Vadodara

સોશિયલ મીડિયા પર દોસ્તી કર્યા બાદ યુવકેસગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતિ બનાવી

વડોદરા: ગોત્રી વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગારાને છેલ્લા બે ત્રણ મહિનાથી પેટમાં અસહ્યા દુખાવો તથા વોમિટ થતી હોવાના કારણે પરિવારનો સભ્યો તેની સારવાર કરાવવા માટે ફેમિલી ડોક્ટર સાથે લઇ ગયા હતા. ગોળી ખવડાવવા છતાં સગીરાને વોમિટ ઓછી થતી ન હતી કે પેટનો દુખાવો પણ આરામ પડતો ન હતો. 10 જુલાઇના રોજ સગીરાને ફરી સારવાર માટે ગોત્રી જનરલ હોસ્પિટલમાં બતાવવા માટે લઇ જવાઇ હતી. જ્યાં તબીબ દ્વારા તેને પ્રેગનન્સી ટેસ્ટ કરાવતા સગીરાને ગર્ભ હોવાનું માલૂમ પડ્યું હતું. સગીરાનો આવો રિપોર્ટ સાંભળવીને સમગ્ર પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

જેેથી તેની પૂછપરછ કરતા તેણ જણાવ્યું હતું કે તેણી મોબાઇલનો ઉપયોગ કરતી હતી તે વેળા સોશિયલ માડિયા પર ગોત્રીના હરીનગર રંગ અવધૂતનગર વુડા હાઉસિંગમાં રહેતા 20 વર્ષીય પ્રથમ દેવજી ઓડ સામે સંપર્ક થયો હતો. જેમાં યુવકે સગીરાના સાથે મિત્રતા કેળવ્યા બાદ તેને ફરવા માટે અલગ અલગ જગ્યા પર લઇ ગયો હતો અને હરીનગર પતંજલિ સ્ટોરની બાજુના ગોડાઉનમાં લઇ ગયો હતો. જ્યાં યુવકે સગીરા સાથે મરજી વિરૂદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

સંતાનોને મોબાઇલ અપાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
હાલમાં ડિજિટલ યુગમાં મોબાઇલ તો જાણે ફરજીયાત થઇ ગયો હોય તેમ પલવાર પણ લોકો મોબાઇન ફોન હાથથી અળગો કરતા હતા.ચોવીસ કલાક લોકો તેમાં મંડ્યા કરતા હોય છે. હાલમાં વાલીઓએ પોતાના બાળકોને નાની ઉંમરમાં મોબાઇલ અપાવી દેતા હોય છે. ત્યારે 16 વર્ષી સગારીને પણ તેના પિતાએ મોબાઇલ અપાવ્યો હતો જેમાં સોશિયલ માડિયાનો ઉપયોગ કરતી હોવાથી યુવકને સંપર્ક થયો હતો જેમાં બંને વચ્ચે વાતો શરૂ થતા મિત્રતા બંધાઇ હતી. જેમાં મળવાના નામે તેને બોલાવીને યુવકે સગારા પર દુષ્કર્મ આચર્યું હતું. જેથી સંતાનોને મોબાઇલ અપાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

દુષ્કર્મ ગુજારનાર યુવક સ્ટેશનરીની દુકાનમાં નોકરી કરતો હતો
સોશિયલ મીડિયા પર સગીરા સાથે મિત્રતા કેળવ્યા બાદ તેની મળવાના બહાને બોલાવીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં જ પ્રથમ ઓડને ઝડપી પાડી કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરાઇ છે. આગામી દિવસોમાં બંને મેડિકલ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top