SURAT

સુરતની મિલોને 60 કરોડના રાષ્ટ્રધ્વજ બનાવવા ઓર્ડર મળ્યા

સુરત : 15મી ઓગસ્ટ (15August) સ્વાતંત્ર્ય પર્વની (Independent Day) આ વર્ષે પણ આઝાદીનાં અમૃત મહોત્સવ (AazadiKaAmrutMahotsav) તરીકે દેશભરમાંથી ઉજવણી થઈ રહી છે. 2024 માં લોકસભાની ચૂંટણી (ParliamentElection) પણ યોજવા જઈ રહી છે, ત્યારે કેન્દ્રીય લેવલે સત્તાધારી પક્ષ ભાજપ, કોંગ્રેસ, આપ, જેડીયું-આરજેડી, ટીએમસી, બીઆરએસ, શિવસેના-NCP, YSR કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ આ ઉજવણીને ભવ્ય બનાવવા તિરંગા રેલીઓનું (TirangaRally) આયોજન કર્યું છે.

50 લાખ રાષ્ટ્રધ્વજનાં ઉત્પાદન માટે 500 કામદારો ડે-નાઈટ કામે લાગ્યા

આ પાર્ટીઓને લીધે સુરતની (Surat) ટેક્સટાઈલ મિલોને (TextileMills) 60 કરોડના રાષ્ટ્રધ્વજ બનાવવા ઓર્ડર મળ્યા છે. 50 લાખ તિરંગા તૈયાર કરવા પાંડેસરાની જાણીતી મિલને 12.50 કરોડનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. 50 લાખ રાષ્ટ્રધ્વજનાં ઉત્પાદન માટે 500 કામદારો ડે-નાઈટ કામે લાગ્યા છે.

કેટલીક મિલોએ પોલીએસ્ટર-વિસ્કોસ મિક્સ ફેબ્રિક્સમાંથી તિરંગો હોલસેલમાં નંગ દીઠ 20 રૂપિયામાં બનાવી આપવા રાજકીય પાર્ટીઓને ઓફર આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિતે હર ઘર તિરંગા અભિયાન ચલાવવા આહવાન આપ્યું હોવાથી ભાજપ શાસિત રાજ્યોમાંથી સૌથી વધુ ઓર્ડર મળ્યાં છે.

ગયા વર્ષે સુરતમાં 50 કરોડથી વધુ તિરંગા બન્યા હતા, ત્યારે સુરતની મોટી મિલને 2.50 કરોડનો ઓર્ડર ભાજપે આપ્યો હતો. પાંડેસરાની લક્ષ્મીપતિ મિલના માલિક સંજય સરાવગીએ કહ્યું હતું કે બે દિવસ પહેલા એક કરોડ તિરંગા બનાવવાની ઇન્કવાયરી આવી હતી. 10 ઓગસ્ટ ડિલિવરીની ડેટ હોવાથી અમે 50 લાખ બનાવી આપવા તૈયારી દર્શાવી હતી. બાકીના ધ્વજ માટે સુરતની અન્ય મિલોના રેફરન્સ આપ્યા હતા. જેથી એમનો ઓર્ડર પૂરો થઈ શકે. 10 ઓગસ્ટ સુધીમાં અમે 50 લાખ તિરંગા બનાવી ડિલિવરી કરીશું. અમારે ત્યાં 35 લાખ મીટર ફેબ્રિક્સમાંથી રાષ્ટ્રધ્વજ તૈયાર થશે.

સુરત પાસે 10 કરોડથી 50 કરોડ સુધી તિરંગા બનાવવાની ક્ષમતા
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વર્ષે બધા જ ભવ્ય રીતે કરવાના હોવાથી ટેક્સટાઈલ મિલોને સતત બીજા વર્ષે સારા ઓર્ડર મળ્યા છે. સુરત પાસે 10 કરોડથી 50 કરોડ સુધી તિરંગા બનાવવાની ક્ષમતા છે. કારણકે અહીં જાપાનીઝ અને ચાઈનીઝ હાઈ સ્પીડ લૂમ્સની આધુનિક ટેક્નોલોજી વાળી મશીનરી છે.

ફેબ્રિક્સ પર પ્રોસેસિંગ, ડાઇંગ કરવાથી લઈ ડિજિટલ પ્રિન્ટિંગ સુધીની સુવિધા અહીં છે. તિરંગાનું ઉત્પાદન એની આચાર સંહિતા મુજબ થઈ રહ્યું છે. તિરંગના ત્રણે કલર અને અશોક ચક્રનું માપ જાળવવા સાથે આકર્ષક પેકેજિંગનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

Most Popular

To Top