SURAT

વ્યાજખોર પઠાણી શિવકુમાર સામે પોલીસની લાલ આંખ

સુરત: મારા વ્યાજના રૂપીયા (Interest) પરત આપી દેજો નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી (Threat) આપનાર શિવકુમાર નામના વ્યાજખોર સામે પોલીસે (Police) ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. નોનવેજ શોપ ધરાવતા વેપારીએ ગ્રાહક તરીકે આવતા વ્યાજખોર પાસે જરૂરિયાતના સમયે 10 ટકા વ્યાજે રૂપિયા લીધા બાદ અઢી ઘણાં નાણાં ચૂકવ્યા પછી પણ મુદ્દલ બાકી હોવાનું કહી વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

પીડિત લતીફભાઇ ટુકડુ જણાવ્યું હતું કે તેઓ રામપુરા મસ્જીદ સામે નુરી મહોલ્લો કીમીયાગર રહે છે. ઘર નીચે જ ચીકન-મટનની દુકાન ચલાવી પરીવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. શીવકુમાર કિશનભાઇ પારકર નામનો યુવક કાયમી ગ્રાહક હતો. અમે બન્ને એકબીજાથી સારી રીતે પરિચિત હતા. ધંધા માટે પૈસાની જરૂર હોવાની વાત શીવકુમાર પારકરને કરી હતી જેથી શિવકુમારે માસીક 10% વ્યાજે રૂપીયા આપવાનું કહેતા અમોએ વર્ષ 2017માં 30 હજાર માસીક 10 ટકાના વ્યાજે લીધા હતા અને ટૂંકા સમય માં જ ચૂકવી દીધા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ત્યારબાદ અમારી જરૂરીયાત મુજબ ટુકડે ટુકડે કુલ રૂ. 8 લાખ માસીક 10% વ્યાજે લીધા હતા. જેની સામે મારા બેન્ક ઓફ બરોડાના બેન્ક ખાતાના સહી વાળો એક કોરો ચેક નં. ચેક નં. 000014 તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટા તથા મારા આધાર કાર્ડની નકલ સિક્યુરીટી પેટે આપી હતી. સાથે મારી પાસે સ્ટેમ્પ પેપર પર સહી કરાવી હતી. જોકે આ રૂપિયા પણ અમોએ શીવકુમારને વ્યાજ સાથે ચુકવી દીધા છે. અમોએ આ રૂપિયા પરિવાર અને કારીગરની હાજરીમાં આપ્યા છે. 8 લાખની સામે 20 લાખ આપી દીધા છતાં વ્યાજખોર શુવકુમાર ઉઘરાણી કરે છે.

હેતલબેન વાલવાળા (પીડિતના વકીલે) જણાવ્યું હતું કે શિવકુમારના તરથી લતીફભાઈ ઘરેથી નેપાળ ચાલ્યા ગયા હતા. 13 મહીના બાદ પરત આવ્યા તો તેમની પત્નીને શીવકુમાર ઘરે તથા ધંધાના સ્થળે આવીને ધમકી આપી ગયો હતો. “મારા વ્યાજના રૂપીયા પરત આપી દેજો નહીંતર તમોને જાનથી મારી નાખીશ” કહી ગાળા-ગાળી કરી ગયો હતો. આવા વ્યાજખોર ની ધમકી બાદ માનસિક તણાવમાં રહેતા લતીફભાઈ અને પરિવારનો સંપર્ક કરી પોલીસ કમિશનર ને ફરિયાદ કરવામાં આવી હતી. તમામ સત્ય હકીકતો બહાર આવતા પોલીસે શિવકુમાર સામે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top