મુંબઈ: લાંબા સમયથી બોલિવૂડ (Bollywood) ફિલ્મોથી દૂર રહેલી બિપાશા બાસુ (Bipasha Basu ) હાલ પોતાની મધર જર્ની એન્જોય કરી રહી છે. હાલ તેનાં વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા જેમાં તે વેકેશન એન્જોય કરતી દેખાઈ રહી છે. ત્યારે આ વચ્ચે બિપાશા બાસુએ હાલમાં જ તેની પુત્રી વિશે એક ખુલાસો કર્યો છે. એક ચેટ શોમાં નેહા ધૂપિયા સાથે વાત કરતા અભિનેત્રીએ જણાવ્યું કે તેનો ભૂતકાળ મુશ્કેલીઓથી ભરેલો હતો. તેમની પુત્રીએ પણ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડ્યું હતું.
બિપાશાએ પોતાની પેરેન્ટિંગ જર્ની જણાવી
નેહા ધૂપિયાએ બિપાશાને પેરેન્ટિંગ અને માતા બનવા પર એક પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં બિપાશાએ કહ્યું હતું કે તેના અને તેના પતિ કરણ સિંહ ગ્રોવર માટે અન્ય લોકો કરતા પેરેન્ટ્સ બનવું વધુ મુશ્કેલ હતું. બિપાશાએ કહ્યું કે આવો તબક્કો કોઈ પણ માતાના જીવનમાં ન આવવો જોઈએ. અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે તેની પુત્રીનો જન્મ થયો ત્યારે જાણવા મળ્યું કે તેના હૃદયમાં બે છિદ્રો છે અને તે ખૂબ મોટા છે. ડોકટરે આ અંગેનો ખુલાસો બિપાશાને તેનાં બાળકના જન્મના ત્રીજા દિવસે જ કરી હતી. ડૉક્ટરોએ તેમને કહ્યું કે તેમની પુત્રીને વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ છે એટલે કે તેની દીકરીના હૃદયમાં બે કાણાં છે.
બિપાશાએ આ અંગે કહ્યું મેં સાંભળ્યું હતું કે બાળકોના હૃદયનાં છિદ્ર સામાન્ય રીતે તેઓ મોટા થતાં જ સ્વસ્થ થઈ જાય છે પરંતુ અમારી સાથે એવું બન્યું નહીં. હું અને કરણ કોઈને કહી શક્યા નહીં અને ખૂબ જ હેરાન થઈ ગયા હતા. તેણે કહ્યું શરૂઆતના પાંચ મહિના અમારા માટે ખૂબ જ મુશ્કેલ હતા. દર મહિને બાળકીને સ્કેન કરવાનું ડોકટર કહેતાં હતા. અમારી દીકરીના હૃદયના છિદ્રો સામાન્ય કરતાં મોટા હતા. આવી સ્થિતિમાં આ છિદ્રો જાતે ભરાઈ જાય તે ખૂબ મુશ્કેલ હતું. તેથી ડોક્ટરોએ અમને સર્જરી કરવાની સલાહ આપી અને કહ્યું કે ત્રણ મહિનાની ઉંમરે ઓપન હાર્ટ સર્જરી કરવી શ્રેષ્ઠ છે.
તેણે કહ્યું કરણ આ સર્જરી માટે તૈયાર નહતો, પણ હું તૈયાર હતી. તેનું ઓપરેશન લગભગ 6 કલાક ચાલ્યું હતું. બિપાશે આ સમયે તેને કયાંથી હિંમત મળી તે અંગે પણ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું આમ તો હું થોડી સર્વસ થઈ જાવ પણ મારી દીકરીના ઓપરેશન માટે હું સહેજ પણ સર્વસ ન થઈ અને હિંમત રાખી છે. અભિનેત્રીએ અન્ય માતા-પિતાને પણ સલાહ આપતા કહ્યું કે આવી સ્થિતિમાં ડરીને મોડું ન કરવું જોઈએ, પરંતુ બાળકના સ્વાસ્થય માટે યોગ્ય નિર્ણય યોગ્ય સમયે લેવો જોઈએ.
અભિનેત્રીનું કહેવું છે કે તે આ વાત એ લોકો માટે શેર કરી રહી છે જેઓ આવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેણે કહ્યું તે ઘણી માતાઓ પાસેથી પણ શીખી છે તેથી તે પોતાની સફર તેમની સાથે શેર કરવા માંગતી હતી જેથી તેઓ પણ યોગ્ય નિર્ણય લઈ શકે. અભિનેત્રીએ કહ્યું કે તેની પુત્રી ખૂબ બહાદુર છે અને તે આવી સ્થિતિમાં પણ હસતી રમતી રહી. તેણી ક્યારેય સુસ્ત ન હતી. બિપાશાની સફરની વાત સાંભળીને નેહા ધૂપિયા રડી પડી હતી. બિપાશાએ કહ્યું કે તેણીને ઘણી માતાઓ પાસેથી યોગ્ય નિર્ણય લેવાની હિંમત મળી જેમણે સમજાવ્યું કે તેઓએ બાળકનાં સ્વાસ્થય માટે ઝડપી નિર્ણય લેવો જોઈએ. આ ઉપરાંત બિપાશાએ કહ્યું દીકરીની છાતી પર ડાઘ છે, જે હંમેશા રહેશે, પરંતુ તે ગભરાશે નહીં.