SURAT

સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તા અસલમ સાયકલવાલાની પાસાના ગુના હેઠળ ધરપકડથી રોષ

સુરત: સુરતમાં (Surat) કોંગ્રેસના (Congress) કાર્યકર્તાની પાસાના (Pasa) ગંભીર ગુના હેઠળ ધરપકડ કરી સાબરમતી જેલમાં (Sabarmati Jail) મોકલી દેવામાં આવ્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે રીઢા ગુનેગારની જેમ એક રાજકીય કાર્યકર્તાની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હોય સુરત કોંગ્રેસમાં રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસના આગેવાનો આજે આ મામલે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તા અસલમ સાયકલવાળાની પાસા હેઠળ અટકાયત થતા જ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો છે. સુરત પાલિકાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાની પાસા હેઠળ અટકાયત થતા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ સરકારના ઈશારે અસલમની પાસા હેઠળ કાર્યવાહીનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે. કોંગ્રેસ દ્વારા બપોરે ધરણા કરી વિરોધ નોંધાવવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે.

નૈષધ દેસાઈ (કોંગ્રેસ અગ્રણી) એ જણાવ્યું હતું કે પાયાવિહોણાને ઉપજાવી કાઢેલી ફરિયાદના આધારે ગુનો દાખલ કરી પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાની પાસામાં અટકાયત કરવામાં આવી છે. પોલીસે નિવેદન લેવાનું કહી અસલમ સાયકલવાળાને બોલાવી પાસા હેઠળ ધરપકડ કરી છે. સાયકલવાલાને સાબરમતી જલમાં મોકલી દેવાયા છે. આ લોકશાહી પર સીધો હુમલો છે. ક્રિમીનલ કાયદાનો સરેઆમ ભંગ કરાયો છે. આ ઘાતક કૃત્ય ચલાવી લેવાય નહીં.

ગૃહમંત્રી અને સીઆર પાટીલ પર આક્ષેપ
જે કોઈ વ્યક્તિ ઉપર 6-7 ક્રિમિનલ કેસ હોય એવા કેસમાં નોટિસ આપ્યા બાદ પાસાની કાર્યવાહી કરવાની હોય છે. ગૃહ રાજ્ય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આવું કરી શકે એવો આરોપ મૂક્યો હતો. પોલીસ કમિશનરની ફરજ છે કે તાત્કાલિક પાસા દૂર કરવો જોઈએ. જો પોલીસ કમિશનર સાહેબ ન્યાય નહીં આપશે તો અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું. જરૂર પડે તો જેલમાં જઈશું.

Most Popular

To Top