Vadodara

PM આવાસ યોજનામાં વુડાનું ડ્રેનેજ કૌભાંડ?

વડોદરા: સેવાસી ગામના પાછળના ભાગે આવેલ વિસ્તાર ન્યૂ અલકાપુરીના નામે વિકાસ પામી રહેલ છે. જ્યાં વુડા દ્વારા PM આવાસના અનેક મકાનો આવેલ છે. જેમાં ટીપી ન.1મા આવેલ બાજપાઈ નગર 1મા આઈ અને જે ટાવર વચ્ચે ડ્રેનેજ છે. જે ડ્રેનેજ જ્યારથી મકાન માલિકોને કબ્જો મળ્યો ત્યારથી ઉભરાવાની સમસ્યા છે. જ્યારથી આ મામલો મીડિયામા આવતા અને સ્થાનિક રહીશો મોરચો લઈ ને વુડામાં જાય તે પહેલા જ સ્થળ પર નગરસેવકો, અધિકારીઓની દોડઘામ વધી ગઈ છે. પરંતુ ડ્રેનેજનુ પાણી ઉલેચવા સિવાય કોઈ કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકો મા ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલો એવો છે કે મકાનો ની આસપાસ જે આંતરિક ડ્રેનેજ લાઈનો વુડા દ્વારા નાખવામાં આવી છે. તેમાં સૌથી મોટો ભ્રસ્ટાચાર થયો હોવાનું કહેવાય છે.

સમસ્યા હલ કરવાના પ્રયત્નો ચાલુ છે
સેવાસી વિસ્તારની ડ્રેનેજ મામલે મે મ્યુનિસિપલ સાહેબ ને લેખિત ફરિયાદ કરી છે. તેમ કહી ને ફરિયાદ કરતા સ્થાનિક રહીશો ને પણ કોપી બતાવી હતી. હું સ્વાર થી સ્પોટ પર છું હાલ તો ઉભરાતું પાણી બંધ કરવાની પ્રાથમિકતા છે. જે હલ કરવાના પ્રયત્ન ચાલુ છે. શ્રી રંગ આયરે – કોર્પોરેટર વોર્ડ ન.9

સ્થળ ઉપર ગુજરાતમિત્ર ટીમ પહોંચી : પર્દાફાશ
ડ્રેનેજ મામલે વુડા, કે પાલિકા મા ફરિયાદ કરીએ તો એવો જવાબ મળતો કે પંપ બંધ છે પરંતુ “ ગુજરાતમિત્ર”ની ટીમે લોકોની સમસ્યા જાણવા જાત તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે બે પંપો સતત ચાલુજ હોય છે. લેવલ પ્રમાણે ચાલુ બંધ કરાય છે. અધિકારીઓ તદ્દન જૂઠું બોલે છે.

ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલન
ત્રણ વર્ષથી અમારા નગરમાં ડ્રેનેજ ઉભરાવવાનો પ્રશ્ન છે. જે વુડા, પાલિકા, નેતાઓ, અધિકારીઓ ઉકેલી નથી શક્યા તો બીજું શું કરી શકવાના છે. આ લોકો માત્ર વાયદા જ કરે છે. જો અઠવાડિયામા ઉકેલ નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર સહિત ગાંધીનગર સુધી રજુઆત કરીશુ.-અમિત વાળદ – પ્રમુખ બાજપાઇનગર

બાજપાઈ નગર-1નો પ્રશ્ન જટીલ છે
જે તે વખતે વુડાએ આ કામ કર્યું તે વખતે આ ટાવરો મા ડ્રેનેજના પાઇપ ખુબજનાના નાખ્યા તેમજ ડ્રેનેજ ઉંડાઇ પણ માત્ર દોઢ ફૂટ હોવાનું જણાઈ આવ્યું છે. આ પાઇપ લાઈન બદલવાની જવાબદારી વુડાની છે. કારણ કે આ કામ તેમણે કર્યું છે.ગતરોજ હું અગત્ય ની મીટીંગ છોડી ને સાંજ સુધી આ સ્થળ પર હાજર રહી રહીશો સાથે સમસ્યા ના સમાધાન માટે રહીશો, અધિકારોઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. -સુરેખાબેન પટેલ, નગર સેવક વોર્ડ – 9
પાલિકાની વુડાને નોટિસ
પાલિકાના મોટા ભાગ ના ડ્રેનેજ અધિકાઓ કહે છે કે વુડા એ બાજપાઈ નગર 1 મા ડ્રેનેજ લાઈન નાખવામા ઘણી ભૂલો કરી છે જેના લીધે આ સમસ્યા ઉભી થઇ છે. વોર્ડ ન.9 ના અધિકારી એ જણાવ્યું હતું કે આ મામલે વુડા ને નોટિસ આપી છે.

Most Popular

To Top