નવી દિલ્હી: ટ્વિટરના (Twitter) માલિક એલોન મસ્ક (Elon Musk) પોતાના ઓનલાઈન પ્લેટફોર્મને ટ્વિટરને રિબ્રાન્ડ (Rebrand) કરવાની યોજના કરી રહ્યા છે. એલોન મસ્ક ટ્વિટરનો લોગો (Logo) બદલવા જઈ રહ્યા છે. જે નવો લોગો કાલેથી જોવા મળશે. તેઓ ટ્વિટરના લોગોને X કરી શકે છે. મસ્કે ગ્રેગ નામના યુઝર સાથે ટ્વિટર સ્પેસ પર કરેલી વાતચિતમાં આ વાતની પુષ્ટિ કરી છે. તે વાતચિત દરમિયાન જ્યારે એલોન મસ્કને પૂછવામાં આવ્યું કે શું તેઓ ખરેખર ટ્વિટરનો લોગો બદલવા જઈ રહ્યો છે, તો તેના જવાબમાં તેમણે હા પાડિ હતી.
આ સાથે એલોન મસ્કે ટ્વિટર પર એક પોલ બનાવ્યો જેમાં તેમણે લખ્યું હતું કે ડિફૉલ્ટ પ્લેટફોર્મ રંગને કાળો કરો. જેના જવાબમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 4.50 લાખથી વધુ લોકોએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં મોટાભાગના લોકોએ સફેદ અને કાળા રંગની વચ્ચે કાળો રંગ પસંદ કર્યો હતો. જો વાત કરીએ તો 1999થી જ એલોન મસ્કનો અક્ષર ‘X’ સાથે ખાસ સંબધ બંધાયેલો છે. તે સમયેથી જ તેમની એક કંપનીનું નામ X.com હતું.
એલોન મસ્કે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પણ શેર કર્યો હતો. મસ્કે શેર કરેલા વીડિયોમાં ટ્વિટરનો લોગો Xમાં બદલાતો જોવા મળી રહ્યો છે. આ સાથે એલોન મસ્કે પોતાના અન્ય એક ટ્વિટમાં લખ્યું હતું કે ટૂંક સમયમાં અમે ટ્વિટર બ્રાન્ડનના તમામ પક્ષીઓને ધીમે ધીમે અલવિદા કહીશું.
X અક્ષર અને મસ્કનું જોડાણ 1999નું છે
જો એલોન મસ્ક અને X અક્ષરની વાત કરીએ તો તેઓનું જોડાણ 1999નું છે. તે સમયમાં તેમણે X.com નામની ઓનલાઈન બેંકિંગ કંપની શરૂ કરી હતી. જે કંપની પાછળથી અન્ય બીજી કંપની સાથે મર્જ થઈને પેપાલ બની હતી. ત્યાર પછી 2017 માં મસ્કે પેપાલ પાસેથી પોતાની જુની કંપનીનું URL X.com પાછું ખરીદ્યું હતું. એલોન મસ્કે પોતાના એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તે ડોમેન તેમના માટે ખુબજ ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે.
પ્લેટફોર્મને X એવરીથિંગ એપમાં ફેરવવા લિન્ડા સાથે કામ કરવા માટે આતુર છીએ : મસ્ક
એલોન મસ્કે લિન્ડા યાકિરાનોને ટ્વિટરના નવા સીઈઓ બનાવ્યા હતા તે સમયે તેમણે પોતાના એક ટ્વિટમાં કહ્યું હતું કે આ પ્લેટફોર્મને X એવરીથિંગ એપમાં ફેરવવા લિન્ડા સાથે કામ કરવા માટે આતુર છીએ. જો વાત કરીએ તો આ X લેટર મસ્કની બીજી કંપની SpaceX માં પણ દેખાય આવે છે. 2020માં મસ્કે તેમના એક પુત્રનું નામ X Æ A-12 મસ્ક રાખ્યું હતું. Æ નો ઉચ્ચાર ‘એશ’ થાય છે. 4 મહિના પહેલા ઈલોન મસ્કે ટ્વિટરના બ્લુ બર્ડને હટાવીને એક કૂતરાને ટ્વિટરનો લોગો બનાવ્યો હતો. તે સમયે તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે મે જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું છે. જોકે બાદમાં ફરીથી બ્લુ બર્ડને ટ્વિટરનો લોગો બનાવી દેવામાં આવ્યો હતો.
મસ્કે ગયા વર્ષે ટ્વિટરને ખરીદ્યું હતું
જો વાત કરીએ તો એલોન મસ્કએ ગયા વર્ષે સોશિયલ મીડિય પ્લેટફોર્મ ટ્વિટરને ખરીદ્યું હતું. કંપની ખરીદ્યી તે સમયે તેમણે તેના મોટા ભાગના સ્ટાફને કાઢી મૂક્યો હતા. જેના કરણે ત્યારથી ટ્વિટરને વારંવાર તકનીકી ખામીનો સામનો કરવો પડ્યો છે. ત્યાર પછી એલોન મસ્ક પોતાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પુનઃજીવિત કરવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યો છે. એલોન મસ્કે તાજેતરમાં જ ઓપનએઆઈ અને ગૂગલ જેવી કંપનીઓ પર માનવો માટેના જોખમોને ધ્યાનમાં લીધા વિના ટેક્નોલોજી વિકસાવવાનો આરોપ લગાવ્યા બાદ xAI બનાવવાની જાહેરાત કરી હતી.