Gujarat

પાકિસ્તાની સીમા હૈદર અને તેના ભારતીય પતિ સચીનને ગુજરાતી ઉદ્યોગપતિએ ઊંચા પગારની નોકરી ઓફર કરી

અમદાવાદ: પાકિસ્તાની સીમા હૈદર (Seema Haider) અને તેના ભારતીય પતિ સચિનની (Sachin) પ્રેમ કહાનીથી સૌ કોઈ વાકેફ છે. સીમા-સચિનનો પરિવાર આર્થિક સંકટનો (Economic crisis) સામનો કરી રહ્યો હોવાના સમાચાર બહાર આવતાં જ ગુજરાતી ઉદ્યોગપતિએ (Gujarati businessman) ઉદારતાથી તેમને મદદ કરવાનું નક્કી કર્યું. તેણે બંનેને 50-50 હજાર રૂપિયા પ્રતિ માસમાં નોકરીની ઓફર કરી છે. એટલે કે સીમા સચિન તે બિઝનેસમેન સાથે કામ કરીને દર મહિને 1 લાખ રૂપિયા કમાઈ શકશે.

ગ્રેટર નોઈડાના રાબુપુર ગામમાં સોમવારે મોડી રાત્રે એક પોસ્ટમેન અજાણ્યો પત્ર લઈને સચિન-સીમાના ઘરે પહોંચ્યો હતો. અજાણ્યો પત્ર જોઈને હોબાળો મચી ગયો હતો. સીમા પત્ર ખોલવા માંગતી હતી પરંતુ તેની સુરક્ષામાં તૈનાત જવાનોએ તેને આમ કરતા રોકી હતી. તેમને લાગ્યું કે તે ધમકીભર્યો પત્ર હોઈ શકે છે.

આ પછી પોલીસ કર્મચારીઓએ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી. અધિકારીઓના આદેશ પર જ્યારે પત્ર ખોલવામાં આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે ગુજરાતના એક બિઝનેસમેને તે સચિન અને સીમાને લખ્યો હતો. ત્રણ પાનાના પત્રમાં સીમા હૈદર અને સચિનને ​​દર મહિને 50,000 રૂપિયાના પગારે ગુજરાતમાં નોકરીની ઓફર કરવામાં આવી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે તે ગુજરાત પહોંચ્યા બાદ ગમે ત્યારે નોકરીમાં જોડાઈ શકે છે. આ સિવાય પત્રમાં આગળ લખવામાં આવ્યું હતું કે બંનેને શક્ય તમામ મદદ કરવામાં આવશે.

ફિલ્મમાં કામ કરવાની પણ ઓફર મળી
આ ઉપરાંત તાજેતરમાં જ ફિલ્મ ડાયરેક્ટર અમિત જાનીએ પણ આ કપલને પોતાની ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી છે. તે સીમાના ઘરે જઈને એડવાન્સ ચેક આપવા પણ તૈયાર હતો. જો કે આ ઓફર પર સીમા-સચિનના પરિવારજનોએ કહ્યું હતું કે જ્યાં સુધી તેમની વિરુદ્ધ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ અંગે કોઈ નિર્ણય લેશે નહિં.

ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર્સ પણ ખૂબ વધી રહ્યા છે
સીમા સચિન એટલા ફેમસ થઈ ગયા છે કે તેમના ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર્સ પણ ખૂબ વધી રહ્યા છે. ઘણા યુઝર્સ તેમને ફોલો કરી રહ્યા છે. જો સબ્સ્ક્રાઇબર્સ વધતા રહે છે, તો તેઓ ત્યાંથી પણ કમાણી કરી શકે છે. બંને રીલ્સ બનાવવાના પણ શોખીન છે. સીમાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘પહેલાં મેં મારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઈવેટ રાખ્યું હતું. પરંતુ જ્યારે મને ખબર પડી કે લોકો અમારા વીડિયો શેર કરી રહ્યાં છે અને અમે તેનાથી કમાણી કરી શકીશું ત્યારે મેં મારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન ફોર ઓલ કરી દીધું હતું. જેથી લોકો મને ફોલો કરી શકે.

શું છે સીમા હૈદરની સ્ટોરી?
પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદર મોબાઈલ પર PUBG રમતી વખતે ભારતના સચિન સાથે પ્રેમમાં પડી ગઈ હતી. આ પછી તે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને નેપાળ થઈને તેના પ્રેમીને મળવા ભારત આવી હતી. પરંતુ નોઈડા પોલીસે તેની ધરપકડ કરી હતી. તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં જે બાદ આ કપલ હાલ જામીન પર મુક્ત થયા છે. હવે યુપી એટીએસ સીમા હૈદર કેસની તપાસ કરી રહી છે.

Most Popular

To Top