Comments

ગમતું કામ આનંદ આપે ને અણગમતું થાક આપે,એવું કેમ?

મનુષ્યના જન્મ અને માનવદેહે છેક છેલ્લા શ્વાસ સુધી પ્રવૃત્ત રહેતા સ્થૂળ શરીરના વૈશ્વિક તાણાવાણા વિષયે પ્રત્યેક સમયે ચિંતન કર્યું છે. ઇ.સ. પૂર્વે ૩૫૦૦ વર્ષ પહેલાં બ્રહ્મસૂત્ર ઉપનિષદમાં ઋષિઓએ કહ્યું છે, ‘મનુષ્યદેહ, દેવહેતુ કર્મ સાધે છે.’મહાભારત સમયના પૃથ્વી આસપાસના ગ્રહ નક્ષત્રોની સ્થિતિ ગણના અનુસાર આજથી ૫૧૫૯ વર્ષ પહેલાં યોગેશ્વર કૃષ્ણે‘કર્મેષુ કૌશલમ્’ કહી માનવકર્મને સ્વ- કૌશલમ્’ કહી માનવકર્મને સ્વ-મુક્તિ માટેનાં યોગ તરીકે પ્રતિપાદિત કર્યું. ઇ.સ. પૂર્વે ૫૯મા વિહરમાન જૈન સિદ્ધાંત અનુસાર મહાવીર સ્વામીએ મનુષ્યકર્મ મુક્તિનો શાશ્વત માર્ગ છે તેમ જણાવ્યું. સાથોસાથ આત્મા જ્ઞાની છે તેવી ઘોષણા કરી.

પૃથ્વી ઉપરનો માનવસમાજ જેમ જેમ વિકસિત થતો ગયો છે તેમ તેમ બાહ્ય અને આંતરિક અવલોકનો થકી અસ્તિત્વ અંગેના ખ્યાલો વધુ ને વધુ સ્પષ્ટ થતા ગયા છે. ઇ.સ. પૂર્વે ૭૮ વર્ષ એટલે કે આજથી ૨૧૪૨ વર્ષ પહેલાં મહર્ષિ ચરકે માનવશરીરને રસ-પંચત્વ કહ્યું. રક્ત, માંસ, અસ્થિ, મજ્જા, વીર્ય અને વસામાં રહેતા ધાતુની સમજ આપી. તો ૨૦મી સદીના પ્રારંભે નોબેલ વિનર જેકોબસે પ્રતિપાદિત કરતાં કહ્યું કે, ‘life Is Chemistry’.

ભૌતિકશાસ્ત્રમાં અણુ-પરમાણુની વૈશ્વિક ગતિની સમજ વિકસી છે તેમ સ્પષ્ટ થતું જાય છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની પોતાની સરક્યુલર મુવમેન્ટ છે અને જેમ કમ્પ્યૂટરમાં બને છે, માણસના મસ્તિષ્કમાં યોજાય છે,તેમ સમગ્ર બ્રહ્માંડમાં Residual chemical વિકસે પણ છે અને નાશ પણ પામે છે. Genetic Engineeringના વિકાસથી ખ્યાલ મળ્યો છે કે પુરુષ અને સ્ત્રીના જિન્સમાં રહેલ રંગસૂત્ર આધારે જ નવા મનુષ્યનાં રંગ, રૂપ, સ્વભાવ અને રોગસ્થિતિનું ચિત્ર ઉપસે છે. પૃથ્વી ઉપર રહીને બ્રહ્માંડને જોતાં હવે વિજ્ઞાન પણ વિશ્વને ઊર્જા તરીકે સ્વીકારતું થયું છે. પણ પૃથ્વીથી પ અબજ કિલોમીટરના અંતરે આવેલ પ્લુટો સુધીની યાત્રા દરમિયાન અંતરિક્ષ યાને ઊર્જાના સ્વરૂપની જે ઓળખ આપી છે તે પરથી તો સ્પષ્ટ થાય છે કે જગતની ઊર્જાને ગતિ આપનાર તત્ત્વ ચૈતન્ય છે. આ ચૈતન્ય તત્ત્વ માણસના જિન્સમાં વિદ્યમાન છે.

વિજ્ઞાન આજે પણ સૂક્ષ્મદર્શક યંત્રોથી પકડી શક્યું નથી પણ જૈન ધર્મમાં નોંધાયું છે તેમ જ્ઞાની આત્મા સ્વરૂપે માણસના સ્વભાવમાં સહજ રીતે આનંદ, શાંતિ, પ્રેમ અને સ્વાતંત્ર્ય જેવા ગુણો રહેલા હોય છે. ઉપનિષદના સમયની ખોજને આગળ ધપાવતા શરીરની જૈવિક રચના, માનવીય પ્રવૃત્તિ અને તેની કેમેસ્ટ્રી વિષયે હવે રસપ્રદ અભ્યાસો વિવિધ સ્તરે થતા રહે છે.કેનેડાની યુનિવર્સિટી ઓફ Stanfordના સાયકોલોજીના પ્રાધ્યાપક ડૉ. સેન્ડાવાયસેમના સંશોધન અનુસાર લોહીમાં એસ્ટ્રોજનનોલો વધે તો જ મસ્તિષ્ક આનંદની સ્થિતિનો અનુભવ આપે છે.

બ્રિટીશ યુનિવર્સિટીના Department Of Neurochemistryના જનરલમાં પ્રકાશિત થયા અનુસાર પુરુષ કરતાં સ્ત્રીઓનું મસ્તિષ્ક ૦૩ સેન્ટિમીટર નજીક હોય છે અને પુરુષ કરતાં સ્ત્રીઓના લોહીમાં ૧૫% એસ્ટોજન વધુ હોય છે અને આથી જ પુરુષ કરતાં સ્ત્રીઓમાં Self Suicideનું પ્રમાણ ઓછું રહે છે. શરીરશાસ્ત્ર કહે છે કે, માણસની દૈનિક પ્રવૃત્તિઓ તેના Genetic સ્વભાવથી વિરુદ્ઘ જાય છે તો Pituitary નામની ગ્રંથીમાંથી Arsenic નામે રસાયણ વહે છે, જે લોહીમાં ભળતા વ્હાઇટ સેલ વધે છે, હીમોગ્લોબીન ઘટે છે, આવા સમયે હૃદયને ઓકિસજનનું સ્તર જાળવી રાખવા વધારે ઝડપથી ધબકવું પડે છે. બીજી તરફ કિડની લોહીમાં વધતા Arsenicને ઘટાડવા મહેનત કરે છે અને પરિણામે શરીરમાંથી પ્રોટીન ઘટતું જાય છે.

રોજબરોજના અનુભવના આધારે ખ્યાલ આવે છે કે માણસ પાસેથી કોઇ આગ્રહવશ, નિયત સમયમર્યાદા નક્કી કરી કામ લે છે તો તરત શરીરમાંથી આર્સનિક રસાયણ વધે છે ને માણસને એસીડીટીનો અનુભવ થવા લાગે છે, છાતીમાં બળે છે, માથું દુખવા લાગે છે, ખાટા ઓડકાર આવે છે અને આથી વિપરીત પ્રેમભાવથી ઘરનું સહુથી નાનું બાળક પણ દાદાજીને ઘુંટણે પાડી તેના પર સવારી કરે છે તો પણ બુઝુર્ગનું સ્વમાન ઘવાતું નથી. ઉલટું, સ્નેહ ભાવે, ગમતું કામ થતાં લોહીમાં એસ્ટ્રોજન ભળે છે, શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે, આનંદ આવે છે અને રહ્યો-સહ્યો થાક પણ ઊતરી જાય છે. શરીરનો એક આગવો ધર્મ છે, જે હંમેશા જૈવિક અનુકૂલન (બાયોકેર્ટ) તરફ માણસને દોરી જાય છે. ભારતીય સંસ્કૃતિનું ૮૦૦૦ વર્ષનું દર્શનશાસ્ત્ર, રાજા, રાજ્ય, સમાજ અને ઇશ્વર પ્રત્યે વફાદાર રહેવા માણસને સતત દોરે છે, પણ એ બધા વચ્ચે પણ પૈસા થકી ખરીદી શકાતા બાયોફેકટ પ્રત્યે હવે સમાજ વધુ ને વધુ આકર્ષાતો રહ્યો છે.

મનુષ્ય સમુદાય પોતાની સમજ અંગે સતત સંશોધનાત્મક રહ્યો છે. ત્યારે મૂલ્યાત્મક પરિવર્તનની આ ભૂમિકાએ માણસે પોતાનું કાર્ય મોક્ષ માટે કરવાનું રહેતું નથી, ઇશ્વર, રાજા કે ધાર્મિક ગુરુઓ પ્રત્યેની વફાદારી બતાવવા કાર્ય કરવાનું નથી. પોતાનાં કારખાનાં, દુકાન કે સંસ્થાના માલિકોને ખુશ રાખવા શરીર ઘસવાનું નથી, પણ પોતાના શરીરમાં વહેતા રસાયણોમાં એસ્ટ્રોજન વધે તે માટે પ્રવૃત્ત રહેવાનું છે. સફળતા અથવા નિષ્ફળતા પ્રકારના માપદંડો છોડીને મનુષ્યશરીરને લાખો વર્ષથી મળતા જીન્સના સ્વભાવને અનુરૂપ વર્તવાનું છે. શ્રી રમણ મહર્ષિ કહે છે, ‘ઇન્દ્રીય કર્મનું અહમ બળ ઘટતાં શાંતિ રૂપી માનવસ્વભાવ આપોઆપ ઉભરી આવે છે.’ જેમ દરિયાની ભરતી ઊતરી જાય અને માટી હટી જતા શંખ-છીપલાં દેખાય છે.

યાદ રહે, શાંતિ, સુખ, પ્રેમ, સ્વાતંત્ર્ય બહાર શોધવા જવાનું નથી. પણ હિતોપદેશની વાર્તાના ‘આનંદી કાગડા’ માફક એ સત્ત્વ માણસના જીન્સમાં રહેલા છે. માણસે પોતાના ચૈતન્ય સ્વભાવને બહાર પણ લાવવા મથવાનું નથી. બસ ઇન્દ્રિય અહમની મર્યાદાઓ ખસેડી દઇએ એટલે શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા તેમ પાણી આપમેળે ઢાળમાં દડી આવશે. માનવનું કર્મ યોગ છે, તેવું ભગવાન કૃષ્ણે કહ્યું, પરંતુ તેથી વિશેષ બ્રહ્માંડના એક અંશ તરીકે જીનેટિકલ નેચર સાથે આકાર લેતાં માનવશરીરનો પણ ઇન્દ્રિય સ્વભાવ હોય છે. આ સ્વભાવથી નજીક જીવન જીવવામાં સુખ છે, આનંદ છે તે સમજવાનો હવે સમય પાકી ગયો છે.

કમનસીબે ધર્મગુરુઓ પોતાના ભકતોને વેદાંત, ઉપનિષદ અને પુરાણનાં પ્રમાણો તારવી માનવકર્મની તાત્ત્વિક ભૂમિકા સમજાવે છે. બાઇબલ ગ્રંથે માણસની સમાજ પ્રત્યેની ફરજને ચર્ચી છે અને સમાજ ધર્મની વાત કરે છે, પણ જે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જૈવિક વિજ્ઞાન ચંદ્ર, મંગળ અને પ્લુટો ઉપર સમાન રીતે કાર્યરત છે તે સંદર્ભમાં માનવશરીરે કરવાનાં કામોની ચર્ચા થતી નથી.વિકસતાં જ્ઞાને એક વાર ફરી પડકાર ફેંકી માણસને કોઇ કોમ, ધર્મ કે દેશથી પરે બ્રહ્માંડના એકમ તરીકે સમજવા આહ્વાન આપ્યું છે, જે ઝીલી લેવા પ્રયત્ન કરીએ.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top