Comments

વિપક્ષ પાસે નામ ભલે નવું હોય પણ મોદીના નેતૃત્વમાં NDA કમજોર નથી

ભારતમાં ગઠબંધનની રાજનીતિએ અત્યાર સુધી બતાવ્યું છે કે સફળ અને સ્થિર ગઠબંધન ત્રણ બાબતો પર આધાર રાખે છે – એક મધ્યસ્થી પક્ષ, સર્વસંમતિથી પસંદ કરાયેલો નેતા અને કેટલીક વૈચારિક સુસંગતતા (અથવા કોમન મિનીમમ પ્રોગ્રામ) આ તમામ જરૂરીયાત વર્તમાન નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં રહેલી છે, જ્યારે I.N.D.I.A. નવા નામ હેઠળ મળેલાં વિપક્ષી ગઠબંધનને હજુ તેના ત્રણેય તત્ત્વો શોધવાની જરૂર છે.

ગઠબંધનમાં આ બાબતો જરૂરી છે પણ ચૂંટણી જીતવા કે લાંબો સમય સાથે રહેવા માટે પૂરતી નથી, પણ એક નિર્ણાયક ભૂમિકા જરૂર  ભજવે છે. મધ્યસ્થી પાર્ટી અન્ય પક્ષો વચ્ચે સંબંધનું કેન્દ્ર બને છે, સીટ-વહેંચણીની વ્યવસ્થા સહિત નિર્ણય લેવા પ્રમાણમાં વધારે પ્રભાવ પાડે છે અને આંતર-પક્ષીય વિવાદોને ઉકેલવામાં આગેવાનની જરૂરીયાત પૂરી કરે છે. પસંદ કરેલો નેતા અને કોમન મિનીમમ પ્રોગ્રામની હાજરી મતદારોને આકર્ષવા મદદ કરે છે.

જેમતેમ કરી 26 પક્ષોએ પોતાને નવા વિપક્ષી મોરચા તરીકે રિબ્રાન્ડ કર્યા એ કરતા, 18 જુલાઈના રોજ દિલ્હીમાં 2024ની લોકસભા ચૂંટણી માટે 38 રાજકીય પક્ષોને ભેગા મળી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને સમર્થન કરતી NDAને જોડવી વધારે સરળ હતી. જો કે બંને પક્ષો માટે પ્રેરણા અને ધ્યેય અલગ છે અને આ મુકાબલો આવનારી ચૂંટણી સુધી ચાલશે.

વિપક્ષની લડત જે હવે કોંગ્રેસ-સંચાલિત છે. ઘણા અવરોધો સામે જનાદેશ મેળવવાની આશામાં છે. હકીકત એ છે કે કોંગ્રેસ સહિત કોઈપણ પક્ષ પોતાના દમ પર આવો જનાદેશ હાંસલ કરવાનો પ્રયત્ન નહીં કરે. તેથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને આમ આદમી પાર્ટી (AAP) જેવી જિદ્દી પાર્ટીએ વોટ બેંક ગુમાવવાના ડરથી નવા ગઠબંધનને સમર્થન આપવાનું પસંદ કર્યું. બીજી તરફ, 25 વર્ષ જૂના NDAના વિસ્તરણનો હેતુ ભાજપની વિચારમાર્ગને વિસ્તૃત કરવાનો છે. ઉપરાંત, 2024ની ચૂંટણીઓમાંથી મોદીની અપેક્ષાઓ શું છે તે જણાવવા માટે ભાષણોમાં ક્યારેય કટાક્ષ કર્યો નથી.

તેમની ઈચ્છા છે કે ભાજપની ત્રીજી જીત, 2014 અને 2019ના પહેલાં કરતા ઘણી મોટી હોવી જોઈએ. 50 ટકાથી વધુનો જનાદેશ મોદીનું લક્ષ્ય છે. ભારતના લોકો ભાજપને મજબૂરીમાં નહીં મરજીથી પસંદ કરી રહ્યા છે ઉપરાંત, તેઓ ભારત માટે વિકાસનો નવો માર્ગ નક્કી કરવા મોદીના નેતૃત્વ- તેમની સરકારના કાર્યોને સમર્થન આપે છે. આ મહત્વનાં રાજકીય સંદેશને મજબૂત કરવા ધ્યાન આપશે.

અલબત્ત, મોદીએ પણ સ્વીકાર્યું કે છેલ્લા 9 વર્ષમાં NDAના સાથીદારો જોઈએ તેટલી વખત મળ્યા નથી. આવું 2014 અને 2019માં ભાજપે પોતાના દમ પર લોકસભામાં ભવ્ય બહુમતી જીત મેળવી એટલા માટે નથી થયું  કેટલાક નવા ભાગીદારોની આવ-જા થઈ હતી, 2014થી જ ગઠબંધનનાં સંબંધમાં બદલાવ આવ્યો હતો. પણ મોદીએ NDAના ભાગીદારોને 18 જુલાઈના રોજ ખાતરી આપી હતી કે તેઓ આ દૂરી ઘટાડવોનો પ્રયાસ કરશે જેથી હાલની સરખામણીમાં વધુ ચર્ચા-વિચારણા થઈ શકે.

મોદી જણાવ્યા મુજબ NDAની રચના I.N.D.I.Aથી વિરૂધ્ધ જે વ્યક્તિગત રીતે મોદી પર અને રાજકીય રીતે ભાજપની સામે છે તેવા કોઈ નકારાત્મક મુદ્દા પર નથી. NDAનું નેતૃત્વ પોતાની કે ભાજપ પાસે છે તે બતાવવા માટે મોદીએ કંઈ કહેવાની જરૂર નથી. આ સાથે જ તેઓ એ બતાવવા માટે પ્રતિબદ્ધ છે કે મોદીની તાકાત તેમના પોતાના પક્ષ સુધી મર્યાદિત નથી.

NDAએ તાજેતરમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં અનેક પક્ષોને સામેલ કર્યા છે. 2 પ્રાદેશિક પાર્ટી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને શિવસેનાએ 2024 પહેલા ભાજપ સાથે હાથ મિલાવ્યા છે. ઉત્તર પ્રદેશમાં, ઓમ પ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી 2022ની રાજ્યની ચૂંટણી પહેલા બહાર નીકળ્યા બાદ ફરી પાછી જોડાઈ છે. બિહારમાં લોક જનશક્તિ પાર્ટીના બંને જૂથો પણ NDA સાથે મજબૂત રીતે હાથ મિલાવ્યા છે. અહીં એ ધ્યાનમાં રાખવું કે ભાજપ 2024માં સત્તામાં પાછા ફરવા માટે આ વ્યવસ્થાને કોઈ મહત્વપૂર્ણ વ્યૂહરચના તરીકે નથી જોઈ રહ્યું. આથી ઉલટું આ પક્ષો તેમની તાકાતમાં વધારો કરી શકે છે. ભાજપ વિપક્ષીઓની વાર્તાને બઢાવો આપવાનો પ્રયાસ કે ‘તેઓ નિષ્ક્રિય છે’ એ સાચું નથી. આ જણાવે છે કે BJP તેની પકડના વિષયો માટે સાવચેત છે.

જે પાર્ટીઓ પટના અને બેંગલુરુમાં વિપક્ષની બેઠકમાં ન જોડાઈ (અથવા આમંત્રણ ન હતું) તે પાર્ટી પણ 2024ની ચૂંટણી પરિણામમાં પોતાની ભૂમિકા નક્કી કરી રહ્યા છે. કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર) અને આંધ્રપ્રદેશમાં એન.ચંદ્રાબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી પાસે કોંગ્રેસ પ્રેરિત કોઈપણ બેઠકને ટાળવા માટેના ઘણાં કારણો છે. તેઓ વહેલા કે મોડા ભાજપ સાથે જોડાવાની યોગ્યતા જોશે.

પોતાના વિકલ્પો ખુલ્લા રાખીને, બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ પણ ભવિષ્યના જોડાણ માટે પોતાની યાદી તૈયાર રાખી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તે I.N.D.I.A.ના વિચારથી આકર્ષિત નથી. ભાજપનો વિરોધ કરતી હોવા છતાં હંમેશા કોંગ્રેસની વિરુદ્ધ રહી છે. તેવી જ રીતે, ભાજપ સાથે તેમની દુશ્મનાવટ હોવા છતાં, ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળ (BJD)ના નેતા નવીન પટનાયકે પણ તેમની પાર્ટીને આટલા વર્ષો સુધી સફળતાપૂર્વક આગળ વધાવી છે. તેમના મોદી સાથે સંબંધ સુમેળ ભર્યા છે.

તેલંગાણાના સીએમ અને ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે ચંદ્રશેખર રાવ (KCR)ને બેંગલુરુમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ગયા વર્ષે ભાજપ સામે વિપક્ષના વડાઓને ભેગા કરવાના તેમના પ્રયત્નો ફળ્યા ન હતા તે પછી તેમને નિરર્થકતાનો અહેસાસ થયો છે. હાલ તેઓ વિધાનસભાની ચૂંટણીનો સામનો કરી રહ્યા છે, ત્યારે KCRએ જાણી ગયા છે કે કોંગ્રેસ તેમની મુખ્ય હરીફ છે.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી Y.S.જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની YSRCP હંમેશા કેન્દ્ર સાથેના સંબંધ મિલનસાર રહ્યા છે, તેમના રાજ્યમાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે ભાજપ હોવા છતા. આથી વિપરિત, બેંગલુરુમાં મનમિલાપ છતાં વિપક્ષી છાવણીમાં ચાલી રહેલી ગતિવિધિઓ દર્શાવે છે કે તેમનામાં પરસ્પર પૂરતો વિશ્વાસ નથી. જનતા દળ (U)ના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને હવે સમજાયું કે કોંગ્રેસ આ વિપક્ષી એકતાની પૂરેપૂરી જવાબદારી ઉપાડી લીધી છે. આ ગઠબંધનની પહેલ કરનાર તરીકે તેમની ભૂમિકા લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. એ જ રીતે, રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવને પણ ખ્યાલ આવી ગયો છે કે અહીં કોંગ્રેસનો હાથ ઉપર રહેશે.

અગાઉ, બંગાળ કોંગ્રેસના વડા અધીર રંજન ચૌધરીએ રાજ્યમાં પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા અંગે મમતા બેનર્જીને સરમુખત્યાર અને તેમની તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકરોને ગુંડા ગણાવ્યા હતા. મમતા નારાજ છે કે કોંગ્રેસ નેતૃત્વએ બંગાળની જમીની હકીકત પારખીને જ મમતા સાથે જોડાયા છે. પશ્ચિમ બંગાળમાં TMC સામે વિરોધપક્ષ બની હવે મમતાની સાથે ઊભા રહેવાની ડાબેરીઓની મુંઝવણ અને મજબૂરીઓ સ્પષ્ટ છે. દેખીતું છે કે, CPI(M)માં પણ સીતારામ યેચુરી અને બ્રિન્દા કરાત આમ નથી વિચારતા. કરાતે સવાલ ઊઠાવ્યો કે ‘‘કોઈ એ પક્ષની ભૂમિકાને કેવી રીતે સ્વીકારી શકે, જ્યારે રાજ્યમાં લોકતાંત્રિક સિદ્ધાંતોનું કરવામાં નિષ્ફળ રહી હોય ત્યારે આખા દેશમાં લોકતાંત્રિક સિદ્ધાંતોનું રક્ષણ કઈ રીતે થશે’’ મમતા લોખંડી હાથે શાસન કરે છે.

મમતાએ પંચાયત ચૂંટણી હિંસા માટે પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષોને જવાબદાર ઠેરવ્યા છે અને કહ્યું કે જાનહાનિ માટે ‘રામ, શામ અને બમ’ – ભાજપ, કોંગ્રેસ અને CPM જવાબદાર છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ એવું તારણ કાઢે છે કે 1998 અને 2004 વચ્ચે અટલ વાજપેયીની NDA પણ કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે સગવડીયું ગઠબંધન કર્યું હતું. પણ 1998 અને 2004 વચ્ચે ભાજપે જે વિરોધાભાસનો સામનો કર્યો હતો તે કરતાં I.N.D.I.A.સામે જોવા મળતા વિરોધીભાસનાં મૂળ ઘણાં મજબૂત છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top