વડોદરા: સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખનાર અમદાવાદ ઇસ્કોન બ્રિજ ઉપર બનેલા ગોઝારા અકસ્માત બાદ પણ ઓવર સ્પીડની મઝા લેતા નબીરા સબક લેવાનું નામ નથી લઇ રહ્યા ત્યારે ગતમોડી રાત્રે વડોદરાના છેવાડે આવેલ ભાયલી ખાતે મોટરસાયક્લ પર ઘરે પરત ફરી રહેલ પિતા પુત્રને બેફામ હંકારી રહેલ ટેમ્પા ચાલકે પિતા પુત્રને અડફેટે લેતા અકસ્માત માં અઢી વર્ષના માસુમ બાળકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર ભાયલી ખાતે રહેતા સંજયભાઈ રાવલ ગત રોજ રાત્રીના અઢી વર્ષના પુત્ર યુવરાજને મોટરસાયકલ પર લઇ ઘરે પર ફરી રહ્યા હતા.
તે દરમિયાન ભાયલી ગામના સ્મશાન પાસે રોંગ સાઈડ થી ઘસી આવેલ અશોક લેલન ટેમ્પા ચાલકે મોટરસાયકલ સવાર પિતા પુત્રને અડફેટે લેતા અઢી વર્ષનો માસુમ યુવરાજ ફંગોળી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇર્જાઓ પહોંચતા તાત્કાલિક ઇર્જાગ્રસ્ત યુવરાજને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયાં ચાર કલાકની ટૂંકી સારવાર બાદ યુવરાજનું મોત નિપજતા પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.મૃતકના પિતા સંજયભાઈ રાવલે જાણવ્યું હતું કે, હું અને મારો પુત્ર મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા.
ભાયલી ગામના સ્મશાન નજીક હતા ત્યારે મારા પુત્રએ મને કહ્યું પપ્પા દૂધ લઇ આપો અને અચાનક સામે થી રોંગ સાઈડ થી અશોક લેલન ટેમ્પો ચાલક ઘસી આવ્યો હતો અને અમને અડફેટે લેતા મારો પુત્ર નીચે પડી ગયો હતો. હું તરત જ મારા પુત્રને હોસ્પિટલ લઇ ગયો હતો જયાં તેને ચાર કલાક વેન્ટિલેટર પર રાખ્યો હતો અને ત્યાર બાદ તબીબોએ મારા પુત્રને મૃત જાહેર કર્યો હતો. વધુ માં તેમને જાણવ્યું હતું કે, ગતરાત્રે જ અમે પ્રધાનમંત્રી આવસ યોજના માં અમને ફાળવવામાં આવેલ નવા મકાન માં રહેવા માટે ગયા હતા. પરંતુ મારો પુત્ર તેનું નવું ઘરના પણ જોઈ ના શકયો.તાલુકા પોલીસે મૃતક યુવરાજના મૃતદેહને પીએમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.