આણંદ: આણંદના (Anand) ખંભાતથી ફાયર સેફટીની (Fire safety) એન.ઓ.સી (NOC) આપવા માટે લાંચ (bribe) માંગનાર ફાયર ઓફિસર એ.સી.બી. (Anti corruption bureau) ના છટકામાં સપડાયો હતો. જેમાં ફાયર ઓફિસર ફાયર સેફટી સાધનો માટે લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરી આ વાતની જાણ એ.સી.બી.ને કરી હતી. જે બાદ ફાયર ઓફિસર વિરુદ્ધ એ.સી.બીનો ટ્રેપ સફળ થયો હતો.
- ફાયર ઓફિસરે એન.ઓ.સી. આપવા માટે રૂ.૪૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી
- ફરિયાદીએ એ.સી.બી.ની મદદથી આરોપીને પાઠ પઠાવ્યો
ફરીયાદીનો મિત્ર ફાયર સેફટી સાધનો વેચવાનુ તથા ફીટીંગ કરવાનો વ્યવસાય કરે છે. જેથી તેઓએ ખંભાત ખાતે આવેલા તૈયબીયાહ એપાર્ટમેન્ટ ખાતે ફાયર સેફટીના સાધનો લગાડવાનુ કામ રાખી પુર્ણ કરેલા અને તેનું સરકારી ધારા ધોરણ મુજબ ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવા ખંભાત નગરપાલિકામાં ફાયર સેફટી કચેરીમાં અરજી કરી હતી. જે અંગેની એન.ઓ.સી. આપવા માટે આ કામમાં ફાયર બિગ્રેડની કચેરી, ખંભાત નગરપાલીકા, ખંભાત, જી.આણંદના ફાયર ઓફિસર નાઝીમ ઝાફર આગા દ્વારા ફરીયાદી પાસે રૂ.૪૫,૦૦૦/- ની લાંચની માંગણી કરવામાં આવી હતી.. જે રકઝકના અંતે રૂ.૪૦,૦૦૦/- આપવાના નકકી થયું હતું. ફરીયાદી તથા તેમના મિત્ર આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી. નો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા રૂ. ૪૦,૦૦૦/- સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.