સમાચારપત્રો દ્વારા અનેકવાર આર્થિક દેવું ન ભરપાઈ કરી શકવાને કારણે ઘણી વ્યક્તિ આત્મહત્યાનો આત્મઘાતક રાહ અપનાવે છે. લેણદારોની કડક ઊઘરાણી અને નાંણા પરત કરવાની માંગણી દેવાદાર વ્યક્તિને માનસિક ત્રાસ કે અજંપામાંથી પસાર થવું પડે છે! આત્મહત્યા તો સંપૂર્ણ અનુચિત માર્ગ જ કહેવાય કારણ કે નાની વયની વ્યક્તિ પરણિત હોય નાના કુમળી વયના સંતાન હોય એમનું ભવિષ્ય ધૂંધળુ બની જાય. યુવાન પત્નિની હાલત કફોડી થઈ શકે. કોઈ પણ સમસ્યાનો હલ લાવવો હોય તો એના મૂળમાં ઉધાર લેતા સમયે એ નાંણા ચૂકવાશે કે કેમ એ વ્યવસ્થા અવશ્ય હોવી જોઈએ.
કોઈ પણ લોન લેતા પહેલાં ચૂકવણા માટેનો નાણાકીય સ્ત્રોત અવશ્ય ધ્યાનમાં રાખવો જરૂરી. ઘણીવાર મિલકતની હરાજી-લિલામના સમાચાર પણ અખબારમાં વાંચવા મળે છે. લેણદાર તો સ્વયંના નાંમા સ્થગિત હોય અને સમયસર નાંણા ન પ્રાપ્ત થાય તો ઉઘરાણી તો કરવાના જ! અને ક્યારેક દેવાદાર વ્યક્તિ વ્યાજ ચૂકવવામાં નાંણાકીય રીતે સંપૂર્ણ બેહાલ બની જાય છે! (વ્યાજને રવિવાર કે રજા નથી હોતી એવું વડીલોનું માનવું છે.) વ્યાજ ઉર્ધ્વગતિ કરતું જ જાય! આથી દેવું કરતાં પહેલાં સો વાર વિચાર જરૂર કરવો કે, ‘હું આ નાંણા સમયસર ચૂકવી શકીશ કે નહીં?’કે ત્યારબાદ આત્મહત્યા જેવું અયોગ્ય પગલું ન ભરવું પડે.
સ્વયંની નાંણકીય સધ્ધરતા નિહાળ્યા બાદ જ નાંણા ઉધાર લેવા કે લોન લેવી જોઈએ એવું મારું અંગતપણે માનવું છે. આત્મહત્યા કરી જનાર વ્યક્તિ પોતાની પાછળ અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી જનાર વ્યક્તિ પોતાની પાછળ અનેક પ્રશ્નો ઉપસ્થિત કરતા જાય છે, જેના ઉત્તર એમના પરિવારજનો પાસે પણ નથી હોતાં! કહેવાય છે કે, ‘ચાદર મુજબ જ પગ ફેલાવાય’. ક્યારેક વ્યાપારમાં ખોટ જાય પણ એ પ્રશ્ન લેણદારોનો નથી! એમને સમયસર વ્યાજ પ્રાપ્તિ અને પૂરા નાંણાની પ્રાપ્તિ સાથે જ નિસ્બત હોય છે!
સુરત -નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
માનસિકતા બદલાય એ જરૂરી
અમદાવાદ શહેર, ગુજરાત રાજયમાં એવું પ્રથમ શહેર બન્યું છે કે જયાં ટાયર કિલર્સ લગાવવામાં આવ્યા છે. ટાયર કિલર્સ એટલે વાહનોના ટાયરને નકામા કરી નાંખનારા દાંતા. આ દાંતા એ પ્રકારના છે કે જે યોગ્ય, સાચી દિશામાં જતા રસ્તા પરના વાહનોને કશું નુકશાન કરતા નથી. પરંતુ જો રોન્ગ સાઇડ પર ચાલતું વાહન આ દાંતા પર પસાર થાય તો તેને નુકશાન થાય! આ પૂર્વે ભારતમાં ગુડગાંવ અને પુના શહેરમાં પણ રોન્ગ સાઇડ પર ચાલતા વાહનોને કારણે થતા અકસ્માતો રોકવા માટે આવા ટાયર કિલર્સ લગાવવામાં આવ્યા હતા. સારી વાત છે. લોકો રોન્ગ સાઇડપરવાહન ન ચલાવે તે માટેની આ સારી વ્યવસ્થા છે. પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે રોન્ગ સાઇડ પર વાહન શા માટે ચલાવવું જોઇએ? વાસ્તવમાં ટાયર કિલર જેવા ઉપક્રમો પ્રયોજીને લોકોની ખોટી ટેવ સુધારવાને બદલે એમની માનસિકતામાં બદલાવ આવે એ વધુ અપેક્ષિત છે.
નવસારી -ઇન્તેખાબ અનસારી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.