Dakshin Gujarat

ઉકાઈ ડેમની સપાટીમાં સડસડાટ વધારો, રૂલ લેવલથી બસ આટલી દૂર

સુરત: ગુજરાતમાં વરસાદનું જોર નરમ પડતા લોકોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ઉકાઈ ડેમમાં પાણીનો ઈનફલો વધ્યો છે, પરિણામે છેલ્લાં ચાર પાંચ દિવસથી દૈનિક સરેરાશ 2 ફૂટની એવરેજથી ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આજે સવારે પણ ઉકાઈ ડેમની સપાટી બે ફૂટ વધી છે. આ સાથે જ રૂલ લેવલથી હવે ઉકાઈ ડેમની સપાટી 5.5 ફૂટ જ દૂર છે.

તાપી (Tapi):નદીના ઉપરવાસમાં ઉકાઈ ડેમના (UkaiDam) કેચમેન્ટ એરિયામાં (Cachment Area) સામાન્ય વરસાદ (Rain) નોધાયો છે પરંતુ મહારાષ્ટ્ર (Maharahstra) અને મધ્યપ્રદેશમાં (MadhyaPradesh) પડેલા ભારે વરસાદને કારણે હથનુર (Hathnur) અને પ્રકાશા (Prakasha) ડેમમાં મોટીમાત્રામાં પાણીની આવક થતા તંત્રવાહકો દ્વારા ડેમના દરવાજા ખોલીને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ પાણીનો આવરો ઉકાઈ ડેમમાં ઠલવાતો હોવાથી ડેમની સપાટી સડાસડ રીતે વધી રહી છે. આજે મંગળવારે સવારે પણ ડેમની સપાટીમાં બે ફુટ જેટલો વધારો થયો હતો. આજે ડેમની સપાટી 327.55 ફૂટ પર પહોંચી છે. જે સપાટી આજની તારીખમાં ડેમના રૂલ લેવલ 330 ફુટ કરતા 5.50 દુર છે. આ ઉપરાંત ઉકાઈડેમમાં બપોરે 12કલાકે 1,32,058 ક્યુસેક પાણીની આવક અને 1000 ક્યુસેક ડિસ્ચાર્જ નોંધાયો છે.

ડેમની સપાટી સતત પાણીની આવક થતા રોજના એકથી બે ફુટ વધી રહી છે. ત્યારે આજે સવારે પણ હથનુર ડેમના 24 ગેટ ખોલી દેવામાં આવી 64,273 ક્યુસેક અને પ્રકાશા ડેમના 14 ગેટ ખોલી 1,49,496 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ડેમનું પાણી ગણતરીના ક્લાકોમાં ઉકાઈ ડેમમાં આવશે જેથી ડેમમાં પાણીની આવક વધવાની સાથે સપાટીમાં પણ વધારો થશે તેવુ નકારી શકાય નહી.

ગુજરાત રાજયની સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. સતત પડી રહેલા સામાન્યથી ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના પ્રકાશા અને મધ્યપ્રદેશના હથનુર ડેમમાં મોટી માત્રામાં પાણીનો જથ્થો આવી રહ્યો છે. બંને ડેમના તંત્રવાહકોએ ડેમની સપાટીને જાળવી રાખવા માટે છેલ્લા કેટલાક દિવસોથી પાણી છોડી રહ્યા છે.

આ પાણી દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં ઠલવાય રહ્યું છે જેના કારણે સપાટીમાં વધી રહી છે. વધુમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં સામા દુસખેડા, ઉકાઈ,કુકરમુંડા અને ચોપાડવાવમાં અડધા ઇંચથી વધુ જયારે બાકીના તાલુકામાં નજીવોથી કોરાકટ રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ
દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં પુરા થતા ચોવીસ કલાકમાં પડેલા વરસાદના આંકડાકીય માહિતી તરફ નજર કરવામાં આવે તો સુરત જિલ્લામાં ઓલપાડમાં 64, કામરેજમાં 91, સુરત સીટીમાં 48, પલસાણામાં 28, ચોયાર્સીમાં 12, બારડોલીમાં 16, માંગરોળમાં 52, ઉમરપાડામાં 73, માંડવીમાં 19 મી.મી, વલસાડ જિલ્લામાં વલસાડમાં 24, ઉમરગામમાં 30, વાપીમાં 64, કપરાડામાં 85, પારડીમાં 52, ધમરપુરમાં 31 મી.મી, નવસારી જિલ્લામાં નવસારીમાં 21, જલાલપોરમાં 19, ગણદેવીમાં 10, ચીખલીમાં 09, વાંસદામાં 19, ખેરગામમાં 34 મી.મી, ડાંગ જિલ્લામાં આહવામાં 33, સાપુતારામાં 35, વઘઈમાં 33, સુબીરમાં 25 મી.મી જયારે તાપી જિલ્લામાં વ્યારામાં 04, વાલોડમાં 14, ડોલવણમાં 12, કુકરમુંડામાં 26, ઉચ્છલમાં 08, નિઝરમાં 01 અને સોનગઢમાં 18 મી,.મી પડ્યો હતો.

Most Popular

To Top