Vadodara

વડોદરા બન્યું ભૂવા નગરી: સમા ભરવાડ વાસ નજીક ભ્રષ્ટાચારનો ખાડો પડ્યો

વડોદરા : શહેરના સમા વિસ્તારમાં આવેલા ભરવાડ વાસ પાસેથી પસાર થતા મુખ્ય માર્ગ પર મસ મોટો ભુવો પડતા લોકોમાં તંત્રની બેડરકારીની પોલ ઉઘાડી પડી હતી.બીજી તરફ આ અંગેની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર તથા સ્થાનિક વિસ્તારના જાગૃત નાગરિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તંત્ર સામે આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્રના પાપે ભુવા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.

ત્યારે શહેરના સમા વિસ્તારમાં વધુ એક ભુવો નિર્માણ પામતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો સમાવિસ્તારના ભરવાડ વાસ પાસે મસમોટો ભુવો પડતા અંદર નાંખવામાં આવેલી લાઇન પણ તુટી ગઇ હોવાનું પ્રાથમિક રીતે જોવા મળી રહ્યું છે.જો વરસાદનો રાઉન્ડ શરૂ થાય તો લોકોની મુશ્કેલીઓ વધી શકે તે વાત નક્કી છે. તેવામાં જાગૃત સ્થાનિક લોકો દ્વારા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આરોપ મુકવામાં આવ્યા હતા. જોકે પાણીનો નિકાલ થવા માટે આ મહત્વની લાઇન છે.જે વર્ષ 1990 માં નાંખવામાં આવી હતી. નવી લાઇનને મંજૂર કરાવી દેવામાં આવી છે.

આ સાથે ભુવો પડ્યાની માહિતી મળતા જ હું સ્થળ પર છું અને રજાના દિવસે પાલિકાના અધિકારીઓને દોડતા કરી દીધા છે. હાલ પાલિકાનું જેસીબી કામે લાગ્યું છે. તેમ સ્થાનિક કોર્પોરેટરે જણાવ્યું હતું.મહત્વની બાબત છે કે ચોમાસાની સિઝનમાં વડોદરા શહેરમાં ભૂવાઓ પડવા સમાન્ય વાત બની ગઈ છે. ત્યારે વડોદરાના સમા વિસ્તારમાં મહાકાય ભૂવો પડતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીઓમાં મુકાયા છે.શહેરના સમા વિસ્તારમાં આવેલા ભરવાડ વાસ પાસે ભૂવો પડવાથી સ્થાનિક કોર્પોરેટર સ્થળ પર દોડી ગયા હતા અને કોર્પોરેશનના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા.ભૂવો પુરવા માટેની કામગીરી શરૂ કરી દેવાઇ હતી. જોકે મુખ્ય રોડ ઉપર ભૂવો પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદ સાથે જ રસ્તાની ગુણવત્તાની પોલ ખુલવાની શરૂઆત થતી હોય છે. વડોદરા સહિત ગુજરાતમાં વરસાદ એક રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ હાલ ટુંકો વિરામ લઇ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.પરંતુ વરસાદ હોય કો ન હોય, રસ્તા પર ભુવા પડવાનું જો ચાલુ જ છે. ત્યારે સમા વિસ્તારમાં પડેલા ભુવાએ કોન્ટ્રાકટર અને પાલિકાના અધિકારીઓની મિલીભગતની પોલ ઉઘાડી પાડી દીધી હતી.

Most Popular

To Top