SURAT

ઘરમાં સાપ દેખાયો તો તેના પર તપેલી મૂકી દીધી, સુરતના અડાજણ વિસ્તારની ઘટના

સુરત(Surat) : શહેરના અડાજણના (Adajan) ગંગેશ્વર મહાદેવ મંદિરની (Gangeshwar Mahadev Temple) બાજુમાં આવેલી એક સોસાયટીના મકાનમાં સાપ (Snake) દેખાતા દોડધામ મચી જવા પામી હતી. સાપને રેસ્ક્યુ કરવા માટે ફાયર બ્રિગેડ (Fire Brigade) અને નેચર ક્લબની (Nature Club) ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. તેમણે સાપ પકડી લેતા ઘરમાં રહેતા સભ્યોએ રાહતનો દમ લીધો હતો.

  • અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિર નજીકની સોસાયટીની ઘટના
  • ફાયર બ્રિગેડ અને નેચર ક્લબના સભ્યોએ સાપને જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો

પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે સવારે અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી અક્ષરધામ સોસાયટીના ઘર નંબર 32માં સાપ નીકળી આવ્યો હતો. સાપને ઘરના રૂમમાં સરકતો જોઈ જતા ઘરના સભ્યોએ બૂમાબૂમ કરી મૂકી હતી. મકાન માલિક દિનેશ પટેલે સાપ બીજા સામાનમાં ઘૂસી નહીં જાય તે માટે તેના પર તપેલી મૂકી દીધી હતી.

ત્યાર બાદ ફાયર કંટ્રોલ અને નેચર ક્લબના સભ્યોને પણ બોલાવી લેવામાં આવ્યા હતા. ઘટના સ્થળ ઉપર પહોંચલી નેચર કલબની ટીમે સાપને પકડી લીધા બાદ જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો હતો. પકડાયેલો સાપ બેથી ત્રણ ફૂટ લંબાઈ ધરાવતો બિન ઝેરી સાપ હોવાનું ફાયર સૂત્રોએ ઉમેર્યું હતું.

વરસાદના પગલે સાપ કરડવાના કેસો વધ્યાં
ચોમાસાના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જાય છે. નહેર-ખાડી-નદીમાં પણી ભરાઈ જતા સાપ બહાર નીકળી આવે છે. અને વરસાદી પાણીમાં પણ જોવામાં આવે છે અને તેના કારણે સ્નેક બાઈટના કેસ વધ્યાં છે. માત્ર સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લાં એક મહિનામાં 50થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં નોંધાયેલા કેસ જુદા છે. શહેરના છેવાડાના વિસ્તાર કે જ્યાં ખેતરો વગેરે છે ત્યાં અને નવા વિકાસ પામતા વિસ્તારો સહિત ઔદ્યોગિક વિસ્તારોમાં સાપ કરડવાના બનાવો બનાવો બને છે. જેમાં પાંડેસરાના ભેસ્તાન, વડોદ, બમરોલી, સચીનનો સમાવેશ થાય છે.

Most Popular

To Top