છેલ્લા ખૂબ જ લાંબા સમયથી શહેરમાં રાત્રીના સમયમાં રીક્ષાચાલકો દ્વારા મુસાફરોને લૂંટી લેવામાં અને મહિલા અપહરણની ઘટનાઓ નિરંતર બની રહી છે. હાલમાં જ વડોદરાના રહેવાસી દંપતીને રીક્ષાચાલકો દ્વારા લૂંટી લેવાની ઘટના બની. જનહિતમાં ગંભીર પ્રશ્ન એ ઉપસ્થિતિ થાય છે કે રાજ્યનાં અનેક શહેરોમાંથી રાત્રી સમયે ટ્રેનો અને બસો દ્વારા સુરત શહેરમાં મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર થતી હોય છે. તો સ્વાભાવિક છે કે આ સ્થળો પર અગાઉ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે અને બની રહી છે. તો આવી ઘટનાઓ ભવિષ્યમાં હવે નહીં બને તે માટે પોલીસે જાગૃત અને એલર્ટ થવું જ જોઇએ અને વિશેષ કરીને રાત્રીના સમયે મુસાફરોના હિતમાં આ સ્થળો પર પોલીસ તંત્ર દ્વારા રાત્રી પેટ્રોલિંગ કરવું જરૂરી છે. આ અંગે પો. કમિશનર જનહિતમાં કોઇ ચોક્કસ પગલાં લેશે એવી શહેરની જનતા આશા રાખશે.
સુરત – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો પોતાના છે.
ધનવાનો પલાયન
16મી સદીના અંતિમ દાયકામાં બુખારાના બજારમાં ભારતીય વેપારીને ઊન વેચવા માગતા હતા. જો કે ભારતીય સોના ચાંદી અને મોંઘા પથ્થરમાં ચુકવણી લેતા હતા. 21મી સદીમાં હવે ભારતની સમૃધ્ધિ ખેંચાઇને અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા જવા લાગી છે. આ કાળું નાણું નથી. આ તો ઉદ્યોગપતિઓની કાયદેસરની સંપત્તિ છે. સાથે સાથે ધનિકો પણ ભારત છોડીને જતા આ સુપર રિચની સંખ્યા નાની નથી. ધનિકોના આ નાનકડા વર્ગમાંથી ભારત છોડવું ઘણું મહત્ત્વ ધરાવે છે. સિંગાપુર મોટું આકર્ષણ છે. આરબ દેશો પણ નવું આકર્ષણ કે સંપત્તિનું પલાયન નિરવ મોદી, વિજય માલ્યા કે મેહુલ ચોકસી જેવા અપરાધી જ નહીં. પરંતુ કાયદેસરની સમૃધ્ધિનો સુવિચારિત પ્રવાસ છે.
ભારત છોડીને જનારા સુપર રિચ પોતાનો વ્યવસાય બંધ કરી રહ્યા નથી. તેઓ અહીં પણ કમાણી કરશે. ટેક્સ ચૂકવશે પરંતુ રોકાણને લાયક ખાનગી સંપત્તિને બીજા દેશમાં લઇ જઇ રહ્યા છે. જયાં ટેકસ ઓછો કે રોકાણને બદલે સારું વળતર છે. ઉંચા ટેકસને કારણે ધનવાનો દેશ છોડવો જાતિગત નિષ્ફળતા છે. હવે જયારે દુનિયાનું સૌથી તેજ ગતિએ દોડતું અર્થતંત્ર સમૃધ્ધિ, ગુમાવીને સમૃધ્ધ કેવી રીતે બની શકશે? ચાણકયની વાણી છે કે જેવી રીતે હાથીને ખેંચવા માટે હાથીની જરૂર હોય છે તેમ સંપત્તિ કમાવા માટે પણ સંપત્તિ જોઇએ. ભારતમાંથી કમાયેલી સંપત્તિને ભારતમાં રોકાણનો વિકલ્પ ઉપલબ્ધ નથી.
ગંગાધરા – જમયતરામ શર્મા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો પોતાના છે.