સુરત: સુરત (Surat) સિવિલ (Civil) કેમ્પસમાં આવેલી ફિઝિયોથેરાપીસ્ટ (Physiotherapist) કોલેજની હોસ્ટેલમાં (Hostel) એક વિદ્યાર્થીનીએ (Student) સોશિયલ મીડિયામાં (SocialMedia) આપઘાતની (Sucide) પોસ્ટ મૂકી ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હોવાની ચકચારીત ઘટના સામે આવી છે. જોકે દેહરાદૂનના મિત્ર એ બહેનપણીની પોસ્ટ જોયા બાદ સુરત પોલીસનો સંપર્ક કરી બહેનપણી બચાવી લેવામાં સફળ રહ્યો છે. સુરત ખટોદરા પોલીસની સમય સુચકતા અને સરાહનીય કામગીરીને પરિવારે વધાવી લઈ આભાર વ્યક્ત કર્યો છે. પરીક્ષા ના પેપર ખરાબ જતા વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે, ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની આપઘાત કરે તે પહેલા જ બચાવી લેવામાં સફળ રહ્યા હતા. જેમાં દેહરાદૂનના યુવકનો સારો સહયોગ રહ્યો હતો. સુરત પોલીસ કંટ્રોલમાં જાણ કરતા ખટોદરા પોલીસ દોડી ગઈ હતી. દરવાજો અંદરથી બંધ રહેતા તેનું કાઉન્સલિંગ કરી આપઘાત કરતા બચાવી લીધી હતી.
તપાસ કરતા ખબર પડી હતી કે, વિદ્યાર્થીની અંકલેશ્વરની વતની અને સુરત સિવિલ સ્થિત ફિઝિ્યોથેરાપી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. 19 વર્ષીય વિદ્યાર્થીનીએ તેણીના વોટ્સઅપ સ્ટેટ્સમાં પંખો સાથે દોરડું બાંધેલો ફોટો મુક્યો હતો. દેહરાદૂનના મિત્ર એ આ ફોટો જોઈ સુરત પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. વોટ્સપ સેટિંગમાં ગણતરીના જ લોકો સ્ટેટ્સ જોઈ શકે એવું વિદ્યાર્થીએ સેટિંગ કર્યું હતું.
વધુમા જણાવ્યું હતું કે, ઉત્તરાખંડના દેહરાદૂનમાં મિત્રે સ્ટેટ્સ જોતા આપઘાત કરવા જઈ રહેલી વિદ્યાર્થીનીને કોલ કર્યો હતો. જોકે વિદ્યાર્થીની સાથે વાતચીત કર્યા બાદ સહયોગ ન મળતા મિત્ર એ તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. ખટોદરા પોલીસને કોલ મળતા જ ગણતરીના મિનિટમાં જ નાઈટ પેટ્રોલિંગ ટીમના એ.એસ.આઈ સુશીલાબેન , પોલીસ કોન્સ્ટેબલ, ભરત ભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મનીષાબેન તાત્કાલિક ફિઝિયોથેરેપી હોસ્ટલ પહોંચી ગયા હતા.
વધુમા જણાવ્યું હતું કે, આપઘાત કરવાનું પાછળ કારણ પૂછવામાં આવતા પેપર ખરાબ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ધોરણ-10 માં પણ વિદ્યાર્થીનીએ આવું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. સુરતની ખટોદરા પોલીસની પ્રસંશનીય કામગીરીથી એક વિધાર્થીનીનો જીવ જતા બચી ગયો હતો. વિદ્યાર્થીની ના પરિવારજનો અને કોલેજના પ્રોફેસરો એ પોલીસ અને એક યુવકની પ્રશંસનીય કામગીરી ને વધાવી આભાર વ્યક્ત કર્યો હતો.