પલસાણા: (Palsana) સુરત જિલ્લા એલસીબીએ (LCB) બાતમીના આધારે મોરબી દારૂ (Alcohol) ભરીને જતો ટેમ્પો બારડોલીથી કડોદરા તરફ આવતા મીંઢોળા નદીના પુલ (River Bridge) પાસે નાકાબંધી કરી ઝડપી લીધો હતો. આ ટેમ્પોમાંથી 8.82 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
- દમણથી મોરબી લઈ જવાતો રૂ.8.82 લાખનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો
- સુરત એલસીબીએ બારડોલી-કડોદરા રોડ ઉપરથી દારૂ ઝડપી પાડ્યો
જિલ્લા એલસીબી પેટ્રોલિંગમાં હતી. એ વેળા બાતમી મળી હતી કે, એક ટેમ્પો નં.(GJ-03-AT-0252)નો ચાલક ટેમ્પોમાં દારૂનો જથ્થો ભરી બાજીપુરાથી બારડોલી ખાતે આવતા રોડ ઉપરથી પસાર થનાર છે. આ બાતમીના આધારે એલ.સી.બી.એ મીંઢોળા પુલ પાસે નાકાબંધી કરી એક ટેમ્પોને રોકી ચેક કરતાં રૂ.8,82,000નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ટેમ્પોના ચાલક બટુક રાજા માતાસુરીયા (દેવીપૂજક) (ઉં.વ.૩૪) (રહે., મદારગઢ પાણીની ટાંકી પાસે, તા.સાયલા, જિ.સુરેન્દ્રનગર)ની અટકાયત કરી પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો મેહુલ રબારી (રહે.,વાંકાનેર, તા.વાંકાનેર, જિ.મોરબી)ને પહોંચાડવાનો હતો. આ ટેમ્પો દમણથી એક અજાણ્યો ઈસમ આપી ગયો હતો અને મોરબીમાં અજાણ્યાને પહોંચાડવાનો હતો. જેથી પોલીસે દારૂ સાથે ટેમ્પો મળી કુલ રૂ.18,85,570ના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.
તાતીથૈયાથી લિસ્ટેડ બુટલેગરનો 72 હજારનો દારૂ ઝડપાયો
પલસાણા: કડોદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. એ વેળા બાતમી મળી હતી કે, તાતીથૈયાના લિસ્ટેડ બુટલેગર દશરથ ૫૨મા૨ તેમજ તેના અન્ય બે સાગરીત સાથે મળી તાતીથૈયા ગામે રામદેવ સોસાયટીના બાજુમાં ભીખાભાઇ બચુભાઇ રાઠોડની દુકાનની પાછળના ભાગે ઝાડી-ઝાંખરામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી છૂટકમાં વેચાણ કરે છે. આ બાતમીના આધારે કડોદરા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ નંગ-૫૭૬ કિંમત ૭૨ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લિસ્ટેડ બુટલેગર દશરથ માયારામ પરમાર (રહે., તાતીથૈયા, શિવશ્લોક સોસાયટી), ૨મણ ગજરાજ છનુ પટેલ (રહે., તાતીથૈયા, ગામ તળાવની બાજુમાં, લાલુભાઇની બિલ્ડિંગમાં) તેમજ દેશરાજ રામક્રિપાલ પાસવાન (રહે., સાંઇધામ સોસાયટી, ખોડિયાર પેલેસ, તાતીથૈયા)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીલીમોરાથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે પકડાયા
બીલીમોરા : બીલીમોરા પોલીસે બુધવારે વાઘરેચ માર્ગ ઉપર રૂપિયા ૪૮ હજારનાં વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સહિત રૂપિયા ૫.૫૮ લાખનાં મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. અને ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.
બાતમીના આધારે વાઘરેચ નાકા માર્ગ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી સ્વીફ્ટ ડિઝાયર કાર નં. જીજે ૧૫ સીડી ૧૦૪૧ ને રોકી તલાશી લેતા ૭ પૂંઠાનાં બોક્ષમાં નાની મોટી વિદેશી દારૂની કુલ બોટલ નં. ૨૬૪ કિંમત રૂ.૪૮ હજાર, કાર રૂ.૫ લાખ, મોબાઈલ રૂ.૧૦ હજાર મળી ૫,૫૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને આરોપી પાર્થ શશીકાંત લાડ (૨૫ રહે. બાલાજી નગર, આંતલીયા) અને જય મહેશકુમાર રાવલીઆ (૨૬ શાંતિ નગર બીલીમોરા)ની ધરપકડ કરી હતી. જ્યારે તેજસ નરેશ પટેલ (રહે. વાપી), કાર્તિક મનોજ પટેલ (રહે.ડુંગરી) અને ધનસુખ ઉર્ફે મંગુ ટંડેલ (રહે. વાઘરેચ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. વધુ તપાસ બીલીમોરા પીઆઇ ટી એ ગઢવી કરી રહ્યાં છે.