SURAT

ઊર્જા વિભાગ ભરતી કૌભાંડ: સુરત ક્રાઇમ બ્રાન્ચે 9થી વધુ લોકોની અટકાયત કરી

સુરત: ઉર્જા વિભાગની ભરતીમાં ગેરકાયદેસર ભરતી કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch) સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Arvalli) જિલ્લામાં ગેરકાયદેસર નોકરીએ (Job) લાગી ગયેલા 9થી વધુ લોકોની અટકાયત કરી હતી. તેમજ તપાસ નો દોર આગળ વધાર્યો હતો. ઉર્જા વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટની ભરતીમાં ઉમેદવારો અને એજન્ટો ની મિલીભગતમાં 300થી વધુ લોકોએ નોકરી મેળવી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં પોલીસે 5 પુરુષ તથા 4 મહિલાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હોવાના સામે આવ્યું છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે વર્ષ 2020-21માં લેવાયેલ ઉર્જા વિભાગ દ્વારા કરાયેલી ભરતીમાં ગેરકાયદેસર ભરતી કૌભાંડ સામે આવ્યા બાદ સરકારે તપાસ ના આદેશ આપ્યા હતા. આ ઘટનાને લઇને સુરત ક્રાઇમ બ્રાન્ચે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર નોકરીએ લાગી ગયેલા 9થી વધુ લોકોની અટકાયત કરી છે. છેલ્લા ત્રણ મહિનાથી ઉર્જા વિભાગની જુનિયર આસિસ્ટન્ટની ભરતીમાં ગેરકાયદેસર રીતે નોકરી લાગેલા ઉમેદવારો અને એમને નોકરી લગાડનાર એજન્ટોની ધરપકડનો સિલસિલો ચાલુ છે. ગેરકાયદેસર રીતે નોકરી લાગેલા ઉમેદવારો પૈકી 5 પુરુષ તથા 4 મહિલાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે.

આ મામલે વધુમાં જણાવ્યું હતું કે આ ભરતીમાં 300થી વધુ ઉમેદવારો ગેરકાયદેસર રીતે નોકરીએ લાગ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાબરકાંઠા અને અરવલ્લીથી 4 મહિલા સહિત 9ને ઝડપી પાડ્યાં છે. હાલ તમામ મહિલાઓનું મેડિકલ ચેકઅપ કરાવી તપાસ શરૂ કરાઇ છે. આ પ્રકરણમાં ઉમેદવાર અને એજન્ટની શુ ભૂમિકા છે એની તપાસ કરાશે.

તેમણે વધુ જણાવતા આગળ કહ્યુ હતું કે સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વીજ કંપનીઓની વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ)ની ઓનલાઇન પરીક્ષામાં પાસ કરવા માટે ઉમેદવાર દીઠ 7થી 10 લાખ લઈ વીજ કંપનીમાં નોકરી અપાવતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. થોડાક મહિના અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધી ગેરકાયદેસર ભરતી મામલે તપાસ શરુ કરી હતી જેમાં 15થી વધુ એજન્ટોની ધરપકડ કરી પોલીસે જેલ ભેગા કર્યા છે.

ક્રાઈમ બ્રાન્ચે આ લોકોની કરી અટકાયત

  1. નિમાબેન પ્રકાશ પટેલ
  2. જલ્પાબેન બીપીન પટેલ
  3. રોહિત મૂળજી મકવાણા
  4. મનીષ ધનજી પારઘી
  5. પ્રકાશ મગન વણકર
  6. અલ્તાફ લોઢા
  7. ઉપાસના ખાનાભાઈ સુતરિયા
  8. નિલમબેન નારણદાસ પરમાર

Most Popular

To Top