વડોદરા: શહેરના ખોડિયારનગર વિસ્તારમાં દુકાનો અને ઓફિસની ત્રણ મજલી ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડર મનિષ પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. જેમાં 140 ગ્રાહકો દ્વારા દુકાન બુક કરાવી તેના બુકિંગ પેટે કરોડો રૂપિયા બિલ્ડરને ચૂકવ્યા હતા. પરંતુ ઠગ બિલ્ડર સાઇટનું બાંધકામ બંધ કરાવીને પજેશન દુકાનન ખરીદનાર નહી કરી આપી છેતરપિંડી કરી હતી. જેમાં ગઇકાલે 8 ગ્રાહકોએ એક સાથે બિલ્ડર અને તેની પત્ની પારૂલ પટેલ સાથે બાપોદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.જોકે બિલ્ડરની ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે વધુ એક બિલ્ડરનો ભોગ બનનાર ગ્રાહકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વાઘોડિયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ટાઉનશિપમાં રહેતા સીમાબેન મનિષ પટ્ટણકર વર્ષ 2016માં ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 44 નંબરની દુકાન 20.50 લાખની દુકાન બુક કરાવી હતી જેના બુકિંગ પેટે તેમને 16.10 લાખ ચૂકવી દીધા હતા. તેમ છતાં બિલ્ડર તેમને દસ્તાવેજ કરી આપતો નથી કે પજેશન પણ આપતો નથી. દુકાનની બાકી રકમ ચૂકવવા માટે દુકાન પર લોન કરાવી હતી. જેના હપ્તા પણ ગ્રાહક ફરી રહ્યા છે. જેથી દુકાનનુ પજેશન નહી આપીને બિલ્ડર દંપતીએ મહિલા સાથે ઠગાઇ કરી હોવાથી તેઓએ બાપોદ પોલી સ્ટેશનમાં ઠઘાઇની ફરિયાદ નોંધાવી છે.
બિલ્ડરનો ભોગ બનેલા ગ્રાહકોએ ભેગા મળી ખોડિયારનગરની સાઇટ પર પત્રકાર પરીષદ યોજી
ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબમાં ડૂબી ગયેલા રૂપિયા પરત લેવા તથા મિલકત મેળવવા માટે છેલ્લા ઘણા સમયથી 140 લોકો બિલ્ડરથી હેરાન પરેશાન થઇ ગયા છે. પોતાની મહામૂલી કમાણીનું રોકાણ કરવા છતાં પ્રોપર્ટી નહી મળતા ગ્રાહકોએ ન્યાય માટે હુકાર લગાવી રહ્યા છે. ભોગ બનનાર લોકોએ પોલીસ કમિશનર કલેક્ટર, રેરા સુધી રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે શુક્રવારે તો આ લોકોએ ખોડિયારનગરની સાઇટ પર પત્રકાર પરીષદ યોજી સરકાર તથા પોલીસના કાને તેમની સાથે થયેલા અન્યાયનો વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. સાથે વહેલીતકે અમારા રૂપિયા કે પ્રોપર્ટી મળે તેવી માગણી કરી છે.
ગોત્રી પોલીસ સ્ટેશનમાં ત્રણ-ત્રણવાર અરજી આપી છતાં કોઇ ફરિયાદ બિલ્ડર સામે દાખલ કરાઇ નહી શુ કારણ?
બિલ્ડર મનિષ પટેલનો ભોગ બનનાર ગ્રાહક ક્લ્પેશ બારોટે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મનિષ પટેલને મે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબમાં દુકાન બુક કરાવવાના રૂપિયા ચેક તથા રોકડા 21.11 લાખ ચૂકવ્યા છે. જેમાં બેને ગોત્રી વિસ્તારમાં વ્યવહાર થયો છે. પરંતુ કોઇ બિલ્ડર સામેની ફરિયાદ લેતા નથી. જેથી મેં ગોત્રી પોલીસ સ્ટેશનમાં ત્રણવાર અરજી આપી હતી. જોકે પીએસઆઇ દ્વારા પહેલા મારે પીઆઇ ત્યારબાદ એસીપી ડીપીસીનો અભિપ્રાય લેવા પડે તેવું જણાવ્યું હતું. પોલીસની આમાં કોઇ ભૂડીભુમિકા છે ખરી?