવામાં આવશે.
વધુમાં જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં વિવિધ સ્પેશ્યાલીટીના તબીબો તેઓનું વક્તવ્ય આપશે. જેમાં સુરત ખ્યાતનામ પેટના રોગોના તબીબોની પેનલ ડૉ. મયંક કાળરાવાલા, ડૉ. ધવલ માંગુકિયા, ડૉ. જીગ્નેશ યેવરિયા, ડૉ. મોહિત સેઠીયા, ડૉ. રિંકલ કાકડીયા, પેટના દુ:ખાવા સંબંધિત રોગોના નિદાન અંગે ચચા કરશે. ડૉ. ધવલ પટેલ મગજ તથા કરોડરજ્જુની આધુનિક સર્જરીની માહીતી આપશે. ડૉ. ઉર્મિલા અન્નધા કીડનીના રોગો અંગે માહિતગાર કરશે.
વધુમાં ઉમેર્યું હતું કે, ક્રિટીકલ કેરના નવા સંશોધનો વિશે વિસ્તૃત માહીતી ડૉ. વૈશાલી સોલાઓ આપશે. ડૉ. શ્રીધર પીએસ કેન્સરની નવી રેડિએશનની પધ્ધતિ સાઈબરનાઈ વિશે માહીતી આપશે. ડૉ. જગદીશ સખીયા ચામડીના રોગોમાં લેસર ટ્રીટમેન્ટનું મહત્વ સમજાવશે. ડૉ. બીરવા દેસાઈ મોઢ આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ – આપણી નૌકરી પર કેવી રીતે અસર કરશે તે જણાવશે. ડૉ. નીશીલ શાહ સાંધાના રોગોની માહીતી આપશે.
વધુમાં કહ્યું હતું કે, ડાયાબિટીસના નવા સંશોધનો અંગે ડૉ. થશે લાપસીવાલા અને ડૉ. આશુતોષ શાહ પ્રકાશ પાડશે. કેન્સરની મેડિકલ ટ્રીટમેન્ટ અંગે ડૉ. કૌશલ પટેલ અને ડૉ. પ્રિતમ કટારીયા ઉદ્બોધન કરશે. ડૉ. કુનાલ શાહ, આર્થોસ્કોપા વિશે સમજણ આપશે. ડૉ. ધવલ દવે મગજના રોગોની માહીતી તથા ડૉ. જેની ગાંધી મગજના રોગો માટે રેડિયોલોજીનું મહત્વ જણાવશે, ડૉ, રવિ વાનખેડકર હોસ્પિટલો પડતી સમસ્યાઓ અંગે ચર્ચા કરી. મેડીકલેમમાં પડતી અડચણ અંગે ડૉ. મંગેશ પાટે સંબોધશે. હૃદય રોગ અંગે વકતવ્ય ડૉ. રાજીવ ખરવર અને ડૉ. મુદલ ધારોડ આપશે. રોબોટીક ઘૂંટણના સાંધાની રિપ્લેશમેન્ટ સર્જરી અંગે ડૉ. શ્યામ નાડેંગે તથા ડૉ. મનુ શર્મા ઘૂંટણના રોગોની માન્યતા અને ગેરમાન્યતા અંગે વિસ્તૃત ચર્ચા કરશે. ડૉ. એશા અરોરા ચૌધરી અને ડૉ. હસમુખ બલર લોહીના રોગોની વિસ્તૃત ચર્ચા કરશે. ડૉ. સુશીલ બીન્ધે છાતીના રોગોની ચર્ચા કરશે.
વધુમાં જણાવ્યું હતું કે, આ કૉન્ફરન્સને સફળ બનાવવા માટે ડૉ. યોગેશકુમાર દેસાઈ, ડૉ. વિનેશ શાહ, ડૉ. વિનોદ સી. શાહ, ડૉ. પ્રશાંત દેસાઈ(સીનીયર), ડૉ. હિરલ શાહ, ડૉ. દિપ્તી પટેલ, ડૉ. રમેશ જૈન, ડૉ. તરુણ ચાવડા, ડૉ. નેહા પટેલ, ડૉ. શૈલેષ ગાંધી, ડૉ. નવીન પટેલ, ડૉ. ગીરીશ મોદી, ડૉ. અશોક ડી. પટેલ, ડૉ. દિગંત શાસ્ત્રી, ડૉ. નીતીન ગર્ગ, ડૉ. હેમંત પટેલ, ડૉ. હરેશ ભાવસાર, ડૉ. દિપક તારાવાલા, ડૉ. પનીરા લાપસીવાલા, ડૉ. મનસુખ ગટીયાલા, ડૉ. સી. બી. પટેલ, ડૉ, હિરેન મકવાણા, ડૉ. રજનીકાંત પટેલ, ડૉ. ભૂપેશ ચાવડા, ડૉ. જગદીશ વધાસીયા, ડૉ. પારૂલ વડગામા, ડૉ. જાગૃતિ દેસાઈ, ડૉ. પ્રદેશ કૌપી, ડૉ. પરેશ મુન્શી, ડૉ. સી.ડી.લાલવાણી, ડૉ. નિકુંજ વિઠલાની, છૅ, નિધિ નેજા, ડૉ. હેતલકુમાર યાજ્ઞિક, ડૉ. રોનક નાગોરિયા, ડૉ. મનીષા જાવર, ડૉ. ધ્વની પટેલ, ડૉ. વિપુલ ચૌઘરી, ડૉ, પ્રશાંત કારીયા, ડૉ. મધુસુદન ઉમરજી, મેં, કે.એન. શેલડીયા, ડૉ. ધીરેન પટેલ, ડૉ. અરવિંદ પનવર, ડૉ. જયેશ ઠકરાર, . તુષાર પટેલ, ડૉ. કિરેન વૈદ્ય, ડૉ. દર્શન વાડેકર, ડૉ. પાર્થ મોઢએ ખૂબ જ જહેમત ઉઠાવી છે. કૉન્ફરન્સને સફળતાપૂર્વક પાર પાડવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન, હેડ કવાટર, ન્યુ દિલ્હીના સેક્રેટરી જનરલ ડૉ. અનિલકુમાર નાયક તથા ઈન્ડિયન મેડિકલ એસોસીએશન ગુજરાત બ્રાન્ચના પ્રમુખ ડૉ. મહાવીરસિંહ જાડેજા તથા સેક્રેટરી ડૉ.મહલ શાહે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.