સુરત(Surat): હજીરાથી (Hazira) વાપી (Vapi) જઇ રહેલું એક કન્ટેનર (Container) ગભેણી (Gabheni) પાસે રોડની સાઈડ પર ઉભેલા ડમ્પરમાં (Dumper) પાછળથી અથડાતા ડ્રાઇવરનું (Driver) મોત (Death) નીપજ્યું હતું. જોરદાર ધડાકાના અવાજ બાદ દોડી આવેલા હેલ્પરે જણાવ્યું હતું કે ડ્રાઇવર કચડાઈ ગયો હતો. મહામુસીબતે બહાર કાઢ્યો હતો. 108ની મદદથી સિવિલ મોકલ્યો હતો. જોકે સિવિલમાં તેને મૃત જાહેર કરાયો હતો.
દિપક ગોડ (મૃતકના ભાઈ) એ જણાવ્યું હતું કે ચાર ભાઈઓમાં સોનજી સૌથી નાનો ભાઈ હતો. વતન યુપીમાં રહેતા માતા-પિતાનો આર્થિક સહારો હતો. મંગળવારની રાત્રે જય અંબે ટ્રાન્સપોર્ટનું કન્ટેનર લઈ વાપી જવા નીકળ્યો હતો. લગભગ 1:30 વાગ્યાની આજુબાજુ ઘટના બની હતી.
ગભેણી નજીક રોડની સાઈડ પર ઉભેલા ડમ્પર પાછળ કન્ટેનર ઘુસી જતા સોનજી ડ્રાઇવર કેબિનમાં જ ફસાયને કચડાઈ ગયો હતો. જોકે રાહદારીઓ અને અન્ય ટ્રક ચાલકોની મદદથી સોનજી ને જેમતેમ કરી ને બહાર કાઢ્યા બાદ 108ની મદદથી સિવિલ લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો.
વધુમા જણાવ્યું હતું કે સોનજી 2015 થી ટ્રક ચલાવતો હતો. હાલ કુંવારો હતો. હજીરાના મોરા ટેકરા ગામે રહેતો હતો. વતન યુપીમાં રહેતા માતા-પિતાનો ચાર ભાઈઓમાં લાડકો દીકરો હતો. સોનજીના મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં સરી પડ્યો છે. સોનજીની અંતિમ વિધિ વતન યુપીમાં જ કરવાનો વિચાર હોવાથી મૃતદેહ વતન લઈ જઈ રહ્યા છે. હાલ અકસ્માત ને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોથા માળેથી પટકાયેલા 35 વર્ષના રત્નકલાકારનું મોત
સુરત: મૂળ રાજસ્થાનના વતની ગંભીરસિંહ બલવીરસિંહ (35 વર્ષ) હાલ પંડોળ ખાતે આવેલા રહેમતનગરમાં ચોથા માળે રહેતો હતો. તે રત્નકલાકાર તરીકે કામ કરી વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગંભીરસિંહ સોમવારે રાત્રે જમ્યા બાદ ઘરની બહાર બાલ્કનીમાં પાળી ઉપર બેઠો હતો ત્યારે સંતુલન ગુમાવતા નીચે પડ્યો હતો. જેથી ગંભીરસિંહને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગંભીરસિંહનું મોત નિપજ્યું હતું. ચોબજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.