સુરત: સુરતમાં (Surat) આદિવાસી સમાજની (Tribal Community) રેલી (Rally) દરમ્યાન યુવકે બ્રિજ પર ચઢી જોખમી ડાન્સ (Dance) કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. એટલું જ નહીં પણ બ્રિજ (Bridge) ની રેલિંગ પર ડાન્સ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો. આ યુવક મોબાઈલમાં જોઈ ડાન્સ કરતો હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. અંદાજીત 40 થી 50 ફૂટ ઊંચા બ્રિજ પર ઉભા રહીને ડાન્સ કરતા યુવકના આ કૃત્ય પર અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જો કે વાયરલ વિડીયો નવી સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા નજીકનો હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક લોકોએ કહ્યું હતું કે આવા ડાન્સ અને જોખમ ક્યારેક અકસ્માત કરતા હોય છે. આજે વિશ્વ આદિવાસી દિવસ (world indigenous day) હતો. એ દરમિયાન આદિવાસી સમાજની વિશાળ રેલી નીકળી હતી. લોકો રેલીમાં સમાજના આ તહેવાર ને ઉજવી રહ્યા હતા. તો બીજી બાજુ એક યુવક સમાજના લોકોને પોતાના કેમેરામાં કેદ કરવા બ્રિજ ઉપર ચઢી ગયો હતો. બ્રિજની રેલિંગ પર ચઢ્યા બાદ અચાનક ડાન્સ કરવા લાગ્યો હતો. તેમજ લોકોમાં અને બ્રિજ પરથી પસાર થતા લોકોમાં આકર્ષણ ઉભું કરી રહ્યો હતો. જોકે આખરે એની જ રીલ બની ગઈ હતી.
વધુમાં જણાવ્યું હતું કે યુવકને આવી રીતે બ્રિજ પર ચઢીને ડાન્સ ન કરાઇ એ બાબતે ટકોર પણ કરવામાં આવી હતી. જોકે પોતાના ડાન્સમાં મગ્ન યુવકે નીચે ઉતરવાને બદલે મસ્તીમાં આવી ગયો હતો. લાંબા સમય સુધી યુવક બ્રિજની રેલિંગ પર જ રહ્યો હતો. આખરે આવા સ્ટંટ કરવા એ જોખમ ભર્યું પગલું કહી શકાય છે. આવી રીતે રીલ બનાવનાર સામે પગલા ભરાતા હોય તો આ યુવક સામે પણ કાયદાકીય પગલાં ભરાવવા જોઈએ એવી લોકોએ માંગ કરી છે.