એવું કહેવાય છે કે ‘You can’t choose your family, but you can choose your friends’. દોસ્ત કે Friend તમારી લાઈફનો એટલો જ મહત્વનો હિસ્સો હોય છે. એની એક પોતાની અલગ જ જગ્યા હોય છે. ‘મૈં ને પ્યાર કિયા’ ફિલ્મનો ડાયલોગ બધાએ સાંભળ્યો જ હશે, ‘એક લડકા ઔર એક લડકી કભી દોસ્ત નહીં હોતે’-અત્યાર સુધી એવી માન્યતા પ્રચલિત હતી કે એક પુરુષ અને સ્ત્રીં કયાં તો પતિ-પત્ની, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ કે પછી ભાઈ-બહેન જ હોય શકે પરંતુ આજની Progressive Socitey માં આવી માન્યતા એટલી સાચી નથી રહી અને આજે આપણે મળીશું એવા સુરતી Male-Female Best Friends ને જે આ માન્યતાનું ખંડન કરે છે. ના માત્ર એ લોકો જએટલા Best Friends છે પરંતુ તેઓનો પરિવાર પણ એટલો supportive રહ્યાો છે. તો 6 ઓગસ્ટ Friendship Day નિમિત્તે મળીએ આપણે આ Best Friendsને અને જાણીએ એ લોકોની Friendshipની અનોખી વાતો…
નિલેશ વાંકાવાળા -જાગૃતિ વાળા
નિલેશ અને જાગૃતિ પડોસી હતા. તેઓ નાનપણથી એકબીજાને ઓળખે છે. મહોલ્લામાં બધા સાથે મળીને ગપાટા મારતા અને રાત્રે બેડમિન્ટન રમતા. આ રીતે ઘણી ગાઢ દોસ્તી થઈ. જાગૃતિનું કહેવું છે કે નિલેશ મને વેક્સીંગ પણ કરી આપતો. મોહલ્લામાં બીજા પુરુષો જોડે નિલેશને ઓછું બનતું હોવાથી તેઓ જાગૃતિના પરિવારની ઘણી નજીક હતા. નવરાત્રીમાં રાત્રે નિલેશ હોય તો જ જાગૃતિને મોડે સુધી બહાર ફરવાની પરમીશન મળતી. બન્નેને મોહલ્લાના દરેક ઘરની સીક્રેટ્સ ખબર હોય.
મારી પત્ની કરતા જાગૃતિ સાથે વાત કરવામાં વધારે કમ્ફર્ટ લાગે છે: નિલેશ વાંકાવાળા
નિલેશ કહે છે કે જાગૃતિ અગર સ્ત્રીના હોત ને પુરુષ હોત તો પણ આવી જ મિત્રતા હોત. અમારી વચ્ચે શરમનો કોઈ બાધ નથી. અમે એકબીજાને નાનપણથી ઓળખતા હોવાના કારણે એકબીજા સાથે ખૂબ કમ્ફર્ટેબલ છે. હું જો આજે વિચારું તો કદાચ એણ કહી શકાય કે મારી પત્ની જીગીષા સાથે મેં વાત કરવામાં મર્યાદા રાખી હશે પરંતુ જાગૃતિને હું ક્યારે પણ કંઈ પણ કહી શકું. અમે કોઈ જાતના હેઝીટેશન વગર કંઈ પણ શેર કરી શકીએ છીએ.
લગ્ન પછી શરૂઆતમાં તકલીફ પડતી તો નિલેશને જાણાવતી : જાગૃતિ વાળા
જાગૃતિ કહે છે કે નિલેશ જો ફિમેલ ફ્રેન્ડ હોતે તો કદાચ આટલો નિર્દોષ સ્વભાવનો નહીં હોતે. તે ખૂબ સેન્સીટીવ પણ છે અને તેનાંથી અમારી મિત્રતાને કોઈ ફરક નહીં પડતે. લગ્ન પછી સાસરામાં જે તકલીફ પડતી હતી તે હું નિલેશ સાથે શેર કરવું વધારે પસંદ કરતી. નાનપણાં હું નિલેશ પાસે પોકેટ મની પણ લેતી. આજે મારા હસ્બન્ડ મોહિત અને નિલેશ પણ એટલાજ સારા મિત્રો છે. લગ્ન પછી હું, મોહિત અને નિલેશ ટ્રિપલ સીટ પણ ખૂબ ફર્યા છે.
વિપુલ ઓસવાલ-ગુંજન ખુરાના
વિપુલ જેઓ ફૂડ બિઝનેશમાં છે તેઓ ગુંજનના હસબન્ડ સનીશના નાનપણના ફ્રેન્ડ છે. ગુંજન અને વિપુલ પ્રથમવાર ગુંજનના મેરેજ પછી સાંઇબાબાના મંદિરે મળ્યા હતા. પ્રથમવારની મુલાકાતમાં જ એક સારી દોસ્તી થઇ હતી. તેઓનું કહેવું છે કે કોઇ જાતની આશા અપેક્ષા વગરની મિત્રતા રાખતા આવ્યા છે એટલે આજે વર્ષો પછી પણ ખૂબ સારા મિત્રો છીએ. ગુંજન એક સફળ એથલીટ-રનર છે. તે જયારે રન પ્રેકટીસ કરવા જાય છે એમાં અડધી રાતે 3 વાગે વિપુલ એની સાથે દોડે છે. આખી રાત સાથે ડ્રાઈવ પર પણ તેઓ જાય છે.
પતિ સાથે ઝઘડો થાય તો હું પહેલા વિપુલ સાથે શેર કરું : ગુંજન ખુરાના
ગુંજન કહે છે કે હું મારા પતિ સનીશ સાથે કંઇ પણ ઝઘડો થયો હોય તો પહેલા વિપુલ સાથે શેર કરું છું.એવી અસંખ્ય વાતો છે જે હું સનીશ કરતા વિપુલને કહેવાનું પસંદ કરું છું. વિપુલ અગર પુરુષના હોત અને સ્ત્રી હોત તો એ મારી સાથે અડધી રાતે દોડવા નહીં આવી શકતે. અમારી મિત્રતામાં ગુસ્સો, ખુશી, મુંઝવણ એવા દરેક ભાવ ખૂબ સરળતાથી કોઇ જ પ્રકારના ફિલ્ટર વગર એક્ષપ્રેસ કરી શકીએ છીએ. મારો પરિવાર વિપુલને નાનપણથી ઓળખે છે અમને તેઓને ફૂલ સપોર્ટ છે.
કંઈ પણ ભૂલ થાય પહેલા ગુંજનને ખબર પડે : વિપુલ ઓસવાલ
વિપુલ એની અને ગુંજનની ગાઢ મિત્રતા વિશે જણાવે છે કે મારાથી કંઇ પણ ભૂલ થઇ જાય કે લોચો પડે તો હું સૌ પ્રથમ ગુંજન સાથે શેર કરું છું. મારી પત્ની કઇ ઉપવાસ કરવાની હોય, હું કોઇ ડિસ્કો, પબ, બાર કયાંય પણ જાઉં તો પહેલા હું ગુંજનને જણાવું છું. હું મારી પત્નીને જે નથી કહી શકતો તે પણ હું ગુંજન સાથે કમ્ફર્ટેબલી શેર કરું છું. ગુંજન છોકરી છે તેથી અમારી મિત્રતામાં કંઇ ફરક નથી પડતો. અમે એકબીજા સામે કંઇપણ એકસપ્રેસ કરી શકીએ છીએ. મારી પત્ની કલ્પનાને ગુંજન પણ ખૂબ સારી ફ્રેન્ડસ છે.
ધર્મેશ ચનાસણા – શિલ્પા વાડિયા
ધર્મેશ અને શિલ્પાની મિત્રતા 25 વર્ષ જૂની છે. આમ તો શિલ્પા ધર્મેશની વાઇફ દર્શનાની મિત્ર. શિલ્પાના ઘરે બોયઝને આવવાની પરવાનગી નહોતી. દર્શના સામેની શર્ત જીતવા શિલ્પા ધર્મેશને ભાઇ બનાવી પોતાના ઘરે લઇ ગઇ અને આમ લાઇબ્રેરીમાં વાંચતા થઇ આ મિત્રતાની શરૂઆત. તેઓ કહે છે કે અમારી મિત્રતા વખત જતા વધારે ને વધારે મજબૂત બનતી થઇ. અમે ક્યારેય કોઇ ઝઘડો કે બોલાચાલી કરી નથી. અમારા બાળકો પણ એટલા જ ગાઢ મિત્રો છે.
મારા ફાધરનો સ્વભાવ જીગ્નેશથી વધારે ધર્મેશ જાણે છે : શિલ્પા વાડિયા
શિલ્પા કહે છે ધર્મેશ ફિમેલ હોત તો અમે ક્યારેય મિત્રો ના હોત. ધર્મેશ ખૂબ કોમ્પ્રોમાઇઝીંગ સ્વભાવનો છે. અમે એકબીજાના ફેમિલીઝ સામે પણ કંઇ પણ મજાક-મસ્તી કરી શકીએ છીએ. મારા ફેમિલી પ્રોબ્લેમ્સ સૌ પ્રથમ મારા હસબન્ડ જીગ્નેશને નહીં પણ ધર્મેશને ખબર પડે છે. ધર્મેશ મારા ફાધરને મારા હસબન્ડની વધુ સારી રીતે જાણે છે.
શિલ્પા ક્યારેય કોઇ વાતનું ખરાબ નથી લગાડતી : ધર્મેશ ચનાસણા
ધર્મેશ જે વ્યવસાયે ઇન્ટીરીયર ડિઝાઈનર કહે છે કે શિલ્પા ફિમેલ છે. એટલે જ કદાચ મારી આટલી સારી મિત્ર છે. મેલ્સ સાથે વધતે ઓછે અંશે પ્રોફેશનલ સંબંધો વધારે થઇ જાય છે. શિલ્પા ક્યારેય કોઇ વાતનું ખરાબ નથી લગાડતી. ધૂળેટીમાં તો અમે એને એટલી હેરાન કરીએ છીએ કે એ રડી પણ પડે છે. મારી પત્ની દર્શનાના પોસ્ટ પ્રેગનેન્સી ડ્રિપેશન વખતે મને શિલ્પાનો ખૂબ સાથ હતો.