Charchapatra

હજીરાની રેલવે લાઈનનો મહત્તમ ઉપયોગ થાય છે ખરો?

હું ખેડૂત પુત્ર નથી અને ખેડૂત સમાજનો પ્રતિનિધિ પણ નથી.પરંતુ જનહિતને કારણે આ લખી રહ્યો છું.એક તરફથી સરકાર કહે છે કે જળ અને જમીન બચાવો.વન અને પર્યાવરણની જાળવણી કરો. પણ બીજી બાજુ એના કેટલાક નિર્ણયો જાહેર જીવન પર અસર કરે એવા વિવાદાસ્પદ પણ હોઇ શકે છે.એમાંનું એક ઉદાહરણ ગોથાણ હજીરાની બીજી રેલવે લાઈનની દરખાસ્ત હોઇ શકે.કોરોના અગાઉની વાત કરું તો મુંબઇ સુરત વચ્ચે (અને આગળ દિલ્હી સુધી) ડબલ લાઈન છે. પણ એનો મહત્તમ ઉપયોગ મુંબઇ ડિવિઝનમાં જ થાય છે.તે સમયે ચોવીસ કલાકમાં આશરે ગુડસ ટ્રેન સહિત સવાસો જેટલી ટ્રેનો દોડતી હતી.( હાલ તો ઘણી ટ્રેનો અનેક કારણોસર નથી દોડતી). એટલે ગોથાણ હજીરા વચ્ચે નવી બ્રાંચ લાઈન નાખવા માટે કોઈ ઠોસ કારણ નથી.હવે તો રેલવેનું વિદ્યુતીકરણ પણ ઝડપથી વધતું જાય છે.એટલે પર્યાવરણ માટે પણ એ આવકારદાયક છે.
સુરત     – પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top