Charchapatra

દંપતી કયારેક નિ:સંતાન રહેવાનું પસંદ કરે છે

ભારતીય સામાજીક પરંપરા મુજબ લગ્ન સમયે નવવધૂને વડીલો દ્વારા પહેલાં ‘અષ્ટ પુત્ર ભય’ના આર્શીવચન અપાતા હતા! પહેલાના સમયમાં પાંચ-સાત સંતાનો સામાન્ય વાત ગણાતી! પણ છેલ્લાં કેટલાક વર્ષોથી અસહ્ય મોંઘવારીને પરિણામે ‘બે બાળક બસ’નો નિયમ અપનાવાતો ત્યાર બાદ એક જ સંતાનથી સંતોષ માનવાનો સમય પણ આવ્યો પણ હાલ એક સર્વે મુજબ ઘણાં દંપતિ સંતાન વિહોણા રહેવાનું પસંદ કરે છે. મોંઘવારી પ્રથમ કારણ હોઇ શકે બાળ જન્મ પછી ઉછેરવા, શિક્ષણ આપવું, એમને લગ્ન જીવનમાં સ્થાયી કરવા વિ. બાબતો અતિ ખર્ચાળ બની ગઇ છે. ઉત્તમ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ અતિશય નાંણાકીય જોગવાઇ માંગી લે છે.

અમુક વર્ષો પહેલાં સ્ત્રીને બાળક ન થાય તો એણે મહેણાં, અપશુકનિયાળ સાંભળવા મળતું. પણ હવે પરણિત યુગલ સ્વસ્થતા પૂર્વ સંતાન બાબત નિર્ણય લે છે. નિ:સંતાન રહી કારકીર્દી પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. સંતાન હોય તો જવાબદારી અવશ્ય વધી જાય. કયારેક માતા પિતા અલગ થયા હોય અને બાળકે માનસિક સંઘર્ષ વેઠવો હોય તો એ બાળક યુવાન થતાં ભૂતકાળ યાદ રાખી સંતાનની જવાબદારી લેવામાંથી મુકત રહે છે! કયારેક વ્યકિતગત સ્વતંત્રતા છીનવાઇ જવાનો ડર પણ હોઇ શકે. સંતાનને જન્મ આપવો કે ન આપવો એ યુગલની અંગત બાબત હોઇ શકે પણ ભવિષ્યમાં દેશની વસ્તી કદાચિત ઘટતી જાય અને આવનારા સમયમાં દેશના આર્થિક અને સામાજીક સ્તરને જાળવી રાખવું અઘરું બની શકે ખરું ! એક જ બાળકની માનસિકતા ભવિષ્યમાં એને ભાઇ, બહેન, પિત્રાઇ વિ. સબંધથી પણ અજાણ રાખી શકે. કાકા, મામા, ફોઇ, માસી વિ. સબંધો પણ ઘટતા જાય અને લાગણીસભર સબંધોમાં ઓટ અવશ્ય આવી શકે. ભવિષ્યમાં જયારે સહારાની આવશ્યકતા હોય તો એકલતા વધુ સાલી શકે.
સુરત     – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

નાણાંથી ખરીદાતું વહીવટી તંત્ર
બેફામ દોડતાં વાહનોનું સ્ટીયરીંગ કોના હાથમાં છે? ભ્રષ્ટ આર.ટી.ઓ. ખાતું અને પોલીસ તંત્રની બેપરવાહી તેમજ બેદરકારીથી કિંમતી જિંદગીઓની વિના વાંકે કુરબાની દેવાય છે. જે સંતાનોના પિતા, માતાનો છત્રછાયો પતિ પત્નીનો સુહાગ, વતનમાં રહેતાં ઘરડાં માતા પિતા જેઓ દીકરો કયારે પૈસા મોકલે છે તેની રાહ જોતાં રાતની નિંદર હરામ કરતા, જઘન્ય બનાવો. આલ્કોહોલિક અંગુઠા છાપ ટ્રક ડ્રાઈવરો, બંધ હેડલાઇટ, બંધ સિગ્નલ લાઇટ, ટેઇલ લેમ્પ વિગેરે સીસી ટીવીમાં દેખાતા નથી. અંધારામાં નહિ દેખાતાં ડીવાઇડરો  બંધ ખટારાઓ તાકીદે ક્રેઇન દ્વારા ખસેડાતા નથી. સ્પીડ લીમીટ પર કોઇ અંકુશ નથી.
સુરત               – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top