Gujarat

ગુજરાતમાં થયું દુનિયાના સૌથી મોટા ૐ નું ઉદઘાટન

મહેસાણા: ભારતમાં (India) ચંદ્રયાન-3 (Chandrayaan-3) ના લોન્ચને લઇને બધા જ ભારતીયો તેના સફળ થવાની કામના કરી રહ્યા છે. ભારતીયો જુદા જુદા અંદાજમાં ઇસરોને (ISRO) શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. હાલમાં ફેમસ ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટિસ્ટ પદ્મશ્રી સુદર્શન પટનાયકે પુરીના દરિયાકિનારે ચંદ્રયાન-3ની કલાકૃતિ બનાવી હતી. એટલું જ નહિ ચંદ્રયાન-3ના લોન્ચિંગને લઈને મહેસાણાના વિજાપુર નજીક ઋષિવન ખાતે દુનિયાના સૌથી ઉંચા ૐ નું ઉદઘાટન કરવામાં આવ્યુ છે. ૐ ની પોઝિટિવ ઊર્જા થકી ચંદ્રયાનને સફળતા મળે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

એવું માનવામાં આવે છે કે ઓમ બોલવાથી પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે. એ જ હેતુથી મહેસાણાના વિજાપુર નજીક ઋષિવનમાં ચંદ્રયાન-3ના સફળ લોન્ચ માટે અનોખા અંદાજમાં પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યાં વિશ્વનો સૌથી મોટો ૐ બનાવી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શિવનું પ્રતીક મનાતું એવા 31×41 ફૂટના ૐનું આજે અનાવરણ કરવામાં આવ્યું છે. ઓમના ઉચ્ચારથી મનને શાંતિ મળે છે અને માનસિક રોગોનો પણ નિવારણ થાય છે. મળતી માહિતી મુજબ ઋષિવન ખાતે માત્ર ઓમનું જ અનાવરણ નહિ પરંતુ 11000 વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવવામાં આવ્યુ હતું. પર્યાવરણના જતન કરવાના હેતુથી તેમજ ચંદ્રયાન-3ની સફળતા માટે 70 લાખ વૃક્ષોના વાવેતર માટે ત્યાં આજથી કામગીરી શરૂ થઇ છે.

ભારતના ચંદ્રયાન-3માં ત્રણ લેન્ડર/રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ સામેલ કરાયા છે. લગભગ 23 કે 24 ઓગસ્ટે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે. આ બંને 14 દિવસ સુધી ચંદ્ર પર પ્રયોગ કરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતાં રેડિયેશનનો અભ્યાસ કરશે.  ચંદ્રયાન-3નો મુખ્ય હેતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર સોફ્ટ લેન્ડિંગ કરાવવાનો છે. 4 વર્ષ બાદ ફરી એકવાર ઈસરોના વૈજ્ઞાનિકોની આ અગ્નિ પરીક્ષા છે. આ વખતે ફરીથી ચંદ્રયાન-3 દ્વારા લેન્ડર અને રોવરને લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. રોવર 6 વ્હીલ્સ સાથે ચાલતો રોબોટ છે. જે લેન્ડરની અંદર હશે અને લેન્ડિંગ પછી બહાર આવશે

Most Popular

To Top