Charchapatra

મણિપુરની સમસ્યા સમજવા માટે તેના ઇતિહાસમાં ડોકિયું કરવું જોઈએ

મણિપુરમાં હાલમાં જે હિંસક ઘટનાઓ બની રહી છે, તેનું ખરું કારણ જાણવા માટે તેના ઇતિહાસમાં ઊંડા ઊતરવું પડશે. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેઓ ઉત્તર-પૂર્વના પ્રદેશ તરફ ગયા, જ્યાં તેમને ચાની સાથે ખનિજ તેલ પણ મળ્યું. અંગ્રેજો તેના પર લૂંટ ચલાવવા માંગતા હતા. તેમને ત્યાં જોવા મળ્યું કે અહીંનાં લોકો ખૂબ જ સાદા છે અને તેઓ વૈષ્ણવ સનાતની છે. જંગલો અને પહાડોમાં રહેતાં આ લોકો દેશનાં બાકીનાં લોકો કરતાં અલગ છે અને આ સરળ લોકો પાસે અમૂલ્ય સંપત્તિ છે તેથી અંગ્રેજોએ સૌ પ્રથમ અહીંનાં લોકોને દેશના બાકીના ભાગોથી સંપૂર્ણપણે કાપી નાખવાનો વિચાર કર્યો.

આ માટે બ્રિટિશ લોકો ઇનર પરમિટ અને આઉટર પરમિટની સિસ્ટમ લાવ્યા. તે મુજબ બહારના વિસ્તારથી કોઈ પણ આ વિસ્તારમાં આવે તો તેણે પહેલાં એક પરમિટ મેળવવી પડે અને તેઓ નક્કી સમયમર્યાદાથી આગળ ત્યાં રહી શકતા નથી. તેનાથી વિપરીત અંગ્રેજોએ આ પ્રદેશમાં તેમની કચેરીઓ બનાવી અને અંગ્રેજ અધિકારીઓને રાખ્યા, જેઓ ચાના પાંદડા ઉગાડતા અને વેચતા હતા. આ સાથે અંગ્રેજોએ જોયું કે આ વિસ્તારમાં કોઈ ખ્રિસ્તી નથી.

તેથી તેમણે ખ્રિસ્તી મિશનરીને અહીં મોકલ્યા. મિશનરીઓએ આ વિસ્તારનાં લોકોને ધર્માંતરણ કરવાનું કામ શરૂ કર્યું. જ્યારે ઘણાં લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ત્યારે અંગ્રેજો તેને ખ્રિસ્તી રાજ્ય બનાવવાનાં સપનાં જોવા લાગ્યા. તેમનો ઇરાદો એ હતો કે તેઓ પૂર્વોત્તરના પ્રદેશમાં રહીને ચીન, ભારત અને પૂર્વ એશિયા પર નજર રાખશે. અંગ્રેજોએ વધુ એક યુક્તિ કરી. તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવનારાં લોકોને એસ.ટી.નો દરજ્જો આપ્યો અને તેમને ઘણી સરકારી સુવિધાઓ આપી.
મણિપુરમાં ધર્મપરિવર્તન કરનારાઓને કુકી જાતિના હતા અને વૈષ્ણવ લોકોનો મેઈતેઈ સમાજ કહેવાય છે.

પછી ઘણાં નાગા લોકોએ પણ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. ધીરે ધીરે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યા વૈષ્ણવ ધર્મના અનુયાયીઓની સંખ્યા કરતાં વધુ કે સમકક્ષ બની ગઈ. સ્થાનિક લોકો હંમેશા અંગ્રેજો સામે લડ્યા, જેના કારણે અંગ્રેજો આ વિસ્તારને ભારતમાંથી વિભાજીત કરવામાં નિષ્ફળ રહ્યા; પરંતુ તેઓ મેઇતેઈ હિન્દુઓની સંખ્યા ઘટાડવામાં અને ધર્માંતરિત લોકોની સંખ્યામાં વધારો કરવામાં સફળ રહ્યા. કુકીઓ અને નાગાઓએ મણિપુરના ૯૦% વિસ્તાર પર કબજો જમાવ્યો હતો, જ્યારે માત્ર ૧૦% જ મેઈતેઈ માટે રહ્યો હતો. અંગ્રેજોએ આ વિસ્તારમાં અફીણની ખેતીને પ્રોત્સાહન આપ્યું અને તેને ખ્રિસ્તી કુકી લોકો દ્વારા કબજો કરવાની મંજૂરી આપી.

આઝાદી સમયે બોધચંદ્ર સિંહ ત્યાંના રાજા હતા અને તેમણે ભારતમાં વિલિનીકરણ કરવાનો નિર્ણય લીધો હતો. ૧૯૪૯ માં તેમણે પંડિત જવાહરલાલ નહેરુને કહ્યું કે મૂળ વૈષ્ણવો કે જેઓ ૧૦% પ્રદેશમાં બાકી છે તેમને એસ.ટી.નો દરજ્જો આપવો જોઈએ. નેહરુએ તેમની વાત માની નહીં. ત્યાર બાદ ૧૯૫૦માં જ્યારે બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે નેહરુએ મેઇતેઈ સમુદાયને કોઈ છૂટ આપી ન હતી. ૧૯૬૦ માં નેહરુ સરકાર દ્વારા જમીન સુધારણા કાયદો લાવવામાં આવ્યો, જેમાં ૯૦% જમીન ધરાવતા કુકી અને નાગા ખ્રિસ્તીઓને એસ.ટી.માં મૂકવામાં આવ્યા. આ અધિનિયમમાં એક જોગવાઈ પણ હતી જેમાં કુકી-નાગા લોકો ગમે ત્યાં જઈ શકે છે, રહી શકે છે અને જમીન ખરીદી શકે છે, પરંતુ મેઈતેઈ હિન્દુઓને આ બધા અધિકારો નથી. અહીંથી જ મેઇતેઇ લોકોએ દિલ્હીનો વિરોધ શરૂ કર્યો હતો. નેહરુ એક વખત પણ પૂર્વોત્તરની સ્થિતિ સુધારવા ત્યાં ગયા ન હતા.

બીજી તરફ, બ્રિટનની MI6 અને પાકિસ્તાનની ISI જેવી જાસૂસી સંસ્થાઓએ મળીને કુકી અને નાગાને હથિયાર આપવાનું શરૂ કર્યું, જેનો ઉપયોગ તેઓ ભારત અને મેઈતેઈ સામે કરતા હતા. દિલ્હીના સમર્થન વિના મેઈતેઈઓએ તેમની સાથે જોરદાર લડાઈ કરી. કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષોએ હંમેશા આ વિસ્તારમાં શાસન કર્યું છે અને તેઓ કુકી અને નાગા ખ્રિસ્તીઓના સમર્થનમાં હતા. આ લડાઈ પૂર્વોત્તરમાં આદિવાસીઓના અસ્તિત્વ માટે હતી, તેથી બધાએ અલગ-અલગ મોરચા બનાવીને શસ્ત્રો ઉપાડ્યાં.

આઈએસઆઈ દ્વારા સમગ્ર નોર્થ-ઈસ્ટને યુદ્ધનું મેદાન બનાવી દેવામાં આવ્યું, જેના કારણે મિઝો જાતિઓમાં સશસ્ત્ર બળવો શરૂ થયો. બિન-દિલ્હી-સમર્થિત આદિવાસીઓ મ્યાનમારથી ગેરકાયદેસર રીતે ભારતમાં આવેલા ISI સમર્થિત કુકી, નાગા અને ચીન જાતિઓ સામે લડ્યા. કોંગ્રેસ અને સામ્યવાદીઓએ મિશનરીઓ સાથે મળીને મ્યાનમારથી આવેલા આ ચીન આદિવાસીઓને મણિપુરના પર્વતીય વિસ્તારો અને જંગલોમાં નાગરિકતા આપીને વસાવ્યા હતા. આ ચીન કુકી અને નાગાના સમર્થક હતા અને મેઈતેઈઓ સાથે લડતા હતા.

નોર્થ ઈસ્ટ માટે રાજકીય ઉકેલ મળ્યો ન હતો અને એક દિવસ ઈન્દિરા ગાંધીએ આદિવાસી વિસ્તારોમાં હવાઈ હુમલાનો આદેશ આપ્યો હતો, જેનો સેના અને વાયુસેનાએ વિરોધ કર્યો હતો. આ પછી બળવો વધુ લોહિયાળ અને સશસ્ત્ર બન્યો. ૧૯૭૧માં પાકિસ્તાનના ભાગલા અને બાંગ્લા દેશના અસ્તિત્વને કારણે ISIની કાર્યવાહીને આંચકો લાગ્યો હતો, પરંતુ મ્યાનમાર તેના માટે ખુલ્લો વિસ્તાર હતો. તેણે મણિપુરમાં મ્યાનમારના ચીન લોકોને પ્રવેશ કરાવ્યો. ચીન લોકોએ જંગલોમાં ધામા નાખ્યા અને ત્યાં અફીણની ખેતી શરૂ કરી. ઉત્તરપૂર્વીય રાજ્યો મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ દાયકાઓથી કુકી અને ચીન દ્વારા અફીણની ખેતી અને દાણચોરી માટેનું એક ખુલ્લું મેદાન બની ગયાં છે. ISI અને MI6એ આ વિસ્તારમાં અફીણની દાણચોરીથી શસ્ત્રોની દાણચોરીની આખી અર્થવ્યવસ્થા ઊભી કરી છે, જેના કારણે આ રાજ્યોની મોટી વસ્તી પણ નશાની લતમાં લાગી ગઈ છે.

વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની સરકાર આવી તે પછી તેણે એક્ટ ઇસ્ટ પોલિસી હેઠળ પૂર્વોત્તરનાં રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું, NSCN – અને ભારત સરકાર વચ્ચે “નાગા કરાર’પછી હિંસા ઓછી થઈ. ભારતીય સેના પરના હુમલાઓ બંધ થઈ ગયા. ઉત્તર-પૂર્વમાંથી ધીરે ધીરે શસ્ત્ર ચળવળનો અંત આવ્યો. આ વ્યૂહરચના હેઠળ પૂર્વોત્તરમાં ભાજપ સરકારો સત્તામાં આવી. ત્યાંથી કોંગ્રેસ અને સામ્યવાદીઓના શાસનનો લગભગ અંત આવી ગયો. તેના કારણે આ પાર્ટીઓના નાણાંનો મુખ્ય સ્રોત જે અફીણ અને હથિયારોની દાણચોરી હતો તે જતો રહ્યો.

તાજેતરમાં મણિપુર હાઈકોર્ટે નિર્ણય કર્યો કે હવે મેઈતેઈ જાતિને એસ.ટી. નો દરજ્જો મળશે, જેથી મેઈતેઈ લોકો પણ ૧૦% ના સંકોચાયેલા વિસ્તારને બદલે મણિપુરમાં સ્થાયી થઈ શકશે અને જમીન ખરીદી શકશે. કુકી અને નાગાને આ સ્વીકાર્ય નથી. મણિપુરના મુખ્ય પ્રધાન બિરેનસિંહે કહ્યું કે સરકાર મ્યાનમારમાંથી ગેરકાયદેસર ચીન લોકોને ઓળખી કાઢીને ભગાડી દેશે અને અફીણની ખેતીનો અંત લાવશે. તેના કારણે તસ્કરોની ટોળકી ચોંકી ઊઠી હતી. દિલ્હીથી સંકેત મળતાંની સાથે જ ખ્રિસ્તી કુકીઓ અને નાગાઓએ મેઈતેઈ વૈષ્ણવ લોકો પર હુમલો કર્યો, જેનો મેઈતઈઓએ બમણી તાકાતથી જવાબ આપ્યો. આ કુકી-નાગા સાથે દિલ્હીમાં બેઠેલા તેમના માલિકો માટે પણ અણધાર્યું હતું. આ લોકો વિક્ટીમ કાર્ડ રમીને રડવા લાગ્યા હતા. અત્યારે ભારતના મિડિયાનો એક વર્ગ જે સામ્યવાદી પક્ષોનો અને કોંગ્રેસનો પ્રવક્તા છે તે રડી રહ્યો છે, કારણ કે મણિપુર સરકારે અને કેન્દ્ર સરકારે મિશનરીઓ, ગેરકાયદે ઘુસણખોરો અને દાણચોરોના બિલમાં ઉકળતું તેલ નાખ્યું છે.

Most Popular

To Top