વડોદરા: સંસ્કારી નગરી વડોદરાને શર્મશાર કરતી ઘટના પાશ્ચાત્ય સંસ્કૃતિ નાં ઘેરા રંગે રંગાયેલી મહિલાએ નશામાં ચૂર થઇ પોલીસ કર્મીને થપ્પડ માર્યો. ગાંધીના ગુજરાત માં દારૂબધી તો છે. અને આ દારૂબંધી નો ચુસ્ત અમલ થતો હોવાના સરકાર દાવા કરતી હોય છે. પરુંત ગતમોડી રાતે પાશ્ચાત્ય સંસ્કૃતિ નાં ઘેરા રંગે રંગાયેલી મહિલાએ દારૂબંધીના ધજાગરા ઉડાડતા વડોદરા શહેરના વાસણા રોડ પર નશામાં ચૂર મહિલા કાર ચાલકે અન્ય કાર ચાલકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને નશામાં ચૂર મહિલા કાર ચાલકે પોલીસ સાથે અપશબ્દોનો મારો ચલાવી પોલીસ જમાદાર ને થપ્પડ મારી દેતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથક ના હદ વિસ્તારમાં આવેલ વાસણા રોડ પર ગત મોડી રાત્રીના સંસ્કારી નગરી વડોદરાને શર્મશાર કરતી ઘટના ઘટી હતી. શહેર બાજવાડા વિસ્તાર મા રહેતી મોના હિંગુ નામની મહિલા નશામાં ચૂર થઇ કાર લઇ નીકળી હતી. અને અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જેથી કાર ચાલક મહિલા સાથે વાત કરવા જતાં મહિલાએ કાર ચાલક પર અપશબ્દોનો મારો ચલાવી અણછાજતું વર્તન કરી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જયો હતો. અને પોલીસે ભારે મહેનત બાદ મહિલાની અટકાયત કરી હતી.
મહિલા મોના હિંગુએ નશામાં ચૂર થઇ વાસણા રોડ ખાતે અકસ્માત બાદ હાઈ વોલ્ટેજ ડ્રામા કરતા સ્થળ પર ગોત્રી પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને મોના હિંગુએ પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી પોલીસ કર્મીઓ પર અપશબ્દોનો મારો ચલાવી પોલીસ જમાદાર ને થપ્પડ મારી કહી રહી છે કે એક મહિલા માટે આટલા બધા પુરુષોની જરૂર પડે છે. જોકે પોલીસ જમાદાર ને થપ્પડ મારી દીધા બાદ મહિલાની નજીક જવાની કોઈ પોલીસ કર્મચારી હિંમત કરી નથી શકતો અને મહિલાને જોઈ પીછેહટ કરતા નજરે પડ્યા હતા.
કોઇની હિંમત હોય તો હાથ લગાડી જુઓ
વીડિયો ઉતારી રહેલા વ્યક્તિ સામે જઇને, આ વીડિયોને પોસ્ટ કરજો કહી ગાળો આપી હતી. આ ઉપરાંત અન્ય લોકોને જોઇને યુવતીએ કહ્યું હતું કે, તમે લોકોએ જે કર્યું છે, તમે કોઇ દિવસ ખૂશ નહીં રહો, તમે ખૂબ જ ખોટું કર્યું છે અને તમે ભોગવશો. યુવતીએ બેફામ ગાળાગાળી કરીને પોલીસકર્મી સાથે ઝપાઝપી કરીને થપ્પડો મારી દીધી હતી. આ ઉપરાંત ઉગ્રતા સાથે કહ્યું કે, કોઇની હિંમત હોય તો હાથ લગાડી જુઓ. યુવતીને પોલીસ લઇ જતી હતી, ત્યારે યુવતીએ કહ્યું હતું કે, પોલીસને મેં મારી તો છે ને. તમે ખોટા છો હું સાચી છું.
કાર જપ્ત કરી બે ગુના નોંધવામાં આવ્યા
નશામાં ધૂત યુવતીને પકડીને ગોત્રી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી. સાથે જ તેની કાર પણ જપ્ત કરવામાં આવી છે. યુવતીએ પોલીસની કામગીરીમાં રૂકાવટ કરી હતી અને હોબાળો મચાવ્યો હતો. આ મામલે અમે ગુનો નોંધીને યુવતીની અટકાયત કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. – એમ.આર. સંગાડા ગોત્રી પી.આઇ.
પોલીસની ટીમ ઘટના સ્થળે તુરંત પહોંચી ગઇ
27 ઓગસ્ટના રોજ લગભગ રાત્રે પોણા બે વાગ્યાના અરસા માં ગોકુળ પાર્ટી પ્લોટ સામે અમારા પોલીસના કર્મચારીઓ ફરજ પર હતા. તે દરમિયાન એક બહેન ઝગડો કરે છે, તેવો પોલીસ સ્ટેશનમાં સંદેશો મળ્યો હતો. સંદેશાના અનુસંધાને ઇવને ટીમ અને મહિલા કર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં જઇને જાણવા મળ્યું કે, મહિલા નશો કરેલી હાલતમાં છે. જેના અનુસંધાને તેના વિરૂદ્ધ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. – એ. વી. કક્કડે, એસીપી
વડોદરામા સહેલાઇ થી નશાની સામગ્રી મળે છે
શહેર મા ધીરે ધીરે હવે મહિલાઓ નશાખોરી મા આગળ વઘી રહી છે. વારંવાર દારૂ ની મહેફિલ મા યુવતીઓ ઝડપાય છે. પરંતુ દારૂ ક્યાંથી મેળવ્યો તેની તપાસ બાદ જે તે બુટલેગર સામે કાર્યવાહી કરાયા નુ ક્યારેય બહાર આવતું નથી તેથી પોલીસ ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે
મહિલાઓને ઓછા પેગમા વધુ અસર થાય
મહિલાઓ વધુ આલ્કોહોલ નથી લઈ રહી પરંતું આલ્કોહોલ મહિલાઓને પુરુષો કરતા વધુ અસર કરે છે. વૈજ્ઞાનિકોના મતે મહિલાઓના શરીરમાં ખૂબ જ મર્યાદિત માત્રામાં આલ્કોહોલ ડિહાઈડ્રોજેનેઝ એન્ઝાઇમ રિલિઝ થાય છે. તેમ તબીબો નુ પણ કહેવું છે.
સંસ્કારી નગરીની મોર્ડન યુવતીઓ સૌથી વધારે સિગારેટ ફૂકે છે
સંસ્કારી નગરીની મોર્ડન યુવતીઓ સૌથી વધારે સિગારેટ પીતી હોવાનું સપાટી પર આવ્યું છે. જેમાં કેટલીક યુવતીઓ શરાબ, ગાંજો, ચરસ, વિવિધ પ્રકાર ના ડ્રગ્સ સહીત ના રવાડે ચડી જતા શહેર ના ભદ્ર સમાજ મા રહેતા વાલીઓ મા ચિંતા નુ મોજું ફરી વળ્યું છે.